સામગ્રીઃ ૨૫૦ગ્રા. લીલા ચણા, ૨૫૦ગ્રા. બટાટા, ૧૦૦ ગ્રા. ટમેટા, ૧ કપ દહીં, ૨ ચમચી ચણાનો લોટ, કોથમીર, તજ, લવિંગ, મરચું, મીઠું. રીતઃ ચણાને બાફો, બટાટાને બાફીને સમારો.તપેલીમાં ઘીનો વઘાર મૂકી, ચણા અને બટાટાને વઘારી, તેમાં દહીં, ચણાનો લોટ તથા ઉપર મુજબ મસાલો નાખો.બરાબર ઉકાળી છેલ્‍લે ઝીણા સમારેલ ટમેટા તથા કોથમીર નાખો. પોષકતાઃ આમાં ૬૦૦ કેલરી છે. અન્‍નાહારમાં પ્રોટીનના ઊણપની મોટી ફરિયાદ છે, તે પૂરવા રોજ પૂરતાં પ્રમાણમાં કઠોળ સેવાં જોઈએ. પ્રોટીન આપણા જીવનનું આધારસ્‍તંભ છે. ચણામાં પ્રોટીનનું વિપુલ પ્રમાણ છે.

પિત્તદોષ અને ગરમીનાં દર્દોનું ઉત્તમ ઔષધ – ગુલાબ પરિચય : ગુલાબ (શતપત્રી, ગુલાબ) વિશ્વમાં સર્વને પરિચિત એવું સુગંધી પુષ્‍પ છે. ગુલાબની ૧૫૦ થી વધુ જાતો થાય છે અને ગુલાબી, લાલ, પીળા, ધોળા એવા અનેક જાતના રંગના થાય છે. તેનાં છોડ ૫ થી ૧૦ ફુટ ઊંચા, કાટાવાળા, ડાળીવાળા થાય છે. તેના પાન ૨ થી ૬ ઈંચ લાંબા, અણીદાર અને કિનારે કાંગરીવાળા થાય છે. ફૂલોમાંથી ઔષધિ, અત્તર, પરફ્યુમ અને અર્ક બનાવાય છે. છોડ ઉપર ૩ ઈંચ વ્યાસના ગોળ અને ભૂરાં રંગના ફળ આવે છે. પૂજા તથા સુશોભન માટે ગુલાબનાં પુષ્‍પો ખાસ વપરાય […]

સામગ્રી : મેથીની ભાજી : સૂકવેલી ૫૦ ગ્રામ, બેસન : ૧ ચમચી, જીરું – હિંગ : ૧ ચમચી, કોથમીર : ૨ ચમચી ઝીણી સમારેલી, મગની દાળ : ૧ વાટકો, મીઠું, લાલ મરચું : સ્વાદ પ્રમાણે, લાલ ટામેટાં : ૨ મોટાં, ઘી :૧ ચમચો. રીત : દાળ અને ભાજીને ધોઈને ૧? ૧/૨ લિટર પાણીમાં સાથે સીજવવા મૂકી દો. તેમાં પ્રમાણસર હળદર અને મીઠું પણ નાખી દો. જ્યારે દાળભાજી અડધી સીજી જાય ત્યારે તેમાં બેસન ધોળીને નાખી દો. જ્યારે દાળ બરાબર સીજી જાય ત્યારે નીચે ઉતારી લો. હવે બીજા વાસણમાં હીંગ અને […]

