ગાયનું દુધ ડૉક્ટર ન્યુટમેન કહે છે કે જો તમે તમારા દેશના બાળકોનું સુખ અને કલ્યાણ ઇચ્છતા હો અને તેમને બુદ્ધિશાળી બનાવવા માગતા હો તો બાળકોને રોજ ગાયનું તાજુ દૂધ આપો ગાયનું દુધ મધુર, વાત-પિતનાશક છે, તત્કાલ વીર્યજનક, શીતલ સર્વ પ્રાણીઓનું જીવન, આયુષ્યકારક ઓજસ વધારનારું રસાયણ છે. ગાયનું દુધ પથ્ય અત્યંત રુચિકર સ્વાદિષ્ટ પિતનો નાશ કરનાર. તેજ બુદ્ધિ-બળવર્ધક, વિવિધ ઓષધિમાં ઉપયોગી લોહી અને વીર્યવર્ધક છે. ગાય જે જાતનો ખોરાક ખાય તે પ્રમાણે તેના ગુણો અને ઘીના પ્રમાણમાં ફેરફાર થાય છે. ભારતીય ઓલાદની ગાયોનું દૂધ ઉત્તમ ગાયના દૂધમાં A-1 અને A-2 બે […]