નાગેશ્વર દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુની વચ્ચેના માર્ગ પર ગુજરાતમાં સૌરાષ્ટ્રના કાંઠે આ મહત્વનું શિવ મંદિર આવેલું છે. વિશ્વના બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક અહીં ભૂગર્ભમાં રહેલા ગર્ભગૃહમાં છે. સામાન્યપણે શાંત આ સ્થળે ધ્યાનસ્થ અવસ્થામાં 25 મીટર ઊંચી શિવની પ્રતિમા અને એક તળાવ સાથે વિશાળ બગીચો મુખ્ય આકર્ષણો છે. કેટલાક પુરાતત્વીય ઉત્ખનનોના દાવા પ્રમાણે આ સ્થળે પાંચ પ્રાચીન શહેરો દટાયેલા પડ્યા છે.
સોમનાથ જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્વેનું છેલ્લું સ્ટેશન છે. ત્યાંથી રોડ રસ્તે ૫ કિલોમીટર દુર સોમનાથ આવેલ છે. પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્વતી નદી સાગરમાં મળે છે ત્યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્યામથી માધવપુર સુધીનો વિસ્તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્વીની વચ્ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે. પુરાણકથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ […]
નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વર સ્વરૂપે પૂજાય છે.સ્કંદપુરાણમાં હાટકેશ્વરનું પ્રાગટ્ય અને મહત્તાનું વર્ણન છે. ઉત્તર ગુજરાતનું વડનગર પુરાણકાળમાં મોટું અરણ્ય હતું જે હાટકેશ્વર ક્ષેત્ર તરીકે ઓળખાતું. જયાં હાલમાં વડનગર છે શ્રી હાટકેશ્વરનું શિવાલય ઠીક ઠીક પ્રાચીન છે. સીમા પર આવેલા આ નગર પર વારંવાર હુમલા થવાને કારણે તેનો ફરી ફરી જીર્ણોદ્ધાર થયા કર્યો છે. પુરાતત્વવિદો આ મંદિરને ચારસોએક વર્ષ પુરાણું માને છે. સોલંકીયુગ પછી બંધાયેલાં મંદિરોમાંનું આ એક મહત્વનું અને ભવ્ય શિવાલય છે. તેની ફરતે વેદીમાં વિષ્ણુના દશ અવતારો અને પૌરાણિક કથાઓની શિલ્પકૃતિઓ છે. આ ઊંચા […]
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ.. આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો; પ્ર્ભુ તમે પૂજો દેવી પાર્વતી પૂજો, કષ્ટો કાપો દયા કરી દર્શન શિવ આપો.શંભુ.. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી; ભાલે તિલક કર્યું, કંઠે વિષને ધર્યું, અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ.. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારુ ચિતડુ ત્યાં જાવા […]
બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ. બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષાના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે. તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે, અને થડને વિશે વેદાન્તના અર્કની અભિવ્યક્તિ છે. બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય છે: […]
ઈશ્વરે સુષ્ટિની રચના કરી ત્યારે તેઓમાં પણ સ્ત્રી અને પુરૂષના સંયુક્ત ગુણો આવ્યા. ભગવાને આ બંને પ્રકારના ગુણોને યોગ્ય ન્યાય આપવા દેવી ઉમા એટલે કે પાર્વતીજીને અર્ધુ અંગ આપી દીધું. ભગવાન માત્ર શક્તિ જ નહોતા ધરાવતા તેનામાં દય, પ્રેમ, લાગણીશીલતા વગેરે ભાવ ઉપરાંત નિડરતા, સંસ્કારીતા વગેરે ગુણો પણ સમાયેલા હતા. આ સ્ત્રી-પુરૂષોના સંયુક્ત ગુણોને કારણે શિવજી અને ઉમાજી સંયુક્ત રીતે અર્ધનારીશ્વર કે અર્ધનારીનટેશ્વર કહેવાયા. આ બાબતને થોડી જુદી રીતે કહીએ તો અર્ધનારીનટેશ્વર કહેવાયા. આ બાબતને થોડી જુદી રીતે કહીએ તો અર્ધનારીશ્વરમાં સ્ત્રી-પુરૂષ, પાર્વતી-શિવ તેમજ પ્રકૃતિ અને પુરૂષ બંનેના લક્ષણોનું એકીકરણ […]