ખાંસી, શ્વાસ-પથરીની સુલભ ઔષધિ – ભોરીંગણી પરિચય : ભોરીંગણી (કંટકારી, કટેલી) નામે ગુજરાતમાં ખૂબ જાણીતી અને સર્વત્ર મળતી વનસ્પતિની બે જાતો છે. ઊભી અને બેઠી. તેમાં ઊભી જાતનાં ૪ ફૂટ થી ૧૦ ફૂટનાં છોડ થાય છે. તેનાં છોડ (છાતલા) જમીન ઉપર પથરાય છે. તેનાં વેલા ૨ થી ૪ ફૂટ લાંબા વધે છે. છોડને પીળા રંગના તીક્ષ્‍ણ ઘણાં કાટાં ડાળી અને પાનમાં હોય છે. પાન લાંબા, કિનારીથી કપયેલાં અને કાંટાવાળાં થાય છે. તેની પર ફિક્કાં કે ઘેરા જાંબલી રંગના ફૂલ આવે છે. તેની પર નાની લખોટી જેવડાં ફળ થાય છે. ફળ […]

પુરુષત્વ દેનાર – ખાખરો / કેસૂડાં પરિચય : સૌરાષ્‍ટ્ર-કચ્છ અને ગુજરાતની રેતાળ – પથરાળ ભૂમિ ઉપર ગરમ હવામાનમાં ખાખરા (પલાશ, ઢાક, ટેસુ)ના ઝાડ આપ મેળે જંગલ – વગડામાં ખૂબ થાય છે. તેના ઝાડ ૫-૬ ફૂટથી વધુ ઊંચા થતા નથી. તેની પર વડના પાન જેવા પણ ગોળ, ચીકણાં, ચળકતા ખૂબ પાન થાય છે. તેનાં પડીયા – પતરાવળા બને છે. ઝાડ પર કેસરી રંગના લાંબા (કપ જેવા) ઝૂમખામાં ફૂલ થાય છે. તેને ‘કેસૂડાં‘ કહે છે. આ કેસૂડાં રંગ બનાવવા ખાસ વપરાય છે. ખાખરા ઉપર ચપટાં, રાતા રંગનાં બીજ આવે છે. તેને ‘પલાસ […]

સામગ્રી : ૧ લિટર દૂધ, ૩ ટે. સ્‍પૂન ઝીણી સેવના કટકા, ૧૫૦ ગ્રામ ખાંડ, ૫ નંગ ખજૂર, ૧ ટે. સ્‍પૂન કિસમિસ, ૧ ટે. સ્‍પૂન બાફેલી બદામનો ભૂકો, ૦।। ટી. સ્‍પૂન ઇલાયચીનો ભૂકો, ચપટી જાયફળનો ભૂકો, ૨ ટી. સ્‍પૂન ઘી. રીત : વર્મીસેલીના કટકાને ધીમાં ગુલાબી શેકવા.દૂધ ઉમેરી ઉકાળવું, સતત હલાવતા રહેવું.ખજૂરને પાણીમાં ધોઈ નાના કટકા કરવા. કિસમિસને પાંચ મિનિટ પાણીમાં પલાળવી.દૂધમાં વર્મીસેલી ચડી જાય એટલે ખાંડ ઉમેરવી. દૂધને હલાવ્‍યા કરવું અને ઉકળતું રાખવું.દૂધપાક જાડો થાય એટલે નીચે ઉતારી જરા વરાળ બેસે એટલે ખજૂરના કટકા, કિસમિસ, ઇલાયચી તથા જાયફળનો ભૂકો નાંખવા. […]

સામગ્રી : ૨૫૦ ગ્રામ મેંદો, ૧/૪ ચમચી બેકિંગ પાઉડર, ૫૦૦ ગ્રામ ખાંડ, ૧ ચપટી ખાવાનો લાલ રંગ, ૧ નાળિયેર, ૨૫૦ ગ્રામ ઘી કે તેલ. રીત : મેંદો ચોળીને એક મોટા વાટકામાં નાખી તેમાં બેકિંગ પઉડર ભેળવી દો. હવે નાળિયેર ફોડીને તેમાંથી પાણી કાઢી લો. નાળિયેરનો માવો બારીક પીસીને મેંદામાં મિક્સ કરી તેમાં ધીરે ધીરે નાળિયેરનું પાણી રેડીને મેંદાનું ખીરું તૈયાર કરો. તે પાતળું ન હોવું જોઈએ. એક વાસણમાં પાણી તથા ખાંડ નાખી ચાસણી બનાવવા ગરમ કરો. તેમાં લાલ રંગ નાખો. એક તારી ચાસણી બનાવી લો. ફ્રાઈન પેન આંચ પર મૂકો. […]

