ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છના ઉત્તર-પૂર્વીય ભાગમાં વિશ્વનું સૌથી અનોખું રણ આવેલું છે. પહેલાં તો સૌને એવો સવાલ થાય કે કચ્છમાં જોવા જેવું છે શું ? પણ અહીં દરિયો છે, ડુંગરા છે,ને વન્યસૃષ્ટિ ને વિશાળ રણ પણ છે. વળી, સાંસ્કૃતિક વારસાને કારણે પણ કચ્છ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કચ્છના વિશાળ રણની પશ્ચિમે અરબી સમુદ્ર અને પૂર્વમાં સરસ્વતી, રૂપણ અને બનાસ નદી વહે છે. આ ત્રણેય નદીઓ દરિયામાં નહીં પણ રણમાં સમાઈ જાય છે. એટલે જ એક તરફ મીઠું પાણી તો બીજી તરફ ખારું પાણી. આ કારણે આપોઆપ અહીં મીઠું બને છે. […]