નખની સારવાર માટે મેનીક્યોર ખૂબ જ આવશ્યક છે પરંતુ અણઘડ મેનીક્યોરીંગને લીધે હેંગનેઇલ્સ કે વ્હાઇટ સ્પોટસ જેવી નખની તકલીફો થાય છે. જો મેનીક્યોર માટે ઉત્તમ સાધનોનો ઉપયોગ કરવામાં આવે નહિ તો નખને નુકસાન થાય છે. ક્યુટીકલ એટલે નખની ધારીને નુકસાન થતાં રીજીંગનો પ્રશ્ન ઊભો થાય છે. ક્યુટીકલ ઇન્ફેકશન નખના મૂળ પાસે આવેલી ત્વચાનો રોગ છે. નખને પાણીમાં બોળી રાખવાથી, ઘરકામ કરવાથી, સાબુને કારણે કે ડીટરજન્ટને કારણે ક્યુટીકલને નુકસાન થાય છે. ઘણીવાર વધુ પડતું ઇન્ફેકશન થાય તો આખા નખનો પણ તે નાશ કરી શકે છે. આ માટે એન્ટિબેકટેરીયલ ઓઇન્ટમેન્ટ લગાડી શકાય. […]