આંખના ચશ્મા (નંબર) તથા રક્તદોષનાશક – ડોડી (ખરખોડી) પરિચય : ચોમાસામાં ઝાડ-વાડ પર ચડનાર ‘ડોડી‘ (ખરખોડી, શિરકસિયો જીવંતી કે સૂડિયાનો વેલો) (જીવંતી, ડાંડીશાક)ના વેલા, અનેક ડાળીવાળા, શાખા શ્વેતાભ, મૃદુ રુંવાટીવાળી, આંગળીથી કાંડા જેવી જાડી, અનેક સ્થળે ફાટેલી હોય છે. તેના પાન ઈંડાકાર, અણિદાર, શ્વેતાભ્ર- સામસામે; ૧ થી ૪ ઈંચ લાંબા અને ૧-૨ ઈંચ પહોળા, ઉગ્ર ગંધના થાય છે. તેના પાનના મૂળમાંથી પીળાશ કે ભૂરાશ પડતા લીલા રંગના નાના ફુલ ગુચ્છામાં થાય છે. તેની ઉપર એક શ્રુંગાકારની, ૨ થી ૫ ઈંચ લાંબી, અર્ધા ઈંચ જાડી, ચીકણી, ફળી થાય છે. તેમાં અર્ધા […]

ઝાડા, પેશાબને પેટના દર્દની દવા – ગળજીભી (ભોંપથરી) પરિચય : ગુજરાત, ભારતમાં સર્વત્ર ખડકાળ, પડતર, ભીની – છાંયાવાળી જમીનમાં ભોંયસરસા થતાં ગાયની જીભ જેવા આકારનાં પાનવાળા છોડરૂપી આ વનસ્પતિ ગળજીભી (ગોજિહ્વા, ગોજિયા) ગામડાના લોકો ભેસનું દૂધ વધારવા, તેને ખાસ ખવડાવે છે. ગરીબો તેનાં પાનની ભાજી કરે છે. જૂના છોડ ઉપર વેંતભર ઊંચાઈનો તોરો આવે છે. તેના પાન મૂળથી જ ગુચ્છા રૂપે નીકળે છે. જે ૪ થી ૭ ઇંચ લાંબા, દોઢ – બે ઈંચ પહોળા અને ચીકણા, નરમ લીલા રંગનાં થાય છે. તેની ઉપર ઘંટા આકૃતિના જરા પીળા રંગના ૨ થી […]

પેટના દર્દોનું સસ્તું ને સચોટ ઔષધ – ફૂદીનો પરિચય : શાકભાજી અને લીલા મસાલા સાથે વેચાતા ફૂદીના (પુદીન, પોદીના)ને આપણે સૌ સારી રીતે ઓળખીએ છીએ. તુલસીની જાતના ફૂદીનાના વર્ષાયુ, કોમળ, સુગંધિત અને ડાળીવાળા લીલા રંગના છોડ થાય છે. તેના પાન કોમળ, ઘેરા લીલા રંગના, કરકરીયા, ધારવાળા, ભાલા જેવા અણિયાળા, તુલસી પત્ર જેવડા કદના થાય છે. તેની પર નાના, ફિક્કા રીંગણી રંગના મંજરી પુષ્‍પો ગુચ્છામાં આવે છે. ફૂદીનો પેટના દર્દોની (લોક વૈદક)ની ખાસ ઉપયોગી દવા છે. તેમાંથી ‘થાયમોલ‘ નામે ઉડનશીલ-સુગંધી સત્વ તથા અર્ક મેળવાય છે. ગુણધર્મો : ફૂદીનો તીખો-કડવો, મધુર, રુચિકર, […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors