ભાવનગર જિલ્લામાં આવેલું તળાજા ગામ ભાવનગરથી લગભગ ૫૦ કિ.મી. દૂર છે. તળાજામાં આમ તો ભક્ત નરસિંહ મહેતાનો જન્મ થયો હતો.ભાભીનું મહેણું સહન નહિ થવાથી તે ઘોર જંગલમાં ચાલી નીકળ્યા હતા અને સમુદ્રને કિનારે અપૂજ બાણની પૂજા કરી, તેથી મહાદેવ રાજી થયા અને તેમને હાથ પકડીને દ્વારકા લઈ ગયા હતા. ભગવાને ત્યાં તેમને રાસલીલાના દર્શન કરાવ્યાં હતા. તળાજા ગામ તાલધ્વજ (તળાજા) ગિરિની તળેટીમાં વસેલું છે. આ પર્વત ઝૂલતી પર્વતમાળ જેવો છે.શત્રુંજય પર્વતમાળાનું આ એક શિખર છે.શેત્રુંજી નદીનો પટ,ગોપનાથ મહાદેવનો દ્વીપકલ્પ,સમુદ્રમાં મોજાં દર્શનીય છે.અહીં આવેલી એભલ ગુફા જોવા જેવી છે. ડુંગર ઉપર […]