ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૩૧ થી ૪૦ સર્વભૂતસ્થિતં યો માં ભજત્યેકત્વમાસ્થિતઃ। સર્વથા વર્તમાનોપિ સ યોગી મયિ વર્તતે||૩૧|| ગુજરાતી ભાષાંન્તર ઃ જે યોગી મને (કૃષ્ણને) તથા સર્વ જીવોમાં રહેલા પરમાત્માને અભિન્ન જાણીને, પરમાત્માની ભક્તિભાવે સેવા કરે છે, તે સર્વ સંજોગોમાં મારી ભાવનામાં રહે છે. ||૩૧|| આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોર્જુન। સુખં વા યદિ વા દુઃખં સઃ યોગી પરમો મતઃ ||૩૨|| ગુજરાતી ભાષાંન્તર ઃ હે અર્જુન, જે યોગી પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને અને તેમનાં સુખોમાં તથા દુ:ખોમાં પણ સમાનપણે દર્શન કરે છે, તે પૂર્ણયોગી છે. ||૩૨|| યોયં યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન। […]

ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૨૪ થી ૩૦ સઙ્કલ્પપ્રભવાન્કામાંસ્ત્યક્ત્વા સર્વાનશેષતઃ। મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમન્તતઃ||૨૪|| ગુજરાતી ભાષાંન્તર ઃ મનુષ્યે શ્રધ્ધા તથા નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થઇ જવું જોઈએ અને પથભ્રષ્ટ થવું જોઈએ નહિ. તેણે મનનાં અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુન્યવી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવી જોઈએ. ||૨૪|| શનૈઃ શનૈરુપરમેદ્ બુદ્ધ્યા ધૃતિગૃહીતયા। આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિઞ્ચિદપિ ચિન્તયેત્।||૨૫|| ગુજરાતી ભાષાંન્તર ઃ ધીરે ધીરે, ક્રમશ:પૂર્ણ વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્યે સમાધિમાં સ્થિત થવું જોઈએ અને એ રીતે, મનને આત્મામાં જ સ્થિર કરીને અન્ય કશાયનું ચિંતન કરવું […]

ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૩ શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ। નાત્યુચ્છ્રિતં નાતિનીચં ચૈલાજિનકુશોત્તરમ્।।૧૧।। તત્રૈકાગ્રં મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયક્રિયઃ। ઉપવિશ્યાસને યુઞ્જ્યાદ્યોગમાત્મવિશુદ્ધયે।।૧૨।। ગુજરાતી ભાષાંન્તર ઃ યોગાભ્યાસ કરવા માટે મનુષ્યે એકાંત સ્થાનમાં જઈને ભૂમિ પર કુશ ઘાસ પાથરવું અને પછી તેને મૃગચર્મથી ઢાંકી ઉપર સુંવાળું વસ્ત્ર પાથરવું. આસન બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ, અને તે પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. પછી યોગીએ તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ અને મન, ઇન્દ્રિયો તથા કાર્યોને વશમાં કરીને તથા મનને એક બિંદુ પર સ્થિર કરીને, હૃદયને શુદ્ધ કરવા માટે યોગાભ્યાસ કરવો જોઈએ. ||૧૧,૧૨|| […]

ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦ ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્રી ભગવાનુવાચ અનાશ્રિતઃ કર્મફલં કાર્યં કર્મ કરોતિ યઃ। સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ||૧|| ગુજરાતી ભાષાંન્તર ઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા : જે મનુષ્ય પોતાનાં કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાનાં કર્તવ્યાનુસાર કર્મ કરે છે, તે સંન્યાસી છે તથા તે જ સાચો યોગી પણ છે, અને નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી. ||૧|| યં સંન્યાસમિતિ પ્રાહુર્યોગં તં વિદ્ધિ પાણ્ડવ। ન હ્યસંન્યસ્તસઙ્કલ્પો યોગી ભવતિ કશ્ચન||૨|| ગુજરાતી ભાષાંન્તર ઃ હે પાંડુપુત્ર, જે […]

