બટાટાની પચનિયતાનો આધાર તેને પકવવાની રીત પર રહેલો છે. છાલ સાથે યોગ્ય રીતે બાફેલા અને શેકેલા બટાટાનું સરળતાથી પાચન થાય છે. જ્યારે તળેલા બટાટા કે બટાટાની અન્ય સાથે તળેલી બનાવટો દુષ્પાચ્ય બની જાય છે. શેકેલો અને બાફેલા બટાટાનો ઉપયોગ સૌથી ઉત્તમ છે. બટાટા સારી રીતે ધોયા પછી, છાલ સાથે બાફવા અને છાલ સાથે જ. શાકમાં વાપરવા. બટાટા આખા જ બાફવા, તેના ટુકડા કરી તે બાફવાથી, તેની અંદરના ખનિજ દ્રવ્યો (મિનરલ્સ) પાણીમાં જતાં રહે છે. અને છાલ ઉતારી લેવાથી મહત્વના વિટામિનનો નાશ થાય છે. બટાટાને બાફતી વખતે પાણી ખૂબ થોડું રાખવું […]
નખની સારવાર માટે મેનીક્યોર ખૂબ જ આવશ્યક છે પરંતુ અણઘડ મેનીક્યોરીંગને લીધે હેંગનેઇલ્સ કે વ્હાઇટ સ્પોટસ જેવી નખની તકલીફો થાય છે. જો મેનીક્યોર માટે ઉત્તમ સાધનોનો ઉપયોગ કરવામાં આવે નહિ તો નખને નુકસાન થાય છે. ક્યુટીકલ એટલે નખની ધારીને નુકસાન થતાં રીજીંગનો પ્રશ્ન ઊભો થાય છે. ક્યુટીકલ ઇન્ફેકશન નખના મૂળ પાસે આવેલી ત્વચાનો રોગ છે. નખને પાણીમાં બોળી રાખવાથી, ઘરકામ કરવાથી, સાબુને કારણે કે ડીટરજન્ટને કારણે ક્યુટીકલને નુકસાન થાય છે. ઘણીવાર વધુ પડતું ઇન્ફેકશન થાય તો આખા નખનો પણ તે નાશ કરી શકે છે. આ માટે એન્ટિબેકટેરીયલ ઓઇન્ટમેન્ટ લગાડી શકાય. […]
ભગવાન અને ભકત વચ્ચેનો સંબંધ અલોક્કિ છે. ભકત ભગવાનની પૂજા અર્ચના કરે છે. તેમને સ્નાન કરાવે છે. તેમને સુંદર વસ્ત્રો પરિધાન કરાવે છે. સાથે સાથે દિનચર્યા દરમ્યાન પોતાના સાંસારીક કાર્યો પણ કરે છે અને પોતાના વહેવારો પણ ચલાવે છે. આ બધા કર્મો કરતા તેનું શરીર આરામની માંગણી કરે છે, અને તે ઉંઘી જાય છે. એકક્ષણ ભક્તને વિચાર આવે છે કે પોતે એક માનવ થઈને થોડી પ્રભુ ભકિત અને થોડા સંસારના કર્મો કરવાથી થાકી જતો હોય તો ત્રીલોકના પલનકર્તાને આખી સૃષ્ટિ ચલાવતા શું થાક નહિ લાગતો હોય અને ભક્તના પ્રભુને ઉંઘવા […]
શુભ પ્રસંગોમાં શુકન તરીકે ગોળ-ધાણા વહેંચાય છે. ધાણા કૃમિનાશક, દુર્બળતા ઘટાડનાર અને પિત્તનાશક છે તથા શરીરની તજા ગરમી મટાડે છે. આખા ધાણાને અધકચરા કૂટી, એક કપ પાણીમાં ઉકાળી, સાકર અને દૂધ નાખીને પીવાથી મંદાગ્નિ દૂર થાય છે. અર્ધી ચમચી ધાણા, પા ચમચી મરી અને પા ચમચી એલચીનું ચૂર્ણ બે ચમચી પાણી સાથે પીવાથી અરુચિ મટે. શરીરના દાહ ઉપર : ધાણા એક ચમચી રાતે એક ગ્લાસ પાણીમાં પલાળી તે પાણી સવારે પીવું. પિત્ત-જવર અને અંતદાર્હ ઉપર : ચોખા બે ચમચી અને ધાણા એક ચમચી રાતે ચાર ગણા પાણીમાં પલાળી રાખવા. બીજા […]
સીતાજીની શોધમાં નીકળેલા શ્રી રામે બળવાન પરંતુ દુષ્ટ વૃત્તિવાળા વાલીનો નાશ કરી તેની પ્રજાને તેના અત્યાચારોમાંથી ચૈત્ર સુદ પ્રતિપદાના આ દિવસે છોડાવતા આનંદીત પ્રજા પોતપોતાને ઘેર ઘજાઓ (ગૂડીઓ) લહેરાવી ઉત્સવ મનાવવા લાગ્યા ત્યારથી આ દિવસે ગૂડી પડવો તરીકે જાણીતો થયો. શ્રી રામે વાલી પાસેથી છોડાવેલી ભૂમિ હાલના મહારાષ્ટ્રમાં આવતી હોય ત્યાં મરાઠી લોકોમાં ગૂડી પડવાની ઉજવણી વધુ જોવા મળે છે. આ ગૂડી પડવાની ગૂડી (ધજા) ઓ આસુરી શકિત ઉપર દૈવી શકિતનો ભોગ વિલાસ ઉપર યોગનો અને ધનસંપિત ઉપર મહાનતાનો વિજયસૂચવે છે. હવામાં ફરકતી ધજા વ્યકિતને અસત્યમાંથી સત્ય તરફ જવાનો માર્ગ […]
