દ્રાદશ અધ્યાય: ભક્તિયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦ એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે। યેચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ।।1।। ગુજરાતી ભાંષાન્તર : અર્જુન કહે છે-એ રીતે નિરંતર આપનું ધ્યાન ધરતા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ભજે છે, અને જે લોકો આપણી નિર્ગુણ સ્વરૂપ ની ઉપાસના કરે છે,તે બંને માં શ્રેષ્ઠ યોગવેતા કોણ? ।।1।। શ્રી ભગવાનુવાચ મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે। શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમા મતાઃ।।2।। ગુજરાતી ભાંષાન્તર : શ્રી ભગવાન બોલ્યા- જેઓ મન ને એકાગ્ર કરી ,નિરંતર ધ્યાન ધરતાં શ્રેષ્ઠ શ્રધ્ધાથી યુક્ત થઇ મને ઉપાસે છે તેમને મેં શ્રેષ્ઠ યોગવેત્તા ઓ […]
એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૪૫ થી ૫૫ અદૃષ્ટપૂર્વં હૃષિતોસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતં મનો મે। તદેવ મે દર્શય દેવ રૂપં પ્રસીદ દેવેશ જગન્નિવાસ।।૪૫।। ગુજરાતી ભાંષાન્તર ઃ મારા માટે અભૂતપૂર્વ એવા આપનાં આ વિશ્વરૂપનાં દર્શન કરીને હું આનંદવિભોર થયો છું, પરંતુ તેની સાથે સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. હે દેવેશ, હે જગદાધાર આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપનાં ભગ્વત્સ્વરૂપનાં પુન: દર્શન આપો. ||૪૫|| કિરીટિનં ગદિનં ચક્રહસ્ત- મિચ્છામિ ત્વાં દ્રષ્ટુમહં તથૈવ। તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે।।૪૬।। ગુજરાતી ભાંષાન્તર ઃ હે વિશ્વરૂપ, હે […]
એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૩૪ થી ૪૪ દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથાન્યાનપિ યોધવીરાન્। મયા હતાંસ્ત્વં જહિ મા વ્યથિષ્ઠા યુધ્યસ્વ જેતાસિ રણે સપત્નાન્।।૩૪।। ગુજરાતી ભાંષાન્તર ઃ દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલાંથી જ મારા વડે હણાઈ ચુક્યા છે. માટે તું તેમનો વધ કર અને લેશમાત્ર વ્યથિત થઈશ નહિ. માત્ર યુદ્ધ કર અને યુધ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ. ||૩૪|| સઞ્જય ઉવાચ એતચ્છ્રુત્વા વચનં કેશવસ્ય કૃતાઞ્જલિર્વેપમાનઃ કિરીટી। નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણં સગદ્ગદં ભીતભીતઃ પ્રણમ્ય।।૩૫।। ગુજરાતી ભાંષાન્તર ઃ સંજયે ધ્રુતરાષ્ટ્રને કહ્યું : હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ […]
એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૨૩ થી ૩૩ રૂપં મહત્તે બહુવક્ત્રનેત્રં મહાબાહો બહુબાહૂરુપાદમ્। બહૂદરં બહુદંષ્ટ્રાકરાલં દૃષ્ટ્વા લોકાઃ પ્રવ્યથિતાસ્તથાહમ્।।૨૩।। ગુજરાતી ભાંષાન્તર ઃ હે મહાબાહુ, આપના આ અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર, તથા ભયાનક દાંતોવાળા વિરાટ રૂપને જોઇને, દેવો સહિત બધા લોક અત્યંત વ્યથિત થયા છે અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. ||૨૩|| નભઃસ્પૃશં દીપ્તમનેકવર્ણં વ્યાત્તાનનં દીપ્તવિશાલનેત્રમ્। દૃષ્ટ્વા હિ ત્વાં પ્રવ્યથિતાન્તરાત્મા ધૃતિં ન વિન્દામિ શમં ચ વિષ્ણો।।૨૪।। ગુજરાતી ભાંષાન્તર ઃ હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને, આપનાં વિસ્ફારિત મુખોને અને આપનાં અત્યંત જ્યોતિર્મય […]
એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૧૨ થી ૨૨ દિવિ સૂર્યસહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા। યદિ ભાઃ સદૃશી સા સ્યાદ્ભાસસ્તસ્ય મહાત્મનઃ।।૧૨।। ગુજરાતી ભાંષાન્તર ઃ આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે, તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરુપના દેદીપ્યમાન તેજ સમાન થઇ શકે. ||૧૨|| તત્રૈકસ્થં જગત્કૃત્સ્નં પ્રવિભક્તમનેકધા। અપશ્યદ્દેવદેવસ્ય શરીરે પાણ્ડવસ્તદા।।૧૩।। ગુજરાતી ભાંષાન્તર ઃ તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરુપમાં એક જ સ્થાનમાં હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડનાં અનંત આવિર્ભાવોનું દર્શન થયું. ||૧૩|| તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનઞ્જયઃ। પ્રણમ્ય શિરસા દેવં કૃતાઞ્જલિરભાષત।।૧૪।। ગુજરાતી ભાંષાન્તર ઃ ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા […]
એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૧ થી ૧૧ અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મસંજ્ઞિતમ્। યત્ત્વયોક્તં વચસ્તેન મોહોયં વિગતો મમ।।૧।। ગુજરાતી ભાંષાન્તર ઃ અર્જુને કહ્યું : આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે, તે શ્રવણ કરીને હવે મારો મોહ દુર થઇ ગયો છે. ||૧|| ભવાપ્યયૌ હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા। ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપિ ચાવ્યયમ્।।૨।। ગુજરાતી ભાંષાન્તર ઃ હે કમળનયન, મેં આપની પાસેથી જીવમાત્રનાં ઉત્પત્તિ તથા લય વિષે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે, અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે. ||૨|| એવમેતદ્યથાત્થ ત્વમાત્માનં પરમેશ્વર। દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમૈશ્વરં પુરુષોત્તમ।।૩।। ગુજરાતી ભાંષાન્તર ઃ […]
દશમ અધ્યાય: વિભૂતિયોગ શ્ર્લોક નં ૩૪ થી ૪૨ મૃત્યુઃ સર્વહરશ્ચાહમુદ્ભવશ્ચ ભવિષ્યતામ્ । કીર્તિઃ શ્રીર્વાક્ચ નારીણાં સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા ॥ ૩૪॥ સર્વનું મૃત્યુ હું છું, ભવિષ્યમાં થનારાં પ્રાણીઓની ઉત્પતિનો તેમજ ઉન્નતિનો હેતુ હું છું, નારી વિભૂતિઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા પણ હું જ છું.॥ ૩૪॥ બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છન્દસામહમ્ । માસાનાં માર્ગશીર્ષોઽહમૃતૂનાં કુસુમાકરઃ ॥ ૩૫॥ ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમાં બૃહ્ત્સામ હું છું, છંદોમાં ગાયત્રીછંદ હું છું, મહિનાઓમાં માર્ગશીષ માસ હું છું અને ઋતુઓમાં વસંતઋતુ હું છું.॥ ૩૫॥ દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ । જયોઽસ્મિ વ્યવસાયોઽસ્મિ સત્ત્વં સત્ત્વવતામહમ્ ॥ […]
દશમ અધ્યાય: વિભૂતિયોગ શ્ર્લોક નં ૨૨ થી ૩૩ વેદાનાં સામવેદોઽસ્મિ દેવાનામસ્મિ વાસવઃ । ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના ॥ ૨૨॥ વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇંદ્રિયોમાં મન હું છું અને પ્રાણીમાત્રમાં મૂળ જીવકળા હું છું.॥ ૨૨॥ રુદ્રાણાં શઙ્કરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ્ । વસૂનાં પાવકશ્ચાસ્મિ મેરુઃ શિખરિણામહમ્ ॥ ૨૩॥ અગિયાર રુદ્રોમાં શંકર હું છું, યક્ષ તથા રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું,આઠ વસુઓમાં અગ્નિ હું છું અને શિખરબંધ પર્વતોમાં મેરુ પર્વત હું છું.॥ ૨૩॥ પુરોધસાં ચ મુખ્યં માં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ્ । સેનાનીનામહં સ્કન્દઃ સરસામસ્મિ સાગરઃ ॥ ૨૪॥ હે પાર્થ […]
દશમ અધ્યાય: વિભૂતિયોગ શ્ર્લોક નં ૧૨ થી ૨૧ અર્જુન ઉવાચ । પરં બ્રહ્મ પરં ધામ પવિત્રં પરમં ભવાન્ । પુરુષં શાશ્વતં દિવ્યમાદિદેવમજં વિભુમ્ ॥ ૧૨॥ અર્જુન કહે : હે વિભુ ! આપ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો. આપ સનાતન દિવ્ય પુરુષ, દેવાધિદેવ આદિદેવ, શાશ્વત અને સર્વવ્યાપક છો.વ॥ ૧૨॥ આહુસ્ત્વામૃષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા । અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે ॥ ૧૩॥ એટલા માટે જ દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ વગેરે દેવર્ષિઓ આપને એ રીતે ઓળખે છે. અને આપ સ્વયં પણ મને એ જ વાત કરી રહ્યા છો.॥ […]
દશમ અધ્યાય: વિભૂતિયોગ શ્ર્લોક નં ૧ થી ૧૧ અથ દશમોઽધ્યાયઃ । વિભૂતિયોગઃ શ્રીભગવાનુવાચ । ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ । યત્તેઽહં પ્રીયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા ॥ ૧॥ શ્રી ભગવાન કહે : હે મહાબાહો ! ફરીથી તું મારા પરમ વચનો સાંભળ; તને મારા ભાષણ થી સંતોષ થઇ રહ્યો છે એટલે જ તારું હિત કરવાની ઈચ્છાથી હું તને આગળ કહું છું.॥ ૧॥ ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ । અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશઃ ॥ ૨॥ દેવગણો તથા મહર્ષિઓને પણ મારા પ્રાદુર્ભાવની ખબર નથી, કેમ કે હું સર્વ રીતે દેવો […]