વાઘેશ્વરી દરવાજાથી બહાર નીકળી ગિરનાર તરફ જતાં રસ્તામાં આવે છે સમ્રાટ અશોકનો શિલાલેખ. તેના પર જ ઈ. સ. ના બીજા શતકમાં ક્ષત્રપ સરદાર રુદ્રદમન અને સમ્રાટ ચંદ્રગુપ્તે પણ લેખો કોતરાવ્યા છે. અશોકે અહીં શિલાલેખ કોતરાવ્યો કારણ કે અહીં વિશાળ સુદર્શન તળાવ હતું. તેને કાંઠે આ સ્થળ તીર્થ ગણાતું. અહીંથી આગળ ભવનાથ છે. તેમાં હજુ પણ મેળો ભરાય છે, ખાસ કરીને આહીર લોકોનો. ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં અહીં જ આહીર લોકોનો મેળો ભરાતો. શ્રીકૃષ્ણ-બલરામ પણ તેમાં આવેલા. અર્જુન સાધુવેશે આવીને આ મેળામાંથી જ શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનું હરણ કરી ગયેલો. આગળ આવે છે. […]