સામાન્ય સંજોગોમાં પણ આપણે બાળકોની ટીકા કરતાં હોઇએ છીએ. જેમ કે, તે જિદ્દી છે, તેને માત્ર રમવું જ ગમે છે, ભણવું ગમતું નથી વગેરે. તમારી ટીકાને બાળકો ગંભીરતાપૂર્વક લે છે. તેઓ તેમના વર્તન માટે ચોક્કસ મંતવ્યોા ધરાવતાં હોય છે. વધુ પડતી ટીકા બાળકોને જિદ્દી બનાવશે. ટીકાથી તેઓ ટેવાઇ જશે અને તેમના વર્તનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર નહીં થાય. ટીકા કરવાથી ‘આપણાં બાળકો સારા નાગરિક બને’ એવું આપણું ધ્યે ય પરિપૂર્ણ થશે નહીં. તમે પણ કયારેક કોઇ વિપરીત પરિસ્થિતિમાં મુકાશો અને બાંધછોડ કરવાનો સમય આવશે ત્યાસરે તેઓ કહેશે કે તમે જિદ્દી છો. […]
શેતૂર શેતૂરના પાન ઉપર રેશમના કીડા ઉછેરાય છે તેથે તેને વાવવામાં આવે છે. શેતૂરનું ઝાડ ઘર આંગણે ઉગાડી શકાય. તે સહેલાઈથી અને ઝડપથી વધે છે. શેતૂર મીઠા, ખાટા અને સહેજ તૂરા હોય છે. તાસીરે તે ગરમ, પચવામાં ભારે, સહેજ ચીકાશવાળા, ઝાડાને કરનાર, ત્રિદોષનાશક અને રોચક છે. કાચાં શેતૂર ખાટા, ગરમ અને પિત્ત-પોષક છે. માટે પાકેલાં શેતૂર ખાવા. શેતૂરનાં ફળ ખટમીઠા હોઈ ખૂબ ભાવે છે. તે દાહ, તરસ, અશક્તિ, ગરમી વગેરે મટાડે છે. ઉનાળામાં શેતૂર ખાવા આરોગ્યપ્રદ છે. તે લૂ લાગવા દેતા નથી, શરીરનો જલીયાંશ જાળવી રાખે છે, અળાઈથી બચાવે છે […]
રાયણ પીળો આકર્ષક રંગ ધરાવતી રાયણ ઉનાળું ફળ છે. તે બહુ ખાવાથી ડચૂરો બાજે છે અને ગભરામણ થાય છે. તેથી તેને પ્રમાણસર જ ખાવી. રાયણ સ્વાદે મીઠી, સહેજ તૂરી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકણી, ઝાડાને બાંધનાર, ત્રિદોષનાશક અને પથ્ય છે. તે બળપ્રદ અને પોષક છે. તરસ, મૂર્છા, મદ, ભ્રાંતિ, ક્ષય, લોહી બગાડ, પ્રમેહ, ડાયાબિટીસ, શુક્રક્ષય, માંસશોષ વગેરેમાં સારી છે. રાયણ સૂકાઈ જતાં તેની કોકડી બને છે, જેને રાણકોકડી કહે છે. તે રાતી હોય છે અને લાંબો સમય બગડતી નથી. તે મધુર, ગરમ, પૌષ્ટિક અને વધુ ખવાય તો ઝાડા કરે છે. […]
કોઠાં – બીલાં આ બંને ફળોને આપણે ફળો તરીકે સ્વીકાર્યા નથી. છતાં ગ્રામ્યજનો તેનો ઉપયોગ કરતા હોય છે. કોઠાંનાં કાચાં ફળ સ્વાદે તૂરાશ પડતા ખાટા, તાસીરે ગરમ, પચવામાં હલકાં, ઝાડાને રોકનાર, લૂખા, મેદને ખોતરી ઘટાડનાર, વાત – પિત્તવર્ધક, કફહર, રોચક, ઝેર અને તાવમાં સારા છે. પાકાં ફળ મીઠા, ખાટા તૂરા છે. તે સ્વભાવે ઠંડા, પચવામાં ભારે, મળને રોકનાર, વાજીકર, કંઠ શુદ્ધિકર અને રોચક છે. તે ઊલટી, થાક, તરસ, ઉધરસ, શ્વાસ, ક્ષય, લોહીનો બગાડ, વિષરોગ વગેરેમાં સારા છે. બીલાંના કાચાં ફળ કડવાશવાળા તૂરા, તાસીરે ગરમ, સહેજ ચીકણા, ઝાડાને રોકનાર, પચવામાં ભારે, […]
સીતાફળ – રામફળ સીતા અને રામના નામવાચક આ ફળોમાં આપણે ત્યાં સીતાફળ વધુ પ્રચલિત છે. રામફળ જોવા ય મળતાં નથી. સીતાફળમાં મોટા કાળા બી ફરતે રહેલો મીઠો, સ્વાદિષ્ટ ગલ ખાવાની મઝા આવે છે. સીતાફળ સ્વાદે મીઠું, સહેજ તૂરું, તાસીરે ઠંડુ, પચવામાં ભારે, ચીકાશયુક્ત, પિત્તશામક, વાત- વર્ધક અને રોચક છે. વળી તે પૌષ્ટિક, વીર્યવર્ધક, વાયડાં, તૃષાશામક અને ઊલટી રોકનાર છે. સીતાફળ ખૂબ ઠંડા છે. તેથી તેનું મૂળ નામ સીતાફળ હશે તેમાંથી બદલાઈને સીતાફળ પડ્યું લાગે છે. સીતાફળના બીજો ભૂકો કૃમિધ્ન છે. તે પશુઓના ઘા રૂઝવવા માટે ઘામાં ભરાય છે. માથામાં તેનું […]