સૂરણના કંદ શાકમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે, પરંતુ આપણે ત્યાં તેનો ફરાળ સિવાય ભાગ્યે જ ઉપયોગ થાય છે. તેની બે જાત છે. જંગલી એટલે વવળતું સૂરણ, જેમાં ઔષધીય ગુણો વિશેષ હોય છે. બીજું, સાદું સૂરણ જે શાકમાં વપરાય છે. સૂરણ સ્વાદે તીખાશ પડતું તૂરું છે. તાસીરે ગરમ અને ગુણમાં લૂખું, મળશોધક, વાત- કફનાશક છે. તે હરસ, કૃમિ, બરોળ રોગ, ગોળો, વાયુના રોગ, કફના રોગ, ઉધરસ, શ્વાસ, ઊલટી, શૂળ, મેદ રોગ વગેરેમાં ઉપયોગી છે. તે પચવામાં હલકું, અગ્નિદિપક, અન્નપાચક, પિત્તપ્રકોપક અને દાહક છે. સૂરણ ચામડીના રોગી અને લોહી બગાડના રોગી માટે […]
શરદ ઋતુ (ભાદરવો-આસો)માં આપાણાં શરીરમાં સ્વાભાવિક જ પિત્તદોષનો પ્રકોપ થાય છે. રીંગણાં ગરમ હોવાથી આ શરદ ઋતુમાં ખવાય તો તે ગરમીનાં દર્દો કરે છે. વસંતઋતુ (કારતક-માગશર)માં બહાર ઠંડી પડે છે ત્યારે ખાવાથી શરીરમાં ગરમાવો આપનાર રીંગણાં સેવન લાભપ્રદ બને છે. એક વૈદ્ય કવિએ રીંગણાંનાં શાકની અતિશય પ્રશંસા કરતાં લખ્યું છેઃ વંતાક (રીંગણ) વિનાનું ભોજન ધિક્ છે. ડીંટડું હોય પણ શાક જો તેલથી ભરપૂર ન હોય તો તેવું શાક ધિક્ છે. ડીંટડાવાળું તથા ભરપૂર તેલવાળું રીંગણનું શાક હોય પણ જો તે હિંગથી વઘાર્યું ન હોય તો તે ધિક્ છે.\’ ગોળ રીંગણાંને […]
લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની જમીનમાં થાય છે. છાંયડાવાળી ઠંડી જગ્યા તેને વધુ માફક આવે છે. સફેદ બીની ફણસી શિયાળામાં અને કાળા બીની ફણસી ઉનાળા કે ચોમાસામાં વવાય છે. જોકે ફણસી શિયાળુ પાક ગણાય છે. ભારતમાં દર વર્ષે લગભગ છ હજાર હેકટર જમીનમાં તેનું વાવેતર થાય છે અને સાડા બાર લાખ મેટ્રિક ટન જેટલો પાક થાય છે. એક એકરે ફણસીનું પાંચ હજાર રતલથી વધુ ઉત્પાદન થાય છે. ફણસી મુખ્યત્વે ઠીંગણી અને ઊંચી એવી બે જાતની થાય છે. […]
– કારેલાંનાં પાંદડાંનો રસ કાઢી ગરમ પાણીની સાથે પીવાથી પેટમાં રહેલ કૃમિનો નાશ થાય છે. – ઘણા બધા લોકો કારેલાનું નામ સાંભળીને મોઢું બગાડી નાખે છે પછી ખાવાની વાત તો કરવી જ ક્યાં, કારેલાં કડવા હોવાથી લોકો તેનું શાક ખાતા નથી, પરંતુ કારેલાં શરીર માટે લાભદાયક હોય છે. જેવી રીતે આપણને સ્વસ્થ રહેવા માટે ખાટા, મીઠા, તીખા વગેરે રસ જરૂરી છે તેમ કડવો રસ પણ શરીર માટે જરૂરી છે. કારેલાં ખાવાથી વાત, પિત્ત, વિકાર, પાંડુ, મધુપ્રમેહ અને કૃમિનાશક હોય છે. મોટા કારેલાં ખાવાથી પીળિયો, મધુપ્રમેહ અને આફરો ચડતો હોય તો […]
શાકમાં દૂધી પથ્યતમ છે. તે સાજા-માંદા બંને માટે સરખી ગુણકારી છે. વળી રોચક હોઈ બધાને ભાવે છે. તેની ઘણી વાનગી બને છે. દૂધી સ્વાદે મીઠી છે, તે તાસીરે ખૂબ ઠંડી છે, ગુણમાં લૂખી, પચવામાં ભારે, ઝાડાને રોકનાર, વાત-કફકર તથા પિત્તશામક છે. તે બળવર્ધક, પોષક, તર્પક, રોચક, ધાતુવર્ધક, ગર્ભપોષક છે. તે કૃશતા અને મેદ રોગ બંનેમાં આપી શકાય. થાક, બળતરા, બેચેની, અરૂચિ, હ્રદયરોગ, ધાતુક્ષીણતા વગેરેમાં ઉપયોગી છે. પિત્તજન્ય માથાના દુઃખાવામાં, માથાની બળતરામાં, ચક્કર આવતા હોય, લૂ લાગી હોય વગેરેમાં દૂધીને છીણીને માથે ભરવાથી ઠંડક કરીને રોગ મટાડે છે. દૂધીનું તેલ પરમ […]
સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઇએ તો લીલાં ટામેટાં સર્વોત્તમ ગણાય છે. પાચનશકિત વધારતાં અને પચવામાં સરળ ટામેટાંનાં ઔષધિય ગુણો વિશે જાણકારી મેળવીએ. ગર્ભવતી સ્ત્રીઓ ઉપરાંત જેની સુવાવડ થઈ ચૂકી હોય તેવી બહેનોની માનસિક અને શારીરિક શકિત માટે ટામેટાંનો રસ સર્વોત્તમ ઔષધિ ગણાય છે. ગેસની તકલીફ વારંવાર થતી હોય તેવી વ્યકિતઓને માટે ટામેટાંની કાપેલી ચીરીઓ ખુબ લાભકારી છે. આની સાથે જો સંચળ ભેળવી દેવામાં આવે તો તે રામબાણ દવાની ગરજ સારે છે. ઉલટીઓ થતી હોય તેવી વ્યકિતઓને આ ઉપચાર કરાવી જુઓ. ટામેટાંના રસની અંદર ખાંડ, એલચીના દાણા, લવીંગ અને મરીનો ભુકો કરી તેને […]
*ઘણા માણસોને દૂધ ભાવતું નથી અથવા પચતું નથી તેમને માટે છાશ બહુ ગુણકારી છે. તાજી છાશ સાત્વિક અને આહારની ર્દષ્ટિએ શ્રેષ્ઠ છે. *છાશ ગરીબોની સસ્તી ઔષધિ છે. રોટલો અને છાશ એમનો સાદો આહાર છે, જે શરીરના અનેક દોષો દૂર કરી ગરીબોની તંદુરસ્તી વધારવામાં મહત્વનો ફાળો આપે છે. *છાશનો મધુર રસ પિત્તને શાંત કરી પોષણ આપે છે, ખાટો રસ વાયુને હરી બળ આપે છે અને તૂરો રસ કફદોષને દૂર કરી તાકાત વધારે છે. *ઉત્તર ભારત અને પંજાબમાં છાશમાં સહેજ ખાંડ નાખી તેની લસ્સી બનાવાય છે લસ્સી પિત્ત, દાહ, તરસ અને ગરમીને […]
વરસાદ સાથે મકાઇનો અનોખો મેળ છે. વર્ષાઋતુમાં મકાઇ દરેક ગલી અને કોર્નર પર મળે છે. કોઇને અમેરિકન તો કોઇને દેશી મકાઇનો સ્વાદ માણવો ગમે છે. વરસતા વરસાદમાં ગરમ ગરમ મકાઇ પર લીંબુ મીઠાનો સ્વાદ, બંને જાણે એક જ દૃશ્યના બે ભાગ ન હોય, પરંતુ તમે મકાઇમાં રહેલ શકિત અંગે જાણો છો? મકાઇના દાણાનો ઉપરનો ભાગ રેષાનો બનેલ હોય છે. એની નીચેનો ભાગ જેને એલ્યૂરોન પડ કહે છે. તેમાં વીસ ટકા પ્રોટીન રહેલું હોય છે. એમાં વિટામિન બીનું પ્રમાણ પણ જોવા મળે છે. એનો અંદરનો ભાગ જેને અંડોસ્પર્મ કહે છે. તેમાં […]
કાકડી ગ્રીષ્મ ઋતુમાં ખુબ જ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. કેમકે તે ખુબ જ ઠંડક આપનારી અને પિત્તદાયક છે. કાકડી તરસ છીપાવવાના પણ કામે લાગે છે. તેનાથી રક્તપિત્ત ઓછું થાય છે તેમજ બળતરા પણ શાંત થાય છે. કાકડીમાં વિટામીન સી અને બી ભરપુર માત્રામાં હોય છે તેમજ વિટામીન એ પણ થોડીક માત્રામાં મળી આવે છે. આનાથી વધારે આમાં સોડિયમ. કેલ્શિયમ, ફોસ્ફરસ, ક્લોરાઈડ, સલ્ફર અને લોહ વગેરે તત્વો પણ મળી રહે છે. નાની કોમળ કાકડી ઠંડી, પિત્તનાશક અને મૂત્રને વધારનાર હોય છે. તેથી પથરી વગેરે જેવા રોગોમાં મૂત્ર ઓછું આવતું હોય […]
પાલખના પાનમાં પુષ્કળ ઔષધિય ગુણો રહેલા છે. તેમાં સાજીખાર અને ચીકાશ વધુ છે. એ પથરીને ઓગાળીને બહાર કાઢે છે. એ તેનો મોટામાં મોટો ગુણ છે. એ ફેફસાંના સડાને પણ સુધારે છે. ઉપરાંત આંતરડાંના રોગ ઝાડો, મરડો, સંગ્રહણી વગેરેમાં પણ તે લાભદાયક છે. ટમેટાં પછી શાકભાજીમાં પાલખની ભાજી સૌથી વધુ તાકાત આપનાર છે. પાલખની ભાજીમાં લોહ અને તાંબાના અંશો હોવાથી તે પાંડુરોગીને માટે પથ્ય છે. તેનામાં લોહી વધારવાનો ગુણ વધુ છે. એ લોહીને શુદ્ધ કરે છે અને હાડકાંને પણ મજબૂત બનાવે છે. પાલખનાં લીલાં પાનનો રસ બાળકોને આપવાથી પૂરતો ફાયદો મળી […]