ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે.આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે ગુજરાતના જિલ્લાઓમાં સૌથી નાનો અને આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવે છે. પૂર્વ તરફ થાણા જિલ્લાના ડુંગરો અને જંગલોનું અનુસંધાન. વલસાડની પૂર્વે ધરમપુરનાં જંગલો, નવસારી-બીલીમોરાની પૂર્વે વાંસદા-ડાંગનાં જંગલો, પશ્ચિમે સમુદ્રનો તેમ પૂર્વે જંગલોનો સળંગ પટ્ટો. ધરમપુર અને વાંસદા જૂનાં રજવાડાં, ડુંગરો-જંગલો વચ્ચે વસેલાં રજવાડી ઘાટનાં. પણ હવે ઊતરેલી રોનક છતાં પણ કુદરતી મનોહર ભૂમિકાને લીધે રળિયામણા લાગે […]