શિવરાત્રીનું મંગલ પર્વ ભારતનાં લાખો મંદિરોમાં ભક્તિભાવથી મનાવાય છે. શિવના ભક્તો આ પર્વ પર ઉપવાસ, જાગરણ, પૂજા અને આરાધના કરી શિવની ઉપાસના કરે છે. પરંતુ કોઈને જાણ નથી કે શિવ કોેણ છે ? શિવનો રાત્રિ સાથે શો સંબંધ છે. ? શિવરાત્રીના પર્વનું રહસ્ય શું છે ? પરમપિતા શિવ પરમાત્મા નિરાકાર અને જયોતિબિંદુ સ્વરૂપ છે. સાકારમાં દર્શન અને પૂજા માટે શિવલિંગની પ્રતિમા બનાવેલ છે. શિવ રૂપમાં બિંદુ પણ ગુણોમાં સિંધુ છે. શિવનો અર્થ થાય છે કલ્યાણકારી પરમાત્મા. સર્વ માનવ આત્માઓના પરમકલ્યાણકારી છે. તેઓ સુખકર્તા અને દુઃખ હર્તા છે. શિવનાં મંદિરો પરમાત્માનાં […]