જરૂરી સામગ્રી : (૧) લીલા વટાણા : ૩૦૦ ગ્રામ (૨) લીલાં મરચાં : ૪ ઝીણાં સમારેલાં (૩) લીંબુનો રસ (૪) સોડા : ૧/૨ ચમચી (૫) મીઠું : પ્રમાણસર (૬) ચણાનો લોટ : ૩૦૦ ગ્રામ (૭) કોથમીર : ૨ મોટા ચમચા ઝીણી સમારેલી (૮) તેલ : તળવા માટે. બનાવવાની રીત : વટાણાના દાણાને અધકચરા વાટી તેમાં ચણાનો લોટ, મરચાં, મીઠું, લીંબુનો રસ, કોથમીર, અને એક ચમચો ગરમ તેલ તથા સોડા નાખી ખીરું તૈયાર કરવું અને ગરમ તેલમાં ભજિયાં કડક થાય ત્યાં સુધી તળી લઈ લેવાં. આ ભજિયાં આંબલી-ખજૂરની ચટણી સાથે ખાવાથી ખૂબ […]