તાવ, લીવરનું પરમ ઔષધ – કડુ પરિચય : દેશી વૈદકમાં તાવમાં ખાસ વપરાતું ‘કડુ‘ (કટુકી, કુટકી) મૂળ હિમાલય-નેપાળને સિક્કીમમાં થતી વનસ્પતિ છે. તેના છોડ બહુ વર્ષાયુ, મૂળા જેવા કંદરૂપ હોય છે. તેનું કાંડ સખત, પાન મૂળમાંથી પેદા થતા આગળથી પહોળા, મૂળ તરફ સાંકડા, ચીકણાં, દાંતીવાળા અને કિનારીવાળા હોય છે. ગાંઠ મધ્યેથી સફેદ રંગના નાનાં પુષ્પોની મંજરી નીકળે છે. ફળ જવ જેવા, મૂળ આંગળી જેવા જાડા, અનેક ગાંઠોવાળા, આછા કાળા રંગના ૧-૨ ઈંચ લાંબા, જરા વાંકા, હળવી કડવી ગંધવાળા થાય છે. દવામાં મૂળ જ વપરાય છે. ગુણધર્મો : કડુ સ્વાદે કડવું, […]
ઊંચાઈ તથા શક્તિવર્ધક – અશેળીયો અશેળીયો એકથી દોઢ ફુટ ઉંચા અશેળીયાના છોડ ભારતમાં બધે જ થાય છે. એ કડવો, તીખો અને ગરમ છે. તેનાં બી રાઈના દાણા જેવાં છીંકણી-રાતા રંગનાં, સાંકડાં, લંબગોળ, ચમકતાં, સુંવાળાં અને ટોચ પર ચપટાં હોય છે. બજારમાં એ મળે છે અને ઔષધમાં વપરાય છે. એમાં ૨૮ ટકા જેટલું તેલ હોય છે. અશેળીયો વાયુનો નાશ કરનાર, બળ વધારનાર, ધાવણ વધારનાર, કટીશુળહર, વાયુ અને કફના રોગોમાં હીતાવહ, હેડકી શાંત કરનાર અને પુષ્ટીકારક છે. અશેળીયાની ઘીમાં બનાવેલી રાબ પીવાથી પ્રસુતી જલદી થઈ જાય છે. આ રાબ પીવાથી હેડકી પણ […]
શૃંગારનો ઉપયોગ જો પવિત્રતા અને દિવ્યતાના દ્રષ્ટિકોણથી કરવામાં આવે તો તે પ્રેમ અને અહિંસાનો સહાયક બની સમાજમાં સૌમ્યતાનો વાહક બની શકે છે. માટે જ તો ભારતીય સંસ્કૃતિમાં સોળ શૃંગારને જીવનનું મહત્વનું અને અભિન્ન અંગ માનવામાં આવે છે. આવો, જાણીએ શું હોય છે સોળ શૃંગાર અને કેવી રીતે તે કરવામાં આવે છે… શૌચ- શરીરની આંતરિક અને બાહ્ય શુદ્ધિ. સૌદર્ય પ્રસાધનો- હળદર, ચંદન, ગુલાબ જળ તથા અન્ય સુગંધિત પદાર્થોનું મિશ્રણ શરીર ઉપર લગાવવું. સ્નાન- સ્વચ્છ, શીતળ કે ઋતુ પ્રમાણે જળની મદદથી શરીરને સ્વચ્છતા અને […]
લગ્ન તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે, અને તે માટેની સંપૂર્ણ કટિબધ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતિક છે, સપ્તપદી, જેમાં કન્યા દ્વારા વિવિધ પ્રતિજ્ઞાઓમાં પ્રથમ પ્રતિજ્ઞામાં વધુ આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે ગત જન્માં પોતે કરેલા અસંખ્ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્વ ગણે છે, અને આ સૌભાગ્યવશ પોતાના કપાળે ચાલ્લો આમ, સપ્તપદીમાં કન્યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તીત કરવાની ખાત્રી આપે છે. ઓમ ઇષ એકપદી ભવ ઈશ્વર ની કૃપા થી સૌભાગ્ય શક્તિ મળે . ઓમ […]
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો અણદીઠેલ દેશ જાવા લગન એને લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો હીરે જડેલ વિંઝણો મોતીનો મોલે અણમોલો પાગલ ના બનીએ ભેરુ કોઈના રંગ રાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે બહુએ સમજાવ્યું તોયે પંખી […]
સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ લોઢું આ કટાઈ જાય તાંબુ આ લીલુડું થાય લોઢું આ કટાઈ જાય તાંબુ આ લીલુડું થાય ઝેરીલા વાયરામાં જાતે ખવાઈ જાય સોનાને કોઈ ના ઊચાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ દુનિયાના દરિયાની આ ખારી હવામાં રાખું દુનિયાના દરિયાની આ ખારી હવામાં રાખું અંગે ઓપાઉં અથવા કાદવ કીચડમાં નાખું સોનું ન થાય સીસમપાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી […]
એક દિવસ મેં વિચાર્યું .. .. !! મારો ઈશ્વર કોણ છે.. .. ? શો છે મારો ધર્મ .. .. ? શી છે મારી પ્રાર્થના .. .. ? શી છે મારી ભક્તિ .. .. ? મારી શક્તિનું સ્વરૂપ શું છે .. .. ? બે મિનીટ મૌન અને બે મિનીટ ધ્યાન.. .. અંતરઆત્માનો અવાજ .. .. !! આત્મા જ મારો ઈશ્વર છે .. .. ત્યાગ જ મારી પ્રાર્થના છે .. .. પ્રેમ મારુ કર્તવ્ય છે .. .. મૈત્રી જ મારી ભક્તિ છે .. .. સંયમ જ મારી શક્તિ છે .. .. અહિંસા […]
ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે. ચેતતો નર સદા સુખી. અન્ન એવો ઓડકાર. કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી. કડવું ઓસડ મા જ પાય. જાગ્યા ત્યારથી સવાર. જેટલા ભોગ તેટલા રોગ. જ્યાં સુધી ઘાસ ત્યાં સુધી આશ. દુ:ખનું ઓસડ દહાડા. ધીરજના ફળ મીઠાં. બાજરી કહે હું બલિહારી, લાંબા લાંબા પાન; ઘોડા ખાય તો ગઢ પડે, બુઢ્ઢા થાય જવાન. મગ કહે મારો કાળો દાણો, મારે માથે ચાંદુ; બે ચાર મહિના મને ખાય, તો માણસ ઊઠાડું માંદુ. રોગ આવે ઘોડા વેગે ને જાય કીડી વેગે. રોગ ને શત્રુ ઉગતા જ […]
૧. ફરફર : માત્ર રૂવાડાં ભીના થાય એવો વરસાદ ૨. છાંટા : ફરફર કરતાં વધુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ ૩. ફોરાં : છાંટા કરતા વધારે. જમીન પર પડતું ટીપું એકાદ ઈંચ જગ્યાને પલાળે એવો વરસાદ ૪. કરાં : ફોરાં કરતા મોટા ટીપાં, જે બરફ રૂપે વરસે ૫. પછેડી વા : પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ ૬. નેવાંધાર : ઘરના નળિયા સંતુપ્ત થઈ જાય પછી ટપકવા માંડે એવો વરસાદ ૭. મોલ – મે : ખેતરમાં પાકને જીવતદાન મળે એટલો વરસાદ ૮. અનરાધાર : છાંટા કે ફોરા એકબીજાને અડી […]
જરૂરી સામગ્રી : કચોરી માટે (આશરે 60 કચોરી થશે) (1) મેંદો : 1 કિલો (2) ચણાનો લોટ : 300 ગ્રામ (3) આખા ધાણા : 2 ચમચા (4) ઘી : બે મોટા ચમચા (5) વરિયાળી : 2 ચમચા (6) આંબલીનો ઘટ્ટ રસ 2 ચમચા જેટલો (7) મોટા લાલ મરચાં : નંગ 18. બનાવવાની રીત : મેંદાના લોટમાં ઘીનું મોણ નાખી અડધી ચમચી મીઠું નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. ચણાનો લોટ કોરો શેકવો. તેમાં ઘટ્ટ આંબલીનું પાણી અને પ્રમાણસર મીઠું નાખી લોટને તરત ચોળી નાંખો. પછી વરિયાળી, ધાણા, મરચાં તેલમાં શેકીને […]