કચ્છનું કંડલા બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પૉર્ટ છે ને મોટી સ્ટીમરોની આવન-જાવનથી ધમધમે છે. તો ગાંધીધામ અને આદીપુર સિંધથી આવેલા ભાઈઓના વસવાટથી વિકસેલાં છે. આસપાસનો રણપ્રદેશ તેના વિકાસને રૂંધી શક્યો નથી. બન્ની ને ખાવડાના – છેક પાકિસ્તાનની સીમાને અને બીજી બાજુ રાજસ્થાનના રણને સ્પર્શતા-વિસ્તારો સુધી અર્વાચીન વિકાસ-યોજનાઓ પહોંચી ગઈ છે. કચ્છી બોલી તરીકે વિશિષ્ટ રૂપ ધરાવે છે. તેનું સાહિત્ય આગવું છે. એને પોષવા, સંરક્ષવા ગુજરાત સરકારે કચ્છી સાહિત્ય અકાદમીની રચના કરી છે. તે સાહિત્યના પોષણ અને પ્રકાશનની વ્યવસ્થા કરી છે. કચ્છે ગુજરાતને […]