બાર જ્યોતોલિંગની આરતી જય દેવ જય મહાદેવ જય શિવ જુગ સ્વામી સમરૂ દ્રાદશ લિંગ(૨)સેવું શિરા નામી ૐ હર હર મહાદેવ પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો…શિવ શૈલે શંભુ આપ (૨)મલ્લિકેશ્વર બીજે…ૐ હર હર ત્રીજે શિવ કેદાર ગંગોદક ગાજે…શિવ ચોથા શિવ ઓમકાર (૨)રેવા તટ રાજે…ૐ હર હર પંચમ પુરવ દેશ,વૈજનાથ વનખ્ંડી…શિવ છઠ્ઠા શિવ નાગેશ્વર (૨)ધ્યાન ધરી દંડી…ૐ હર હર સપ્તમ દીન દયાળ,વિશ્વેશ્વર કાશી…શિવ અષ્ટમ શિવ મહાકાલ (૨)ઉજ્જેનના વાસી…ૐ હર હર નવમા ભીમશંકર,ભક્તિ અવિચળ આપો…શિવ દસમા શિવ રામેશ્વર (૨)સેતુબંધ સ્થાપ્યો…ૐ હર હર ધુશ્મેશ્વર ગુણગ્રામ એકાદશ જ્યોતિ…શિવ દ્રાદશ ત્રંબકનાથ (૨) ગુરૂમુખ લ્યો ગોતી…ૐ […]
શિવ પંચાક્ષર સ્રોત્ર નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય | નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ ‘ન’ કારાય નમઃ શિવાય ॥૧॥ ગુજરાતી ભાષાંત્તરઃ જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમના ત્રણ નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે (અર્થાત્ જે નગ્ન છે), એવાં શુદ્ધ અવિનાશી મહેશ્વર “ન” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર. મન્દાકિનીસલિલચન્દનચર્ચિતાય નન્દીશ્વરપ્રમથનાથમહેશ્વરાય | મન્દારપુષ્પબહુપુષ્પસુપૂજિતાય તસ્મૈ ‘મ’ કારાય નમઃ શિવાય ॥૨॥ ગુજરાતી ભાષાંત્તરઃ ગંગાજળ અને ચંદનથી જેમની અર્ચના થઈ છે, મંદાર પુષ્પ તથા અન્યોન્ય કુસુમોથી જેમની સુંદર પુજા થઈ છે, એવાં નંદીના અધિપતિ પ્રમથગણોના સ્વામી મહેશ્વર “મ” કાર સ્વરૂપ શિવજીને […]
શિવમહિમ્ન સ્તોત્ર -પુષ્પદંત પુષ્પદંત ઉવાચ || મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: | અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્ મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 || ગુજરાતી અનુવાદઃ હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે […]
શિવજીનું રુદ્રાષ્ટકમ नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् । निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् ॥१॥ ગુજરાતી ભાષાંતરઃ હે મોક્ષ સ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદ સ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સૌના સ્વામી શ્રી શિવજી! હું આપને નમસ્કાર કરું છું. નિજસ્વરૂપમાં સ્થિત (અર્થાત્ માયા આદિ રહિત), (માયા આદિ) ગુણોથી રહિત, ભેદ રહિત, ઇચ્છા રહિત, ચેતન આકાશ સ્વરૂપ તથા આકાશને જ વસ્ત્ર રૂપ ધારણ કરનાર (અથવા આકાશને પણ આચ્છાદિત કરનાર) હે દિગંબર, હું આપને ભજુ છું. निराकारमोंकारमूलं तुरीयं गिरा ज्ञान गोतीतमीशं गिरीशम् । करालं महाकाल कालं कृपालं गुणागार संसारपारं नतोऽहम् ॥२॥ ગુજરાતી […]