સામગ્રી : મલાઈ : ૧/૨ કપ, દહીં : ૪ ચમચી, જીરું : ૧/૪ ચમચી, ગરમ મસાલો : ૧/૪ ચમચી, હળદર : ૧/૪ ચમચી, મકખના : ૧ કપ, લાલ ટામેટું : ૧ મધ્યમ માપનું, લાલ મરચાં : ૨, કળાં મરી : ૫ થી ૬ દાણા, મીઠું : સ્વાદ પ્રમાણે, ઘી : ર ચમચાં. રીત : મકખનાના બે ટુકડા કરી તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળવાં. પછી છાપા પર મૂકવા. કાળાં મરી, લાલ મરચાં, જીરું વાટવાં, ઘી ગરમ કરી વાટેલો મસાલો જે સામગ્રીમાં આપ્યો છે તે નાખી દબાવી ૧ મિનિટ તળવા દેવો. […]
સામગ્રી ૩૦૦ ગ્રા. પૌંઆ, ૨૦૦ગ્રા. બટાટા, ૧ ચમચો ખાંડ, કોપરાનુંછીણ, કાજુ, દ્રાક્ષ, આદું,મરચાં, મીઠું, લીંબુ, રાઈ, તેલ, કોથમીર બનાવવાની રીત (૪ વ્યક્તિ) ૧. પૌંઆ સાફ કરી, ધોઈ, કોરા કરો. બટાટાને બાફી, છાલ કાઢી કટકા કરો. ૨. દ્રાક્ષને ધૂઓ, કાજુના કટકા કરી, આદું – મરચાંને ઝીણા સમારો. ૩. તેલ ગરમ કરી, રાઈ – હિંગનો વઘાર કરી તેમાં પૌંઆ, બટાટા હલાવો. ખાંડ, લીંબુનો રસ, મીઠું,દ્રાક્ષ, કાજુના ટુકડા નાખીને બરાબર હલાવો. ૪. સમારેલ કોથમીર ને કોપરાનું છીણ ભભરાવીને ઉપયોગ કરો. પોષકતા ૧૮૦૦ કેલરીની આ વાનગી છે.વ્યક્તિ દીઠ ૪૫૦ કેલરી મળે. પૌંઆ, બટાટાની સ્વાદિષ્ટતા, […]
પેટનાં દર્દો તથા હાથીપગું મટાડનાર – કાંકચ (કાંગચા) પરિચય : ગુજરાતના પંચમહાલ, મહારાષ્ટ્ર, બંગાળના ગરમ પ્રદેશોમાં લાંબા વેલારૂપ થનાર ‘કાંકચ‘ (લતા કરંજ, કરંજવા, કાંટા કરંજ) કાંટાવાળી અનેક શાખા ધરાવનાર વનસ્પતિ છે. તેના પર સંયુક્ત, સરસ, લંબગોળ પાન થાય છે. પાનની જોડ વચ્ચે તીક્ષ્ણ કાંટા હોય છે. તેના પર પીળા ફૂલ અને અનેક કાંટાવાળી પહોળી શીંગ થાય છે. દરેક શીંગ (કળી)માં ૧, ૩ કે ૪ મધ્યમ બોર જેવડા, ખૂબ જ સખત કોચલાવાળા રાખોડી રંગના ફળ થાય છે. તેને ‘કાંચકા‘ કે ‘કાંગચા‘ કહે છે. આ ફળનું પડ તોડતાં અંદરથી સફેદી પડતા પીળા […]
ચામડીનાં દર્દો મટાડનાર અકસીર ઔષધિ – કુંવાડિયો પરિચય : ગુજરાત તથા ભારતમાં ચોમાસા પછી જંગલ, ખેતર, મેદાનો કે ખંડેરમાં આપમેળે થતો, એક વર્ષાયુ છોડ ‘કુંવાડિયો‘ (ચક્રમર્દ, ચકવડ/પવાડ) ૨ થી ૫ ફુટ ઊંચો, અલ્પ કડવી ગંધવાળો હોય છે. તેમાં પાન સંયુક્ત, ૫ પ્રદંડ બે ગાંઠવાળા, પાન ૩-૩ની જોડમાં, ઉપરથી ગોળાકાર, ચીકણાં, ચમકતા પોપટી કે લીલારંગના, મેથીના પાન જેવા થાય છે. તેની પર પીળા રંગના ફૂલ આવે છે અને શિયાળામાં છ ઈંચ લાંબી, ચોખંડી, જરા વળેલી, પાતળી અને અણીદાર શીંગો થાય છે. તે શીંગમાં મેથીના દાણા જેવડા, વેલણ જેવા ૨૦-૩૦ બીજ હોય […]
સામગ્રી : કોબીજ : ૫૦૦ ગ્રામ, મીઠું : જરૂરી પ્રમાણ, લીલાં મરચાં : ઝીણાં સમારેલાં નંગ ૨, જીરું : વાટેલું ૧ ચમચી, ઘઉંનો લોટ : ૨૫૦ ગ્રામ, દહીં ખાટું : ૩ ચમચા, કોથમીર : ૨ ચમચી ઝીણી સમારેલી, ઘી,ચોખાનો લોટ : ૧ વાટકી. રીત : પ્રથમ કોબીજને ઝીણી સમારી અથવા ખમણીને મીઠું ચોળી ૧૦ મિનિટ રાખી મૂકવી. લોટ ચાળી તેમાં ઘીનું મોણ, જીરું લીલાં મરચાં, કોથમીર, દહીં, મીઠું નાખી કોબીજને નીચોવી પાણી કાઢી લોટમાં નાખવી. પછી સાદા પરોઠા જેવા બહુ કઠણ નહીં તેવો લોટ બાંધી ચોખાના લોટનું અટામણ લઈ પડવાળા […]
સામગ્રી : દૂધ : ૪ કપ, લીંબુનો રસ : દૂધ ફાડવા પૂરતું, તેલ : તળવા માટે. વાટવાનો મસાલો: આખા ધાણા ૩/૪ ચમચી, લાલ મરચાં : ૧ ચમચી, લીલાં મરચાં : ૨ ચમચી, હળદર : ૧/૨ ચમચી,લવિંગ : ૨. ગ્રેવી : વટાણાના દાણા : ૧/૨ કપ, દહીં (મોળું) : ૧/૨ કપ, કાજુ : ૪-૫ ટુકડા, ઘી : ૧ ચમચો, મીઠું : જરૂર પ્રમાણે, લાલ ટામેટાં : ૩ થી ૪, ચણાનો લોટ : ૧/૨ ચમચી, કિસમિસ : ૩-૪ ચમચી, કાળાં મરી : ૫,ગરમ મસાલો. રીત : પનીર દૂધમાં ઉકાળી તેમાં પ્રમાણસર લીંબુનો […]
સામગ્રી : ૨ ૧/૨ કપ દૂધ, ૧/૨ કપ ખાંડ, ૩ ચમચા કસ્ટર્ડ પાઉડર, ૧/૨ ચમચી વેનિલા એસેન્સ, ૮ બ્રેડ સ્લાઈસ, ૧/૩ કપ ક્રીમ, ૧ ચમચો પિસ્તા, ૧ ચમચો ગ્લેઝડ ચેરી, ૧/૪ કપ પાણી. રીત : બ્રેડ સ્લાઈસને અડધી કાપીને ગરમ તેલમાં તળી લો. એક પેનમાં અડધા ભાગનું દૂધ ગરમ કરી તેમાં અડધી ખાંડ મિક્સ કરી દો. ઊકળતા દૂધમાં કસ્ટર્ડ પાઉડરની પેસ્ટ નાખીને ઘટ્ટ કસ્ટર્ડ તૈયાર કરો. બાકી વધેલા દૂધ અને ખાંડને એક બીજા પેનમાં ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. તેમાં તળેલી બ્રેડના ટુકડા નાખી બે મિનિટ રહેવા દો. તેને બહાર […]
વીર્ય, શક્તિ તથા પુષ્ટિવર્ધક – કૌંચા (ભૈરવ શીંગ) પરિચય : ગુજરાત, મધ્યપ્રદેશ તથા દક્ષિણ ભારતના પહાડી પ્રદેશોમાં કૌંચા (આત્મગુપ્તા, મર્કટી/કેવાંચ)ના, ગળો જેવા લાંબા, વર્ષજીવી વેલા થાય છે. જે ઝાડ-વાડના ટેકે ફૂલે – ફાલે છે. આ વેલનાં પાન ૩-૩ ના ગુચ્છામાં બે થી સાડાપાંચ ઈંચ લાંબા, ઘેરા લીલા અને રૂંવાટીદાર હોય છે. વેલ પર એક થી દોઢ ઈંચ લાંબા, ભૂરા કે રીંગણી રંગના, ૨૦-૨૫ના ગુચ્છામાં પુષ્પો આવે છે. તેમજ હેમંત પછી તેની પર આંબલીના કાતરા જેવી, વાંકી અને બહારથી તપખીરી રંગની, રૂંવાટીદાર શીંગો થાય છે. આ રૂંવાટી શરીરની ત્વચા પર અઙે, […]
સામગ્રીઃ ૫૦૦ગ્રા. દૂધી, ધાણાજીરું, મીઠું, સંચોરો, હિંગ, આદું, મરચાં, હળદર, ખાંડ, જીરું, તેલ, મરચું રીતઃ દૂધીને ધોઈ, છાલને સમારો.એક તપેલીમાં તેલ- જીરું- હિંગનો વધાર મૂકી કટકા વઘારી દો.મીઠું- મરચું- હળદર- સંચોરો, આદું – મરચાં ને પાણી નાખી ચઢવા દો.ચઢી જાય પછી ખાંડ અને ધાણાજીરું નાખી થોડીવાર રહેવા દઈ નીચે ઉતારી લો. પોષકતાઃ આમાં ૩૫૦ કેલરી છે. દૂધીના શાકમાં કેલરી ખૂબ ઓછી હોવાથી તેમજ સહેલાઈથી પચી જતું હોવાથી સ્થૂલ શરીરવાળી વ્યકિતઓ તથા ડાયાબીટીસવાળાને અનુકૂળ છે.
વાયુ, કફદોષ તથા હ્રદયરોગની સુંદર ઔષધિ – કેરડો પરિચય : કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગરમ – રેતાળ પ્રદેશોમાં વડ વર્ગની ગુલ્મ પ્રકારની આ વનસ્પતિ કેરડો (કરીર, કરીલ)નાં ઝાડ ૪ થી ૧૦ ફુટના નાના ઝાડરૂપે થાય છે. તેનું થડ સીધું અને છાલ જાડી, ધૂળિયા રંગની, ઊભાં – લાંબા ચીરાવાળી હોય છે અને તે થડ અસંખ્ય શાખાવાળું હોય છે. તેની પર પાન થતાં નથી, એ તેની ખાસયિત છે. તેની પર સૂક્ષ્મ ગુલાબી રંગના નાના ફુલો ગુચ્છામાં વસંત ઋતુમાં થાય છે. ઉનાળામાં તેની પર વટાણા જેવડા નાનાં, લીલા રંગના ફળ થાય છે, જેને […]