વિશ્વની ચાર પ્રાચીન સંસ્કૃતિઓમાં ભારતની સિંધુ સંસ્કૃતિના અવશેષો માત્ર ‘લોથલ‘ અને ‘ધોળાવીરા‘માં આવેલા છે. આ બંને સ્થળો ગુજરાતમાં છે. આમ ‘લોથલ‘ અને ‘ધોળાવીરા‘ વિશ્વના નકશા ઉપર છે. લોથલ (સરગવાલા) મુખ્યત્વે જૂની સંસ્કૃતિનું સ્થળ છે. તેનો સમય ઇસ્વીસન પૂર્વે ૨૪૫૦ થી ૧૯૦૦ સુધીનો મનાય છે. અમદાવાદથી દક્ષિણ-પશ્ચિમે લગભગ? ૮૦ કિ.મી.ના અંતરે તે આવેલું છે. ૧૯૫૪ના નવેમ્બર માસમાં તે શોધવામાં આવ્યું. ૧૮૭૯માં પ્રસિદ્ધ થયેલા એક ગેઝેટિયરમાં કરેલી નોંધ પ્રમાણે તે કોઈ સમયે બંદર હતું. એમ જણાય છે કે, લોથલમાં લોકોનો પહેલવહેલો વસવાટ થયો તે પછી એકાદ સૈકે લગભગ ઈ. સ. પૂર્વે ૨૩૫૦માં […]