શાકમાં દૂધી પથ્યતમ છે. તે સાજા-માંદા બંને માટે સરખી ગુણકારી છે. વળી રોચક હોઈ બધાને ભાવે છે. તેની ઘણી વાનગી બને છે. દૂધી સ્વાદે મીઠી છે, તે તાસીરે ખૂબ ઠંડી છે, ગુણમાં લૂખી, પચવામાં ભારે, ઝાડાને રોકનાર, વાત-કફકર તથા પિત્તશામક છે. તે બળવર્ધક, પોષક, તર્પક, રોચક, ધાતુવર્ધક, ગર્ભપોષક છે. તે કૃશતા અને મેદ રોગ બંનેમાં આપી શકાય. થાક, બળતરા, બેચેની, અરૂચિ, હ્રદયરોગ, ધાતુક્ષીણતા વગેરેમાં ઉપયોગી છે. પિત્તજન્ય માથાના દુઃખાવામાં, માથાની બળતરામાં, ચક્કર આવતા હોય, લૂ લાગી હોય વગેરેમાં દૂધીને છીણીને માથે ભરવાથી ઠંડક કરીને રોગ મટાડે છે. દૂધીનું તેલ પરમ […]