કચ્છના પાટનગર, ભુજથી ઉત્તર પશ્ચિમે ૮૦ કિ.મી. દૂર આવેલા, માતાના મઢ ખાતે આવેલું આશાપુરા માનું મંદિર, વીતેલાં ૬૦૦ વર્ષમાં કચ્છના લોકોની આસ્થાનું જીવંત પ્રતીક બની ગયું છે. ઈસુની ૧૪મી સદીના પ્રારંભે લાખો ફુલાણીના પિતાના રાજદરબારમાં મંત્રી તરીકે રહેલા બે કરડ વાણિયાઓ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્યું હતું, જેને કચ્છમાં આવેલા ૧૮૧૯ના ભૂકંપમાં ભારે નુકસાન થયું હતું એ પછી પાંચ વર્ષના ગાળામાં, આ મંદિરને બ્રહ્મક્ષત્રિય સુંદરજી શિવજી અને વલ્લભાજીએ ફરી બંધાવ્યું હતું. લગભગ ૫૮ ફૂટ લાંબા, ૩૨ ફૂટ પહોળા અને ૫૨ ફૂટ ઊંચા એ પ્રાચીન મંદિરને કચ્છમાં ઈ. સ.૨૦૦૧ માં […]