ગુજરાત ના નૃત્યો ની વિશેષતા (૧) ગરબો : ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે. (૨) રાસ : હલ્લીસક અને લાસ્ય નૃત્યમાંથી તેનો જન્મ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્યો છે. (૩) હાલીનૃત્ય : હાલીનૃત્ય સુરત જિલ્લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્ય છે. એક પુરુષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી […]
પંચ મહાલોના પ્રદેશ તરીકે ઓળખાતા પંચમહાલ જિલ્લામાં આવેલું આધશકિત પીઠ ધામ પાવાગઢ અને ગુજરાતની પ્રાચીન રાજધાની ગણાતી કિલ્લેબંધ નગરી ચાંપાનેર ઉપરાંત પ્રાચીન શિલ્પ-સ્થાપત્ય કલાને ઉજાગર કરતા પુરાતન મંદિરો અને તેના અવશેષો અકબંધ અને અડીખમ ઉભા ગુજરાતને ગૌરવ બક્ષે છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી ઉત્તરે આશરે ૭૦ કિ.મી. દૂર ખાનપુર તાલુકાના લવાણા ગામ પાસે આવેલ કલેશ્વરી ધામ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ પુરાતત્વવિદો અને પ્રાકૃતિક સૌંદર્યને માણનાર સહેલાણીઓમાં અનોખું આકર્ષણ જન્માવે છે. કલેશ્વરી કે કલેહેશ્વરી નાળ તરીકે જાણીતા આ વિસ્તારમાં ઇશુની ૧૦ મી સદીથી લઇને ૧૭મી સદી સુધીના શિલ્પ સ્થાપત્યો નિહાળવા મળે […]