ડાયાબિટીસ થવાનાં કારણો વારસાગત બીમારી : આ રોગ અમુક પ્રમાણમાં વારસાગત છે એમ મનાયું છે. લગ્ન કરનાર સ્ત્રી-પુરુષ બંને ડાયાબિટીક હોય તો તેમના બધાં બાળકોને ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે, પરંતુ એક બાજુ મા કે બાપ બેમાંથી એક ડાયાબિટીક હોય અને બીજી બાજુ પરિવારમાંથી દાદા, દાદી, કાકા-કાકીને પણ ડાયાબિટીસ હોય તો સંતાનને ૮૫ ટકા ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે. મેદવૃદ્ધિ : મીઠાઈ, મિષ્ટાન્ન અને ચરબીવાળા ખાદ્યપદાર્થો, માખણ, ઘી વગેરે વિશેષ ખાવાથી મેદવૃદ્ધિ થાય છે. તેને પરિણામે ડાયાબિટીસ થવાનો સંભવ વધુ રહે છે. ડાયાબિટીસના દર્દીઓ મોટે ભાગે અતિમેદવાળા હોય છે. ઓછું […]

સામગ્રી : મેથીની ભાજી (બારીક સમારેલી )-૧ ઝૂડી લીલાં મરચાં-૨ નંગ તલ -૧ ચમચી હળદર -પા ચમચી બાજરીનો લોટ -૨૫૦ ગ્રામ મીઠું -સ્વાદ મુજબ દહીં -જરૂર મુજબ રીત : મેથીની ભાજીનાં પાનને બારીક સમારી પાણીમાં સારી રીતે ધોઇ,નિતારીને કાઢી લો. પછી તેમાં લીલાં મરચાંની પેસ્ટ,તલ,હળદર,મીઠું ઉમેરીને મસળો જેથી મેથીનાં પાન એકદમ કુમળાં થઇ જશે. હવે બાજરીના લોટમાં દહીં ભેળવી જરૂર પૂરતું પાણી ઉમેરી કણક બાંધો. તેના પોચા હાથે લૂઆ બનાવી થેપલાં વણો. લોઢી ગરમ કરી બંને બાજુએ સહેજ તેલ મૂકી આછા બ્રાઉન રંગનાં શેકી લો.

પરિચય : ફુદીનાથી આપણે સહુ પરિચિત છીએ. દરરોજ ઉપયોગમાં આવતા લીલા મસાલામાં ફુદીનો અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. ફુદીના વગર કોથમીરની ચટણી ફીકી લાગે. આપણે ત્‍યાં દરેક જગ્‍યાને તે સહેલાઇથી ઊગે છે. તેમાંથી એક પ્રકારની સરસ ગમે તેવી સુગંધ નીકળતી હોય છે. ઔષધ તરીકે બહુ ઉપયોગી છે. જેટલું પ્રાધાન્‍ય તુલસીને આપવામાં આવ્‍યું છે તેનાથી પણ વધુ પ્રાધાન્‍ય કદાચ ફુદીનાને આપી શકાય.

સ્‍તનપાન થી થતા ફાયદાઓ તમારા શિશુને માંદગી સામે સ્‍તનપાન રક્ષણ આપે છે અને તે શ્રેષ્‍ઠ પોષણ છે. મોટા ભાગના શિશુઓને પ્રથમ ૪ થી ૬ મહિના સ્‍તનપાન પુરતો આહાર પણ આપે છે. સ્‍તનપાન માટે સલાહ લેવા તમારા ડોકટર અથવા અન્‍ય કોઈ પણ આરોગ્‍ય વ્‍યાવસાયિક અથવા કોઈ મિત્ર કે સગા- સંબંધી કે જેમણે સફળતાપૂર્વક સ્‍તનપાન કરાવ્‍યું હોય, તેમની સલાહ લો. વારંવાર સ્‍તનપાન કરાવવું એ દુધનો સારા પ્રમાણમાં પુરવઠો જાળવવા અને સ્‍ત્રોત વહેતો રાખવા માટે શ્રેષ્‍ઠ રસ્‍તો છે. ગર્ભાવસ્‍થા દરમિયાન અને પ્રસૂતિ પછી સારો સમતોલ આહાર સ્‍તનોમાં પૂરતું દૂધ લાવવામાં મદદ કરે છે. […]

જાવંત્રી ,જાયફળ પરિચય : જાવંત્રી એ એક તેજાનો (ગરમ મસાલો) છે. જાયફળના ઝાડને પ્રથમ જે ફળ આવે છે તે થોડાં મોટાં હોય છે. જાયફળ તેની અંદરનું ફળ છે. જાયફળની ઉપરની બાજુ જે છાલ હોય છે તે જ જાવંત્રી છે. જાયફળ અને જાવંત્રી જાયફળ કડવું, તીક્ષ્ણ, ઉષ્ણ, ભોજન પર રુચી ઉત્પન્ન કરનાર, મળને રોકનાર-ગ્રાહી, સ્વર માટે હીતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર છે. એ મોઢાનું બેસ્વાદપણું, મળની દુર્ગંધ, કૃમી, ઉધરસ, ઉલટી-ઉબકા, શ્વાસ-દમ, શોષ, સળેખમ અને હૃદયનાં દર્દો મટાડે છે. જાયફળ ઉંઘ લાવનાર, વીર્યના શીઘ્ર સ્ખલનને મટાડનાર તથા મૈથુનશક્તી વધારનાર […]

