તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ | સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોઽભવત્ ||૧૩|| ગુજરાતી ભાષાંતરઃ પછી શંખ, નગારા, ઢોલ, મૃદુગ તેમજ રણશિંગા વગેરે વાધો એક સાથે વાગી ઊઠયા; તેમનો એ અવાજ ધણૉ ભયંકર થયો.||૧૩|| તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ | માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ || ||૧૪|| ગુજરાતી ભાષાંતરઃ ત્યારે પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં વિરાજમાન ભગવાન માધવ અને પાંડવ પુત્ર અર્જુને પણ પોતપોતાનાં શંખ વગાડ્યા. પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ | પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ || ||૧૫|| ગુજરાતી ભાષાંતરઃ ભગવાન હૃષિકેશે પાઞ્ચજન્ય નામનો પોતાનો શંખ વગાડ્યો અને ધનંજય (અર્જુન)એ દેવદત્ત નામક શંખ […]
અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ | નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે ||૭|| ગુજરાતી ભાષાંતરઃ હે દ્રિજશ્રેષ્ટ! હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો.આપની જાણ કાતર મારી સેનામા જે જે સેનાપતિઓ છે તેનાં નામ હું આપને કહું છું. ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ | અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ ||૮|| ગુજરાતી ભાષાંતરઃ આપ સ્વયં, ભીષ્મ પિતામહ,તથા કર્ણ,સંગ્રામવિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા,વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા-||૮|| અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ | નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદા: ||૯|| ગુજરાતી ભાષાંતરઃઆ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ધણા […]
મારી નમ્ર વિનંતી છે કે એ ગુજરાતી આલેખનમાં મારી કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો, મને ક્ષમા કરી તેનો સાચો અર્થ જાણવાની અને જણાવવાની શક્તિ બક્ષે. આપ સૌ શ્રદ્ધાળુઓનાં સૂચનો પણ મને ગેરમાર્ગે જતો અટકાવશે તેવી અભ્યર્થના સાથે…. ગીતાના આ ગૂઢ રહસ્યની ગૂંચ ઉકેલવાના મારા પુરુષાર્થને પ્રોત્સાહન પાઠવશો. પ્રથમ અધ્યાય – અર્જુન વિષાદયોગ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ | મામકાઃ પાણ્ડવાશ્રૈવ કિમકુર્વત સંજય ||૧|| ગુજરાતી ભાષાંતરઃ ધૃતરાષ્ટ બોલ્યાઃ હે સંજય ! ધર્મભુમિ કુરૂક્ષેત્રમાં એકઠા થયેલા,યુધ્ધના ઇચ્છુક,મારા તથા પાડુંના પુત્રોએ શું કર્યુ? સંજય ઉવાચ દષ્ટવા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા| આચાર્યમુપસડ્મ્ય રાજા વચનમબ્રવીત્ […]