આ આંતરિક સૌંદર્યના પરમતેજે તમે કેવી રીતે પહોંચશો ? સૌંદર્ય ચામડીમાં નથી હોતું, એ વ્યક્તિના વાણી-વર્તન અને મસ્તિષ્‍કમાં હોય છે. પણ માણસે ચામડીના સૌંદર્યને જ સર્વસ્વ માની લીધું છે. એના જ કારણે એ જેટલું ધ્યાન પોતાના બાહ્ય સૌંદર્ય પર આપે છે, એટલું આંતરિક સૌંદર્ય પર નથી આપતો. જેનું આંતરવિશ્વ સુંદર હોય એનો ચહેરો-મહોરો આકર્ષક ન હોય તો પણ એ સુંદર લાગે છે. જેનું આંતરિક તેજસ જાગ્રત થઈ જાય એનું આભામંડળ પણ એટલું જ તેજોમય થઈ જાય અને એ શક્તિ પણ પ્રાપ્‍ત કરી શકે. આ તેજસ શક્તિને વિકસાવવાના કેટલાંક ઉપાયો છે. […]

અમ્રુત ફળ પાકી કેરી પાકી કેરી જો મીઠી હોય તો તેની લિજ્જત જ કંઈ ઓર હોય છે. દુનિયાના દેશોને ભારતની કેરીનું અનેરું આકર્ષણ છે. પાકી કેરી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી પચવામાં ભારે, ચીકણી, અગ્નિદીપક, મળભેદક, વાત- પિત્તનાશક અને કફકારક છે. તે વીર્યવર્ધક, બળવર્ધક, સુખકારક, શરીરનો રંગ સુધારનાર અને રોચક છે. પાકી કેરીને બરાબર ધોઈ, સારી રીતે ઘોળી અને ચૂસીને ખાવી જોઈએ, જેથી તે તરત પચી જઈને શરીરને પોષણ અને શક્તિ આપે છે. પાકી કેરીનો રસ પાણીમાં મેળવી તેનાથી શરીરે ચોળીને નહાવાથી અળાઈ મટે છે. કેરીની ગોટલી શેકીને તેનો ઉપયોગ કરવો. […]

અકાળે થતા સફેદ વાળથી બચવાના ઉપાયો સફેદ વાળ થવાના પ્રમુખ કારણ- જુની શરદી વાળની અંદર ડાઈ અને રસાયણોનો ઉપયોગ અસંતુલિત ભોજન માનસિક તણાવ અને ચિંતા જળ તેમજ વાયુ પ્રદૂષણ વધારે તાવકે સંક્રામક રોગ જેવા કે-વાયરસ, ટાઈફાઈડ વગેરે આનુવંશિકતા તીવ્ર માંસિક ઝાટકા પિગમેંટ નિર્માણમાં જન્મથી દોષ વધારે પડતાં ગરમ પાણીથી વાળને ધોવા વાળની સરખી રીતે સફાઈ ન કરવી વાળને સફેદ થતાં બચાવવા માટેનાં થોડાક ઉપાય આમળાને મહેંદીના પાનની સાથે પીસીને તેની પેસ્ટ બનાવી લો અને તે વાળમાં લગાવીને એકથી દોઢ કલાક સુધી રહેવા દો. કઢી પત્તાનું સેવન પણ વાળને સફેદ થવાથી […]

તન-મનને તરબતર કરતાં તરબૂચ ઉનાળુ ફળ તરબૂચ – ટેટી નદીના રેતાળ પ્રદેશમાં વાડા કરીને ઉગાડાતાં આ ઉનાળુ ફળો છે. ધોમધખતા તાપમાં તન-મનને આ બંને ફળો તરબતર કરે છે. બંને ફળો સ્વાદે મીઠા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, સહજ ચીકાશયુક્ત, પેટ સાફ લાવનાર, પિત્તશામક, વાત-કફકર છે. વળી તેઓ મૂત્રલ હોઈ પેશાબ સાફ લાવે છે. સાકર ટેટી સાકર જેવી મીઠી લાગે છે. તે ખરજવા માટે ખૂબ લાભ કર છે. ખરજવાના રોગીએ તેનું નિત્ય સેવન કરવું જોઈએ. બંને ફળો મૂત્રલ છે. તે પેશાબ સાફ લાવે છે અને પેશાબના રોગો મટાડે છે. પેશાબની બળતરા અને […]

શક્તિ, સ્ફુર્તિ વધારનાર ફળ ફણસ – ફાલસા ફણસ સૌથી મોટું ફળ. ફાલસા ચણીબોર જેવડા નાનાં ગોળ. ફણસ સ્વાદે મધુર, સહેજ તૂરાશ પડતું હોય છે. તે તાસીરે ઠંડું, પચવામાં ભારે, ચીકાશયુક્ત, વાતકર, કફકર, પિત્તશામક, મંદાગ્નિ કરનાર, મેદવર્ધક અને દાહશામક છે. તે રોચક, બળવર્ધક, વીર્યવર્ધક, હ્રદ્ય, ભ્રમહર, વિષધ્ન, માંસવર્ધક, ક્ષય, ક્ષત, વ્રણનાશ વગેરેમાં સારું છે. ફાલસા ખટમીઠા, ઠંડા, હલકાં, લૂખા, અગ્નિવર્ધક, મળને રોકનાર, વાત-કફનાશક અને પિત્તકર છે. તે પ્રમેહ, તાવ, આમવાત, ક્ષય વગેરેમાં સારા છે. ફાલસાનું શરબત બળતરા, પિત્તવિકાર, તરસ, થાક વગેરે મટાડે છે. ફાલસાના મૂળનો લેપ ડૂંટીથી પેડું વચ્ચે કરવાથી ગર્ભપાત […]

