દેશને સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે મહાત્મા ગાંધીજીએ અનેક કાર્યક્રમો આપ્યા હતા. તેના એક ભાગરૂપે તેમણે દક્ષિણ ગુજરાતના દાંડી પાસેના દરિયાકાંઠા સુધી કૂચ કરી ત્યાં મીઠાના કાયદાનો ભંગ કરવા એક કાર્યક્રમ આપ્યો હતો. ભારતના પનોતા પુત્ર મહાત્મા ગાંધીજીએ ભારતની સ્વાતંત્ર્ય-ચળવળની અનેક ચિનગારીઓ દેશભરમાં પ્રગટાવી હતી. અમદાવાદથી પગપાળા અહીં દાંડી પહોંચીને ૧૯૩૦ની ૬ઠ્ઠી એપ્રિલે તેમણે મીઠાના કાયદાનો ભંગ કર્યો. દાંડીથી સમસ્ત વિશ્વને તેમણે સંદેશ મોકલ્યો : બળિયા સામેના સાચના સંગ્રામમાં હું વિશ્વની સહાનુભૂતિ માગું છું. દાંડી,૫-૪-૧૯૩૦ મો. ક. ગાંધી દાંડીના દરિયાકિનારા પાસેના આ વડલાથી લગભગ બે કિલોમીટર દૂર સમુદ્રતટે પૂ. ગાંધી બાપુએ ચપટી […]