સમાજસુધારાનો આદિ લડવૈયો, અનેક સાહિત્યપ્રકારોનો ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રારંભકર્તા ગુજરાતમાં અંગ્રેજી રાજય-અમલની સ્થાપનાને દોઢ દાયકો વીત્યો હતો. પશ્ચમી સંસ્કૃતિનાં મોજાં ઊછળી રહ્યા હતાં. ગુજરાતમાં દુર્ગારામ મહેતાજી, સહજાનંદ, સ્વામી, કવિ, દલપતરામ, શામળ વગેરે પોતપોતાની રાતે લોકજાગૃતિ માટે રચ્યાપચ્યા હતાં એવા મંથનકાળમાં ઇ.સ. ૧૮૩૩ના ઓગસ્ટની ચોવીસની તારીખે સુરતમાં નર્મદનો જન્મ થયો. પિતા લાલશંકર લહિયાનું કામ કરતાં બચપણમાં મર્મદની પ્રકૃતિ શરમાળ, વહેમી અને ભીરુ હતી તેને ભૂતપ્રેતનો પણ ભારે ડર લાગતો.પરંતુ અઢારમા વરસથી તે સાવધ થયો અને ભીરુના તથા બીકને તિલાંજલિ આપે છે. નર્મદ હાઇસ્કૂલ શિક્ષણ દરમિયાન તેજસ્વીકારકિર્દી ધરાવતો હતો. તેની યાદશકિત તીવ્ર […]