કરમિયા એ હોજરી તથા આંતરડાના કેટલાક વિકારોમાં તેમનો ફાળો દર્શાવે છે.કરમિયા ચાર પ્રકારના હોય છે. (૧) પુટીષજ, (૨) શ્લેમજ(૩) શોણિતજ (૪) મલજ. કરમિયા કોઈને પણ થઈ શકે છે.સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન માખી બેસે તેવા ભોજન, અથાણાં, તેલ, તીખું, ગળ્યું, મોડેથી પચે તેવી વસ્તુઓ વગેરે ખાવાથી કરમિયા થાય છે. કરમિયા સફેદ રંગના હોય છે. જે બાળકોની ગુદા સારી રીતે ન ધોવાથી થાય છે.દોરી જેવા કીડા ૧/૨ થી ૬ સેમી. જેટલા હોય છે. મળમાં કીડાનાં નાનાં નાનાં બચ્ચાં નીકળે છે. લક્ષણો - - કીડા પડયા હોય તો મળદ્રાર તથા નાકમાં ખંજવાળ આવે. […]