ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ એ માત્ર સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલાંનુ જ સાંસ્કૃતિક તીર્થ નથી તે તો હિંદમાં વસતા દરેક હિંદુસ્તાની માટે છે. તે એટલું અદ્ભુત છે કે તેના માટે દરેક હિંદીભાષીને ગર્વ થાય. ગાંધીનગરમાં આવેલા આ અક્ષરધામમાં મંદિરના ભોંયતળિયે પ્રમુખસ્વામી મહારાજે રચેલું સ્વામીનારાયણ સંપ્રદાય સૌથી પ્રથમ તથા આધુનિક સંગ્રહસ્થાન તથા મ્યુઝિયમ છે.અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે. અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. ભગવાન સહજાનંદ સ્વામીએ ઉપયોગમાં લીધેલાં વસ્ત્રો, પાવડી (ચાખડી)થી માંડીને […]
નર્મદા જિલ્લામાંથી ઉત્તર તરફ વહેતાં પુણ્ય સલિલા મા નર્મદાના પાવન તટે અનેક ઋષિ-મુનિઓએ તરસ્યા કરી છે. આ પાવનભૂમિ પર ભગવાન શંભુની આરાધના કરી હતી. અને પ્રસન્ન થયેલાં ભગવાન શિવે ગરુડજીને પ્રસન્ન થઈ વરદાન આપ્યું અને શિવજીએ જાતે શિવલિંગની સ્થાપના કરી હતી જેથી આ તીર્થસ્થાન ગરુડેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત બન્યું છે. આ સ્થળે ગામ વસ્યું જે આજે ગરુડેશ્વરના નામથી ઓળખાય છે. નર્મદા જિલ્લામાં આવેલાં ગરુડેશ્વર ખાતે રાજપીપળા અને વડોદરા તરફથી જઈ શકાય છે. રાજપીપળાથી ગરુડેશ્વરનું અંતર ૧૭ કિમી જયારે વડોદરાથી ૮૦ કિમી છે.