પંચમ અધ્યાય: કર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૨૧ થી ૨૯ બાહ્યસ્પર્શેષ્વસક્તાત્મા વિન્દત્યાત્મનિ યત્સુખમ્। સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે||૨૧|| ગુજરાતી ભાષાંન્તર ઃ આવો જીવન્મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રીયસુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી, પરંતુ હરહંમેશ સમાધીમાં નિમગ્ન રહીને, પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે, આત્મ-સાક્ષાત્કાર પામેલો પુરુષ, પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. ||૨૧|| યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે। આદ્યન્તવન્તઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ||૨૨|| ગુજરાતી ભાષાંન્તર ઃ બુદ્ધિશાળી મનુષ્ય, ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુ:ખનાં મૂળ કારણ રૂપ બની રહે છે. જે […]

પંચમ અધ્યાય: કર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૦ કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપિ। યોગિનઃ કર્મ કુર્વન્તિ સઙ્ગં ત્યક્ત્વાત્મશુદ્ધયે||૧૧|| ગુજરાતી ભાષાંન્તર ઃ યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ, અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુધ્ધીના હેતુ માટે કર્મ કરે છે. ||૧૧|| યુક્તઃ કર્મફલં ત્યક્ત્વા શાન્તિમાપ્નોતિ નૈષ્ઠિકીમ્। અયુક્તઃ કામકારેણ ફલે સક્તો નિબધ્યતે||૧૨|| ગુજરાતી ભાષાંન્તર ઃ ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણકે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે; પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળોનો લોભી છે, તે બદ્ધ થઇ જાય છે. ||૧૨|| […]

પંચમ અધ્યાય: કર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦ પંચમ અધ્યાય: કર્મસંન્યાસયોગ અર્જુન ઉવાચ સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસિ। યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ્।।૧।। ગુજરાતી ભાષાંન્તર ઃ અર્જુને કહ્યું : હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવા આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે? ||૧|| શ્રી ભગવાનુવાચ સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ। તયોસ્તુ કર્મસંન્યાસાત્કર્મયોગો વિશિષ્યતે।।૨ ગુજરાતી ભાષાંન્તર ઃ પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું : મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ […]

ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૩૨ થી ૪૨ એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે | કર્મજાંવિદ્વિ તાંસર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ॥ ૩૨ ॥ ગુજરાતી ભાંષાતર ઃ આવા બેજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે, એ સર્વેને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સમ્પન્ન થનારા જાણ; આ પ્રમાણે તત્ત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબન્ધનથી પૂર્ણ રીતે છૂટી જઇશ. ॥ ૩૨ ॥ શ્ર્યાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞ: પરંતપ | સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ॥ ૩૩ ॥ ગુજરાતી ભાંષાતર ઃ હે પરંતપ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા હે પાર્થ! […]

ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૨૨ થી ૩૧ યદ્રચ્છાલાભસંતુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સર: | સમ: સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે ॥ ૨૨ ॥ ગુજરાતી ભાંષાતર ઃઇચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે, અદેખાઇનો જેનામાં સર્વ રીતે અભાવ થઇ ગયો છે, હરખ-શોક વગેરે દ્વન્દ્વોથી જે સમ્પૂરણપણે અતીત થઇ ગયો છે-એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બન્ધાતો. ॥ ૨૨ ॥ ગતસઙસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસ: | યજ્ઞાયાચરત: કર્મ સમગ્રં પ્રવિલીયતે ॥ ૨૩ ॥ ગુજરાતી ભાંષાતર ઃ જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે, જે દેહાભિમાન […]

ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૧ યે યથા માં પ્રપદ્યંતે તાંસ્તથૈવ ભજામ્યહમ્ | મમ વત્માર્નુવર્તંતે મનુષ્યા: પાર્થ સર્વશ: ॥ ૧૧ ॥ ગુજરાતી ભાંષાતર ઃહે પાર્થ! જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવાજ ભાવથી ભજું છું; કેમકે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે. ॥ ૧૧ ॥ કાઙક્ષંત: કર્મણાં સિદ્ધિં યજંત ઇહ દેવતા: | ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા || ૧૨ ॥ આ મનુષ્યલોકમાં કર્મોના ફળને ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે; કેમકે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors