મનસુખલાલ ઝવેરી એ ગુજરાતી ભાષા નાં ઊંડા અભ્યાસી તેમજ સમર્થ વિવેચક પણ હતાં. તેનો જન્મ ઈ.સ.૧૯૦૭ ની ૩ ઓક્ટોબર નાં રોજ ગુજરાત રાજયનાં જામનગર શહેરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મગનલાલ ઝવેરી હતું. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને ાધ્યાપક તરીકે અને પછીથી િન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે સાહિત્ય માં પણ ખુબજ સફ્ળ રઙ્ગાા હતાં. તેઓએ ગુજરાતી ભાષા, વ્યાકરણ અને લેખન પર ખુબજ ઉમદા કાર્ય કર્યુ હતું. તેઓએ ઈ.સ.૧૯૬૬ માં ન્યુયોર્ક ખાતે આંતર રાષ્ટ્રીય શિબિરમાં ભારતીય લેખકોનું તિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત મનસુખલાલે તેમનાં જીવનકાળ […]
જામનગર એક વિશિષ્ટ શહેર છે. ઐતિહાસિક, અર્વાચીન તેમજ શૈક્ષણિક કેન્દ્ર. જામ રાવળે કચ્છ છોડીને ઈ. સ. ૧૫૪૦માં જામનગર શહેર વસાવેલું. ત્યાર પછી લગભગ ૪૦૦ વર્ષ સુધી આ શહેર સૌરાષ્ટ્રના મોટા ને સમૃદ્ધ રાજ્ય ‘નવાનગર સ્ટેટ‘નું મુખ્ય શહેર બની રહ્યું. જામનગર ઐતિહાસિક શહેર છે. એની ચારે બાજુએ કોટ અને દરવાજા હતા. આ શહેરનો ઈતિહાસ રોમાંચક કથાઓ ને યુદ્ધગાથાઓથી ભરપૂર છે. અહીંના જાડેજાએ ઘણી પરાક્રમકથાઓ આલેખી છે. શહેર વચ્ચેના તળાવમાં આવેલો ‘લાખોટા‘ મહેલ જો કહી શકે તો વીરતા અને વેરની, પ્રેમ અને પરાક્રમોની, જામ રાજાઓ ને દીવાનોની અનેક રંગીન ને રોમાંચક કથાઓ […]