કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ | કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન || ||૩૯|| ગુજરાતી ભાષાંતરઃ પરન્તુ હે જનાર્દન, આપણે લોકો તો કુળનો નાશ કરવામાં દોષ જોઇ સક્યે છીએ, આપણે આ પાપથી નિવૃત્ત કેમ ન થવું જોઇએ? (અર્થાત આ પાપ કરવાથી બચવું જોઇએ). કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ | ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત || ||૪૦|| ગુજરાતી ભાષાંતરઃ કુળનો નાશ થઇ જવાથી કુળનો સનાતન (સદિયોથી ચાલી રહેલ) કુલધર્મ પણ નષ્ટ થઇ જાય છે. અને કુળનો ધર્મ નષ્ટ થવાથી બધા પ્રકારનાં અધર્મ વધવા લાગે છે. અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ | સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ || ||૪૧|| ગુજરાતી […]