સામગ્રી : ઘઉંનો લોટ : ૩૦૦ ગ્રામ, મીઠું : ૧/૨ ચમચી, ઘી ૨ : મોટા ચમચા. રીત : લોટ ચાળી મીઠું નાખી, ઘી નાખી પાણીથી સાધારણ નરમ લોટ બાંધવો. પછી લોટમાંથી સરખા ૧૦ થી ૧૨ લોયા કરવા. પછી એક લોયો લઈ સાધારણ મોટી રોટલી બનાવી તેના ઉપર એક સરખું ઘી ચોપડી તેને વાળીને અડધી કરો. પછી પાછું તેની ઉપર ઘી લગાડી વાળીને ત્રિકોણ કરો. પછી થોડી વણી ગરમ તવી ઉપર નાખી ચારે બાજુ ફરતું ઘી નાખી થોડી લાલ થવા દેવી. પછી પાછું પહેલી બાજુ શેકી લાલ કરવી. આમ બંને બાજુ […]

પરિચય : લીલાં મરચાંથી આપણે સહુ પરિચિત છીએ. સૂકાં લાલ મરચાં કરતાં લીલાં મરચાંનો ઉપયોગ હિતાવહ છે. સ્‍વાદની રીતે પણ તે ચઢિયાતાં હોય છે. લીલાં મરચાં કોથમીરની ચટણીમાં અગત્‍યનો ભાગ ભજવે છે, વળી તે ઓછાં ગરમ પડે છે, કારણ કે લીલાં મરચાંમાં પાણીનું પ્રમાણ ખૂબ વધૂ હોય છે. આમ છતાં, તીખું બને તેટલું ઓછું ખાવું. મધ્‍યમ પ્રમાણ રાખવું. વધારે પડતું તીખું ખાવાથી હોજરીમાં અને આંતરડાંમાં દાહ ઉત્‍પન્‍ન થઇ, ચાંદાં પડવાનો સંભવ છે. ગુણધર્મ : તે તીખાં, ઉષ્‍ણ, પાચક, લોહીવર્ધક, પિત્તલ, દાહક, રુક્ષ, અગ્નિદીપક છે. તે કફ, આમ, કૃમિ અને શુળનો […]

કોથમીરઃ આંખ માટે ઉતમ અંગ્રેજી: Coriander, હિંદી: धनिया, વૈજ્ઞાનિક નામ: Coriandrum sativum પરિચય : કોથમીર એ ધાણાની પ્રાથમિક અવસ્‍થા છે. કોથમીરથી આપણે સહુ સારી રીતે પરિચિત છીએ. દરરોજ આવતા લીલાં મસાલામાં કોથમીર મુખ્‍ય હોય છે. દાળ, કઢી વગેરે વ્‍યંજનો જરૂરી મસાલા નાખીને સ્‍વાદિષ્‍ટ બનાવી શકાય; પરંતુ વ્યંજન ચૂલા પરથી નીચે ઉતાર્યા પછી તેમાં કોથમીર સમારીને નાખવી. કોથમીર નાખવાથી તેની સુગંધ આખા રસોડામાં ફેલાઇ જાય છે અને મગજને તાજગી મળે છે.

સામગ્રીઃ ૨૦૦ગ્રા. મોળું દહીં, ૧૦૦ગ્રા. ચણા- લોટ, ૨૦૦ગ્રા. મેથી, લીલું મરચું, મીઠું, હળદર,તેલ, ખાંડ રીતઃ મેથીના પાને સમારી, ધોઈને વધારો.તેમાં ઉપર લખેલો મસાલો નાખો. પાન ચઢવા આવે એટલે દહીંમાં ચણાના લોટનું ખીરું બનાવીને ભાજીમાં ધીમે ધીમે નાખી હલાવો.બરાબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી ઉપર કોથમીર ભભરાવો. (મેથીની ભાજી-બટાટા, મેથીની ભાજી-રીંગણ, મેથીની ભાજી-મગની દાળ, મેથીની ભાજી- વાલોળ, મેથીના મૂઠિયા,મેથી પાપડી વગેરેનું મિકસ શાક બનાવી શકાય છે.) પોષકતાઃ આમાં ૧૦૦૦ કેલરી છે. કડવો રસ આપનાર મેથી ખોરાકને વિશિષ્‍ટ સ્‍વાદ આપવા સાથે જઠરાગ્નિને પ્રદીપ્‍ત કરે છે. વાયુનું શમન કરે છે, પિત્તશામક છે. તેનાથી […]

વૈવાહિક વિધિનો આરંભ વરદાન કે વરને કન્‍યાદાન કરવાથી વાચિક (મૌખિક) કબૂલાતથી થાય છે. ઋગ્‍વેદકાલમાં વર પોતાના મિત્રો સાથે વધૂના પિતા પાસે જઇને એની સામે ઔપચારિક પ્રસ્‍તાવ મૂકતો. કાલક્રમે વર નહીં, પણ તેના બદલે વરનો પિતા સ્‍વજનો સાથે કન્યાના પિતાને ત્‍યાં જતો. આજે કન્‍યાપક્ષના પુરુષો વરને ત્‍યાં જઇ શ્રીફળ વગેરે આપી આ વિધિ કરે છે. સૌરાષ્‍ટ્રના વડનાગરા નાગર જેવી કોઇ જ્ઞાતિઓમાં વરપક્ષ કન્‍યાનું માગું કરે છે ને કન્‍યાપક્ષ તેનો સ્‍વીકાર કે અસ્‍વીકાર કરે છે. ગુજરાતમાં વાગ્‍દાનની પ્રથાને \’ચાંલ્‍લા થવાનું\’ કહે છે, ઉતર ભારતમાં એને માટે \’તિલક\’ એવું નામ પ્રચલિત છે. મનુ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors