સામગ્રી: ૧ કિલોગ્રામ આંબળાં, ૫૦૦ મિલી પાણી, ૧ ૧/૨ કિલોગ્રામ ખાંડ, ૪ ગ્રામ સાઈટ્રિક એસિઙ રીત : આંબળા ધોઈને, લૂછીને કોરા કરો અને પાણીમાં નાખીને એમાં કાણાં પાડીને ૧૦ ૧૨ મિનિટ સુધી ઊકળવા દો. પાણી નિતારી લો અને તાજું પાણી ભરીને એક દિવસ માટે રાખી મૂકો. બીજા દિવસે ફરી પાણી કાઢી લો અને તાજું પાણી ભરો. ત્રીજા દિવસે ફરી એ પાણી ફેંકીને નવું પાણી ભરો. એમાં બે ગ્રામ સાઈટ્રિક એસિડ અને ખાંડ નાખી ઉકાળો. ઊભરો આવી જાય પછી ચાળી લો અને ચાળેલી ચાસણીમાં આંબળા નાખીને ૧૫-૧૬ મિનિટ સુધી ઉકાળો પછી […]
પત્ની ને ખુશ રાખવાના ઉપાયો આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ..! 1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો.. 2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો.. 3. ઓફિસથી […]
\”જીવન જીવવાની જડીબુટ્ટી\” ૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! ૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો. ૩. દરરોજ ૭ કલાક ઊંધો. ૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. ૫. નવી રમતો શિખો/રમો.. ૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો . ૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો. ૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો. ૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો. […]
પ્રકૃતિએ આપણને કાન તો બે આપ્યા છે પરંતુ જીભ એક જ આપી છે જે તે વાતનો સંકેત કરે છે કે આપણે વધારે સાંભળવું જોઈએ અને ઓછુ બોલવું જોઈએ. જેવી રીતે જે ઓછુ પણ સારૂ ખાવુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બુદ્ધિમાનીનું કામ છે તે જ રીતે જો તમે કોઈને સાર ન કહી શકતાં હોય તો તમારે કોઈને ખરાબ કહેવાનો પણ અધિકાર નથી. આમ પણ વધારે ખાવુ અને વધારે બોલવું તે મૂર્ખતાની નિશાની છે. નીતિમાં પણ કહ્યું છે કે- મૂર્ખનું બળ ચુપ રહેવામાં જ છે. અને બુદ્ધિમાન માટે આ શ્રેષ્ઠ […]
સામગ્રીઃ ૫૦૦ગ્રા.ફુલેવર, પ૦ગ્રા. મરચાં, ૨૫૦ગ્રા. વટાણા, ૩૦૦ગ્રા. ટમેટાં, ૨૫૦ગ્રા. કાંદા, કોથમીર, તેલ,મીઠું. રીતઃ ફુલેવરના જુદા કરેલા ટુકડા અને ટમેટાને વરાળથી બાફી લો. ટમેટમને બાફી ક્રશ કરી લો.ફોલેલાં વટાણાં, મરચાં, કોથમીર, મીઠુંવાટીને નાખો. કાંદો સમારો.તપેલીમાં તેલ મૂકી કાંદા સાંતળી, લાલાશ પડતા થાય ત્યારે કાઢો. ટમેટાના રસામાં બાફેલ ફુલેવર, વટાણાનો વાટેલ મસાલો નાખી તાપ ઉપર મૂકો.જરા ઘટ્ટ થવા આવે ત્યારે ઉતારી, તેના ઉપર કોથમીર અને કોપરાનું છીણ ભભરાવો.પોષકતાઃ આમાં ૨૫૦૦કેલરી છે. ફુલેવરમાં વિટામિન ‘બી’અને ‘સી’ની અધિકતા છે. વળી લોહનું તે સારું સાધન છે. કોબીજ કરતાં ફુલેવર પચવામાં સરળ છે.
સામગ્રીઃ ૨ નંગ કાચા કેળાં, ૧૦૦ગ્રામ કોપરું, ૫ લાલ કાંદા, કોથમીર, હળદર, લીલાં મરચાં,લીમડાનાં પાન, ૧ll ચમચી છાશ, રાઈ, જીરું, મીઠું. બનાવવાની રીતઃ કેળાની છાલ ઉતારી તેના ૨ ઈંચ લાંબા ટુકડા કરો. તેને છાશમાં સાફ કરો, હળદર – મરચાં વાટી લો.વાટેલાને કેળાં પર છાંટી, તેમાં મીઠું અને પાણી નાખી ચડવા મૂકી પાણી બળી જાય, કેળાં ચડી જાય ત્યારે તાપ ધીમો કર.કોપરું તથા જીરાને વાટી કેળામાં નાખો. ઉકાળો નહિ.ગરમ કરતી વખતે તેને હલાવતા રહી પછી ચૂલા પરથી ઉતારી લો.પોષકતાઃ આમાં ૧૦૦૦ કેલરી છે. અતિ ઉપયોગી ખનીજ- તત્વો, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ, તાંબુ, […]
યજ્ઞની સાક્ષીએ અને સપ્તપદીના મધુર મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થતા લગ્ન ને જીવનભર નિભાવવા માટે પ્રેમ અને સહનશીલતા બંને પરિબળોની ડગલેને પગલે હાજરી હોવી જરૂરી છે. આ બંને તત્વોની ગેરહાજરીમાં લગ્ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્નનો અર્થ માત્ર ભોગ વિલાસ કે વંશવૃધ્ધિ જ નથી, સ્ત્રી, પુરૂષે ડગલેને પગલે એક બીજા સાથે સહકાર કેળવવો, હૂંફ આપવી, નબળી ક્ષણે પણ સાથ નિભાવવો, બાળકોનો તંદુરસ્ત વિકાસ, તેનું શિક્ષણ વગેરે સાથે કુટુંબ વ્યવસ્થાનો મૂળ આધાર બનવો વગેરે પણ […]
લગ્નની મહત્વની વિધિઓ…. યુવક-યુવતીનાં લગ્ન નક્કી થાય ત્યારે શુભ મુહૂર્ત જોઇ કંકોતરી લખવાથી લઇ સાસરે જઇને પણ કેટલીક માંગલિક વિધિ કરવામાં આવે છે. અત્યારે બે કલાકમાં લગ્નવિધિ પૂરી કરી દેવામાં માનતાં લોકોને શાસ્ત્રાનુસાર માંગલિક વિધિનું મહત્વ અને તેમાં સમાયેલી ભાવના વિશે જાણકારી આપતો આ લેખ તમને ચોક્કસ વાંચવો ગમશે. વર-વધૂ ફેરા ફરતાં હોય ત્યારે ગોરમહારાજ મંગલાષ્ટક બોલે છે, પણ એ મંગલાષ્ટક શું છે, તેનો અર્થ શો થાય તે જો તેમને ખ્યાલ હોય તો દાંપત્યજીવનનો સાચો અર્થ સમજાઇ જાય. યુવક-યુવતી સ્વજનોની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ જોડાય છે, તેને આપણે લગ્ન કહીએ છીએ. […]
….કહેવી છે કે કેટલીક અન્નકહેવતો
મકાઈ સૂપ સામગ્રી : મકાઈનાં ડોડાં : ૬ મોટા, સોયાસોસ : અડધી ચમચી, ખાંડ : દોઢ ચમચો, આજીનો મોટો પાઉડર : પોણી ચમચી, મકાઈનો લોટ : ૨ ચમચા, મીઠું : પ્રમાણસર. રીત : મકાઈને છીણી લેવી પણ થોડા દાણા આખા રાખવા. તેમાં છ કપ પાણી મેળવી પ્રેસર કૂકરમાં બાફવા મૂકી દેવું. બે કપ પાણીમાં મકાઈનો લોટ ભેળવીને બાફેલી મકાઈ સાથે ભેળવો. ખાંડ, મીઠું અને આજીનો મોટો પાઉડર ભેળવી બાફેલી મકાઈ સાથે ભેળવો. ૨૦ થી ૨૫ મિનિટ ઉકાળો. પછી સોયાસોસ અને ચીલીસોસ (મરચાંનો સોસ) સાથે પીરસવાથી લિજ્જતદાર લાગે છે. ************************************** કેળાંના […]