શિવજીના વિવિધ નામ વેદ, પુરાણમાં અને ઉપનિષદોમાં શિવજીના વિવિધ નામ છે તેમાંથી કેટલાક નામ અહીં મુક્યા છે . * હર-હર મહાદેવ, * રુદ્ર, શિવ, * અંગીરાગુરુ, * અંતક, * અર્હત, * અષ્ટમૂર્તિ, * અસ્થિમાલી, * આત્રેય, * આશુતોષ, * ઇંદુભૂષણ, * ઇંદુશેખર, * ઇકંગ, * ઈશાન, * ઈશ્વર, * ઉન્મત્તવેષ, * ઉમાકાંત, * ઉમાનાથ, * ઉમેશ, * ઉમાપતિ, * ઉરગભૂષણ, * ઊર્ધ્વરેતા, * ઋતુધ્વજ, * એકનયન, * એકપાદ, * એકલિંગ, * એકાક્ષ, * કપાલપાણિ, * કમંડલુધર, * કલાધર, * કલ્પવૃક્ષ, * જટાશંકર, * જમદગ્નિ, * જ્યોતિર્મય, * તરસ્વી, * તારકેશ્વર, […]
જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલમ્બ્યલમ્બિતાંભુજંગતુંગમાલિકામ્| ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકારચંડતાંડવંતનોતુ નઃ શિવઃ શિવમ|| ગુજરાતી અનિવાદઃ સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત (ધોવે) કરે છે, અને જેમના ગળામાં લાંબા લાંબા અને મોટા મોટા સાપોની માળાઓ લટકી રહી છે તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, તે શિવજી અમારૂ કલ્યાણ કરેં. મદાંધ સિંધુ રસ્ફુરત્વગુત્તરીયમેદુરે મનો વિનોદદ્ભુતં બિંભર્તુ ભૂતભર્તરિ || ગુજરાતી અનિવાદઃ જટાઓંમાં લપેટાયેલ સર્પના ફણના મણિયોંના પ્રકાશમાન પીળા પ્રભા-સમૂહ રૂપ કેસર કાંતિથી દિશા બંધુઓંના મુખમંડળને ચમકાવનાર, મતવાળા, ગજાસુરના ચર્મરૂપ ઉપરવાથી વિભૂષિત, પ્રાણિયોંની રક્ષા કરનાર શિવજીમાં […]
ૐ કારં બિન્દુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ । કામદં મોક્ષદં ચૈવ ‘ૐ’ કારાય નમો નમઃ ॥ ૧ ॥ ગુજરાતી ભાષાંત્તરઃ બિન્દુથી સંયુક્ત એવા જે ૐ કારનું યોગીઓ નિત્ય ધ્યાન ધરે છે, તે ઈચ્છા પૂરી કરનાર, અને મોક્ષ આપનાર ૐ કારને વારંવાર નમસ્કાર. નમન્તિ ઋષયો દેવાઃ નમન્ત્યપરસાં ગણઃ । નરાઃ નમન્તિ દેવેશઃ ‘ન’ કારાય નમો નમઃ ॥ ૨ ॥ ગુજરાતી ભાષાંત્તરઃ જેને ઋષિઓ, દેવો અને અપ્સરાઓનો સમુદાય નમન કરે છે, અને જે દેવાધિદેવને મનુષ્યો નમે છે તે ન કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર. મહાદેવં મહાત્માનં મહાધ્યાનપરાયણમ્ । મહાપાપહરં દેવં ‘મ’ કારાય નમો […]
શિવ – શ્રી શિવ વંદના – વન્દે શિવમ્ શંકરમ્ વન્દે દેવમુમાપતિં સુરગુરું વન્દે જગત્કારણમ્, વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂનાં પતિમ્ । વન્દે સૂર્યશશાઙ્ગ વહ્નિનયનં વન્દે મુકુન્દપ્રિયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૧ ॥ ગુજરાતી ભાષાંત્તરઃ ઉમાપતિ દેવ, સુરગુરુ, જગતની ઉત્પત્તિ કરનાર, સર્પનાં આભૂષણ પહેરનાર, મૃગ (મુદ્રા) ધારણ કરનાર, પ્રાણીઓના સ્વામી, સૂર્ય-ચન્દ્ર અને અગ્નિ જેનાં નેત્રો છે તેવાં વિષ્ણુને પ્રિય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું. વન્દે સર્વજગદ્વિહારમતુલં વન્દેઽધંકધ્વંસિનમ્, વન્દે દેવશિખામણિં શશિનિભં વન્દે હરેર્વલ્લભમ્ । વન્દે નાગભુજઙ્ગ ભૂષણધરં વન્દે શિવં ચિન્મયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં […]