ગુજરાતનાદક્ષિણ દિશા તરફ વળીએ તો પહેલો ખેડા જિલ્લો આવે. ખેડા જિલ્લો ગુજરાતનો એક સંપન્ને જિલ્લો છે. ધરતીપુત્રો ખેડૂતોની આ ભૂમિ. ખૂબ સુખી અને સમૃદ્ધ પાટીદારોની ધરતી, ખેતી ઉપરાંત આ મહત્વનું શિક્ષણક્ષેત્ર પણ ખરું. વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ અને ભાઇકાકા જેવા સપૂતોની ભૂમિ. તો આવો ખેડામાં પ્રવેશ કરી પહેલાં જઈએ નડિયાદ. ખેડા જિલ્લાનું મહત્વનું નગર નડિયાદ. સરદાર વલ્લભભાઈની જન્મભૂમિ. જૂના વખતમાં હરિદાસ બિહારીદાસ જેવાઓએ પ્રજાકીય ક્ષેત્રે મોટો ફાળો આપેલો. સંનિષ્ઠા લોકસેવક અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઇ પટેલની રાષ્ટ્રી ય સેવા નોંધ-પાત્ર છે. સંતરામ મહારાજનું એ ધામ તો આજેય મંદિર […]