આત્મસંતુષ્ટ મનુષ્ય કોને કહેવો? * જેની ઇચ્છાઓનો લય થઈ ગયો હોય. * જે બાહ્ય વસ્તુઓ પર ખપ પુરતું જ અવલંબન રાખે અથવા જે વધુને વધુ આત્મનિર્ભય સ્થિત ભણી અવિરત ગતિ કરી રહ્યો હોય. * જે કોઈ પણ પ્રકારની તૃષ્ણાઓ કે સંધર્ષોથી પર હોય,પ્રત્યાધાતોથી મુકત હોય. * જે સુખમાં ગૌરવ કરે નહી અને દુઃખમાં વિહવળ થાય નહી;બંને સ્થિતિમાં સમતા ધારણ કરે. * જેનો રાગ-દ્રેષ શમી ગયા હોય. * જે સહજ અને સ્વાભિવિક જીવન જીવે.