જાણો ‘કફ પ્રકૃતિ’ વાળી વ્યક્તિઓ કેવી હોય ? આયુર્વેદમાં વાયુ, પિત્ત અને કફ આ ત્રણે પ્રકૃતિવાળી વ્યક્તિઓમાં કફ પ્રકૃતિવાળી વ્યક્તિઓને ઉત્તમ કહેવાય છે, કારણ કે ‘કફ પ્રકૃતિ’ વાળા મનુષ્યો બળવાન, ધનવાન, વિદ્યાવાન, ઓજસ્વી, શાંત, ઉદાર, માયાળુ અને દીર્ઘ આયુષ્યવાળા હોય છે. કફ પ્રકૃતિવાળા મનુષ્યોના શરીરની સંધિઓ એટલે સાંધાઓ, અસ્થિઓ, માંસ અને સ્નાયુઓ દ્દઢ, સ્નિગ્ધ, પુષ્ટ અને શ્લિષ્ટ હોય છે. તેઓનો વર્ણ થોડો શ્યામ પિત્તાભ હોય છે? તથા ત્વચા મૃદુ, ચળકતી અને સ્નિગ્ધ હોય છે. કેશ ઘન અને કાળા તથા રોમ કોમળ, પિત્તાભ અને દીર્ઘ હોય છે. બાહુઓ પુષ્ટ અને દીર્ઘ […]

પાચનતંત્ર માટે ઉપયોગી – સોપારી મોટી અને વજનદાર સોપારી ગુણમાં ઉત્તમ છે. સડેલી, ખોરી, પોચી, ફોફી, હલકી, નાની સોપારી ખાવી નહિ. સોપારી સ્વાદે તૂરાશ પડતી મીઠી છે. તાસીરે તે ઠંડી છે, પચવામાં ભારે, અગ્નિદીપક, આહારપાચક, મળશોધક, વાતકર અને કફ- પિત્તનાશક છે. તે અવાજ અને પાચનતંત્ર માટે ઉપયોગી તથા પથ્ય છે. સોપારીનો વધુ ઉપયોગ સારો નહિ. તે લોહીનું પાણી કરી નાખે છે અને શરીરે સોજા ઉત્પન્ન કરે છે. સોપારી ખાનારે ઘીનું અધિક સેવન કરવું જોઈએ. માથાના દુઃખાવામાં સોપારી ઘસીને માથે ચોપડવી. સોપારીને બાળી તેની રાખ કરી ઊલટીમાં આપવાથી ઊલટી બંધ થાય […]

માનસિક તાણ ધટાટૅ કોફી રોજબરોજના કામકાજ અને દોડાદોડીભર્યા જીવનમાં ચા અને કોફી ટેન્શન ઘટાડવા માટે સહજ રીતે વણાઇ ગયા છે, પરંતુ તાજેતરમાં થયેલાં સંશોધનોએ પુરવાર કર્યું છે કે, કોફી આપણી માનસિક તાણ ઘટાડવાને બદલે વધારે છે. એટલું જ નહિ, તેનાથી શરીરમાં કેટલીક વિપરીત અસરો પણ પેદા થાય છે. અમેરિકાની વિખ્યાત ડ્યૂક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંશોધનો અને પ્રયોગોપૂર્વક જાહેર કર્યું છે કે, કોફીમાં રહેલું કેફિન આપણા શરીરમાં કોર્ટિસોલ અને તેના જેવા અંતઃસ્ત્રાવને વધારે છે. આ રસાયણો હ્રદયના ધબકારા અને બ્લડપ્રેશરને વધારવા માટે જવાબદાર છે. સામાન્ય રીતે કોઇક ‘ઇમર્જન્સી એલર્ટ‘ હોય ત્યારે શરીર […]

કોઇપણ ખોરાક જ્યારે વધારે પ્રમાણમાં લેવાય ત્યારે… વધારે પ્રમાણ માં ખવાયેલું મીઠું આંખનાં, ચામડીનાં અને લોહીવિકારનાં રોગો કરે છે. વધારે પ્રમાણમાં ખવાયેલું દહીં શરીરનાં સ્ત્રોતોનો અવરોધ કરીને કબજીયાત, લોહી વિકાર, ચામડીનાં રોગો અને સોજા લાવે છે. વધારે પ્રમાણમાં લેવાયેલ ક્ષાર પુરૂષત્વ અને દ્રષ્ટિને હાની કરે છે, અકાળે વૃદ્ધત્વ લાવે છે. વધારે પ્રમાણમાં ખવાયેલી શિંગ (મગફળી), બટાટાં અને કેળાં પેટમાં વાયુ કરે છે, અજીર્ણ કરે છે અને કબજિયાત કરે છે. વધુ પ્રમાણમાં પિવાયેલા ચા અને બીડી- સિગારેટ ભૂખને મારી નાંખે છે અને ફેફસાંને નબળાં કરે છે. દાંતને નુકશાન કરે છે, ઊંઘને […]

SMS/IVRS BOOKING : BOOK ANYTIME IndianOil launches the newly enhanced Automated Unified System (AUS) of refill booking for the Indane customers of Major cities from 5th March 2011 onwards. This multimodal system, designed to make refill booking faster, simpler and more efficient, enables you to book your refills round the clock through SMS and IVRS supported dialing to xxxxxxxxxx For More Info Visit : IOC Website    

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors