ઝાડા-મરડાનું સસ્તું ઔષધ – બીલી પરિચય : હિંદુઓ શંકરના શિવલિંગની બીલીપત્ર ચડાવીને પૂજા કરે છે. પ્રાયઃ શિવ મંદિરોના પ્રાંગણમાં બીલી (બિલ્વવૃક્ષ, બેલ કા પેડ)ના ઝાડ હોય છે. ગુજરાતના વન-જંગલોમાં પર્વતોમાં તથા નદી કાંઠે તે સ્વયંભૂ થાય છે. તેનાં વૃક્ષો ૨૫ થી ૩૦ ફુટ ઊંચા હોય છે, અને ૧ ઈંચ મોટા કાંટા બધી ડાળીઓ પર હોય છે. તેના પાંદડા ત્રણ ત્રણની જોડમાં (ત્રિશૂલની જેમ) ઉગે છે. તે જરાક કડછી-મીઠી વાસવાળા હોય છે. તેની પર સફેદાશ પડતા લીલા રંગના ૪-૫ પાંખડીવાળા, ૧ ઈંચ પહોળા અને મધ જેવી ગંધવાળા પુષ્પ આવે છે. તેની […]
મગજશક્તિ વર્ધક ઉત્તમ ઔષધિ – બ્રાહ્મી (સોમવલ્લી) પરિચય : આયુર્વેદમાં યાદશક્તિ (સ્મૃતિ), વૃદ્ધિ અને મેધાશક્તિ જેવી માનસિક શક્તિઓ વધારવા માટેની સર્વોત્તમ ઔષધિ ‘બ્રાહ્મી‘(બ્રાહ્મી, બિરહમી-બ્રાહ્મી) ગણાય છે. બ્રાહ્મીનાં વેલા જમીન પર, પ્રાયઃ ચોમાસામાં કે જ્યાં પાણી વધુ મળતું હોય ત્યાં લાંબા લાંબા તાંતણા સાથે પ્રસરે છે. તે વર્ષાયુ છે. વેલના સાંધા સાંધા પર મૂળ, પાન, ફૂલ અને ફળ આવે છે. દરેક સાંધા પર એક જ પાન આપે છે. પાન અખંડ, ગોળ જેવા ૧-૨ થી દોઢ ઈંચ લાંબા-પહોળાં, ૭ જેટલા થાય છે. તેનાં મૂળ દોરા જેવા પાતળા હોય છે. ગુજરાતમાં વડોદરા, સુરત, […]
અનેક રોગનાશક : ગર્ભપ્રદ ઉપયોગી ઔષધિ – સાગ પરિચય : ગુજરાતમાં આખા ગિરનારના જંગલોમાં સાગ (દ્વારદારુ, શ્રેષ્ઠકાષ્ઠ/સાગી, સાગવાન)નાં અસંખ્ય વૃક્ષો થાય છે. સાગનું લાકડું ખૂબ કઠણ હોઈ, તે ઈમારતી તથા ફર્નિચર કામમાં ખૂબ વ્યાપકપણે વપરાય છે. સાગના ઝાડ ૨૦ થી ૧૫૦ ફીટ જેટલા ઊંચા ને સીધા થાય છે. એની ડાળીઓ-થડ બધા સફેદ રંગના હોય છે. સાગના પાન લગભગ દોઢ ફુટ લાંબા-પહોળાં હોય છે. આ પાનને હાથમાં રાખી ચોળવાથી લાલ રંગ હાથે લાગે છે. ઝાડની ડાળીઓના છેડે ફૂલના પુષ્પ મંડપો થાય છે. સાગના ફૂલ અનેક સંખ્યામાં સફેદ રંગના, સીધા અને રુંવાટીદાર […]
ઝાડા – મરડો અને ઉદરશૂળની ઔષધિ – મરડાશીંગી પરિચય : ગુજરાતમાં વનસ્પતિ ઉદ્યાનો, પહાડી તથા જંગલોમાં ૮ થી ૯ ફીટ ઊંચાઈના મરડાશીંગી (આવર્તકી, મેષશ્રૃંગી, મરોડફલી)ના ઝાડ થાય છે. તેના પાન ગોળાકાર, ૨ થી ૪ ઈંચ લાંબા, અને ૨ થી ૩ ઈંચ પહોળા હોય છે. તેની પર લાલ રંગના ફૂલ થાય છે. તેની ઉપર ૧ થી ૨ ઇંચ લાંબી દોરડા જેવી વળદાર પેન્સિલથી પાતળી શીંગો ગુચ્છામાં આવે છે. શીંગો કાચી હોય ત્યારે લીલા રંગની પણ પાકી કે સૂકાયેલી કાળા-ઘૂસર રંગની થાય છે. આ વનસ્પતિની ફળી (શીંગ) આયુર્વેદમાં ઝાડા-મરડાની દવારૂપે ખાસ વપરાય […]
કાંટાળી વનસ્પતી – થોર થોરની અનેક જાતો છે. તેમાં ત્રિઘારો, ચોઘારો, ગોળ, ડાંડલિયો, ખરસાણી, હાથલો વગેરે મુખ્ય છે, જે વાડ તરીકે કામ આવે છે. ડ્રોઇંગ રૂમની સજાવટ માટે બીજા અનેક પ્રકારના કેકટ્સ જોવા મળે છે. આપણે ત્યાં ત્રિઘારો અને ખરસાણી થોર દવામાં વપરાય છે. થોરનો રસ કડવો, તાસીરે ગરમ, પચવામાં હલકો, ચીકાશવાળો, જલદ, કફ-વાતહર, તીવ્ર વિરેચક અને મળને તોડનાર છે. પાંડુ, પેટના રોગ, ગોળો, ઝેર, જલોદર, સોજા, પ્રમેહ, ગાંડપણ, કબજિયાત વગેરેમાં તે ખાસ આપી શકાય. થોરનું દૂધ, તેના પાન વગેરે ઔષધ તરીકે વપરાય છે. પેટમાં દુઃખતું હોય તો થોરના દૂધનો […]
કરિયાવર \” હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રેવેશ કર્યો‘સાંભળ્યું ? અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા. આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે. સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ. સોનલ એમની એકની એક દીકરી હતી..ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું . હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા. સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી. એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ […]
આપણે ત્યાં મેંદીની વાડ થાય છે. બહેનો હાથ-પગ રંગવામાં તેનો ઉપયોગ કરે છે. મેંદીનો રસ કડવો અને તૂરો છે. તે તાસીરે ઠંડી છે. પચવામાં હલકી, લૂખી, કફપિત્ત-શામક, શોથહર, દાહપ્રશમક, કેશ્ય, વ્રણરોપણ, મેદ્ય અને નિદ્રાજનક છે. મેંદી ખૂબ ઠંડી છે તેથી હાથ-પગના તળિયે બળતરા થતી હોય તો તેના પાનને વાટી તેનો લેપ કરવાથી ઠંડક થાય છે. વળી તે સુંદર રંગ ધારણ કરે છે. મેંદીની રતાશ આંખોને ગમે છે. તેથી બહેનો વ્રત અને શુભ પ્રસંગે તેના હાથ-પગ તેનાથી રંગે છે અને વિવિધ ડિઝાઈનો પાડે છે. મેંદી વાળને કાળા કરે છે. માથાના તેલમાં […]
મંદપાચન, પેટના દર્દોની અકસીર ઔષધિ – લીંડીપીપર, પીપરીમૂળ પરિચય : ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ગણદેવી-સુરત-મરોલી તરફ લીંડીપીપર ( પિપ્પલી, પીપલ છોટી, ગ્રંથિક, પીપલામૂલ) ખાસ થાય છે. તેના બહુવર્ષાયુ વેલા થાય છે. તેના પાન નાગરવેલના પાનને અદ્દલ મળતા આવે છે. ફકર તેમાં એટલો છે કે લીંડીપીપરના ડીંટડાં પાસે ખાંચા હોય છે. જે નાગરવેલના પાનને હોતા નથી. શાખાની ઉપરના મોટા અને પહોળા તથા પાંચ-સાત નસોવાળા અને લાંબા ડીંટડાવાળા હોય છે. પાન ખૂબ સુંવાળા, ચીકણાને અણીદાર હોય છે. તેની પર એકલિંગી પુષ્પદંડ ૧-૩ ઈંચ લાંબો અને સ્ત્રી પુષ્પદંડ અર્ધો ઈંચ લાંબો હોય છે. વેલ […]
ગરમીનાં દર્દોની સુલભ ઔષધિ – ગરમાળો પરિચય : રસ્તા અને ખાનગી જાહેર બાગ-બગીચામાં ગરમાળા (આરગ્વધ, અમલતાસ)ના સુંદર પુષ્પો અને શીતળ છાંયા આપતા વૃક્ષો સર્વત્ર ખાસ વવાય છે. તેનાં વૃક્ષો ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા અને પાન સંયુક્ત, એક થી દોઢ ફૂટ લાંબી સળી પર થાય છે. તેની ઉપર ચૈત્ર-વૈશાખમાં પીળા, કેસરી કે રાતા રંગના સુંદર, અલ્પ મધુરી વાસના, પાંચ પાંખડીના પુષ્પો થાય છે. ઝાડ ઉપર અંગુઠાથી જાડી, ગોળ અને દોઢ બે ફૂટ લાંબી, રતાશ પડતા કાળા રંગની શીંગો થાય છે. આ શીંગો લીસી, ચળકતી અને અંદર અનેક ખાનાવાળા, પુષ્કળ બી […]
કેશ શુદ્ધ કરી તેની રક્ષા કરનાર – શિકાકાઈ પરિચય : ભારત અને ગુજરાતના જંગલોમાં ચિકાખાઈ (વિમલા, સાતલા/શિકાકાઈ)ના ઘણા મોટા અને કાંટાવાળા ઝાડવા થાય છે. તેની ડાળીઓ ભૂખરા અને સફેદ ધાબાવાળી હોય છે. એનાં પાંદડા ખૂબ બારીક, સામસામે સળી પર ૨૦-૨૨ની જોડમાં થાય છે. જાળીઓ પર નાના હુક જેવા કાંટા હોય છે. પાન ખાટા રેચક અને ૨ થી ૪ ઈંચ લાંબા થાય છે. ફૂલ ગોળાકાર ઉપર રેસા કે પુંકેસરવાળા હોય છે. તેની પર રેષાકાર, લંબગોળ, માંસલ અને નવી હોય ત્યારે જાડી પણ સુકાયેથી પાતળી-કરચલીવાળી, લાલ રંગની શીંગો (ફળી)થાય છે. શીંગ અરીઠા […]