ગુણત્રયવિભાગયોગઃ પરં ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમમ્ । યજ્જ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ ॥ ૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ શ્રી ભગવાન કહે : જે જ્ઞાનને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે.॥ ૧॥ ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ । સર્ગેઽપિ નોપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ ॥ ૨॥ ગુજરાતી ભાંષાન્તરઃ આ જ્ઞાનનો આશ્રય લઈને જે મારામાં એકરૂપ થઇ ગયા છે, તે સૃષ્ટિના ઉત્પતિ કાળમાં જન્મતા નથી કે પ્રલયમાં વ્યથા પામતા નથી ॥ ૨॥ મમ યોનિર્મહદ્ બ્રહ્મ તસ્મિન્ગર્ભં દધામ્યહમ્ । સમ્ભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત ॥ ૩॥ ગુજરાતી ભાંષાન્તરઃ હે ભારત ! મૂળ […]
ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ । સર્વથા વર્તમાનોઽપિ ન સ ભૂયોઽભિજાયતે ॥ ૨૩॥ ગુજરાતી ભાંષાન્તરઃ જે ઉપરોક્ત પ્રકારે ક્ષેત્રજ્ઞ ને સર્વ વિકારો સહિત પ્રકૃતિને જાણે છે,તે સર્વ પ્રકારે વર્તતો હોવા છતાં ફરીથી જન્મ પામતો નથી. ॥ ૨૩॥ ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના । અન્યે સાઙ્ખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે ॥ ૨૪॥ ગુજરાતી ભાંષાન્તરઃ કેટલાક ધ્યાન વડે હૃદયમાં આત્માને શુદ્ધ અંત:કરણ વડે જુવે છે.કેટલાક સાંખ્યયોગ વડે અને બીજાઓ કર્મયોગ વડે પોતામાં આત્મા ને જુવે છે. ॥ ૨૪॥ અન્યે ત્વેવમજાનન્તઃ શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે । તેઽપિ ચાતિતરન્ત્યેવ મૃત્યું શ્રુતિપરાયણાઃ ॥ ૨૫॥ ગુજરાતી ભાંષાન્તરઃ વળી […]
સર્વદ્વારેષુ દેહેઽસ્મિન્પ્રકાશ ઉપજાયતે । જ્ઞાનં યદા તદા વિદ્યાદ્વિવૃદ્ધં સત્ત્વમિત્યુત ॥ ૧૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ દેહમાં સર્વ ઇન્દ્રિયોમાં જયારે જ્ઞાનનો પ્રકાશ પડે, ત્યારે સત્વની વૃદ્ધિ થઇ છે એમ માનવું.॥ ૧૧॥ લોભઃ પ્રવૃત્તિરારમ્ભઃ કર્મણામશમઃ સ્પૃહા । રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ ॥૧૨॥ ગુજરાતી ભાંષાન્તરઃ ગુજરાતી ભાંષાન્તરઃ હે ભરતશ્રેષ્ઠ ! લોભ,પ્રવૃત્તિ,કર્માંરંભ, ઉચ્છુંખલતા અને ઈચ્છા એ સર્વ ચિન્હો રજોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે. ॥૧૨॥ અપ્રકાશોઽપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ । તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુનન્દન ॥ ૧૩॥ ગુજરાતી ભાંષાન્તરઃ વિવેકનો નાશ , કંટાળો, દુર્લક્ષ અને મોહ એ તમોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.॥ ૧૩॥ યદા સત્ત્વે પ્રવૃદ્ધે તુ […]
ત્રયોદશોધ્યાય: ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૨ અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ્ । એતજ્જ્ઞાનમિતિ પ્રોક્તમજ્ઞાનં યદતોઽન્યથા ॥ ૧૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ ધ્યાત્મજ્ઞાન માં નિષ્ઠા રાખવી,તત્વજ્ઞાન નો વિચાર કરવો.આ જ્ઞાન કહેવાય છે. આનાથી વિરુદ્ધ છે તે અજ્ઞાન કહેવાય છે. ॥ ૧૧॥ જ્ઞેયં યત્તત્પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વામૃતમશ્નુતે । અનાદિમત્પરં બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે ॥ ૧૨॥ ગુજરાતી ભાંષાન્તરઃ જે જાણવા યોગ્ય છે,જેને જાણવાથી જીવ ને મોક્ષ મળે છે,તે વિષે હવે તને કહું છું, તે અનાદિ સર્વોત્કૃષ્ટ બ્રહ્મને સત્ પણ કહી શકાય તેમ નથી અને અસત્ પણ કહી શકાય તેમ નથી.॥ ૧૨॥ સર્વતઃ પાણિપાદં તત્સર્વતોઽક્ષિશિરોમુખમ્ । સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ ॥ […]
અર્જુન ઉવાચ । પ્રકૃતિં પુરુષં ચૈવ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞમેવ ચ । એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાનં જ્ઞેયં ચ કેશવ ॥ ૧॥ અર્જુન કહે છે-પ્રકૃતિ અને પુરુષ,ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ,જ્ઞાન અને જ્ઞેય -આ બધાં વિષે હું જાણવા ઈચ્છું છું. (નોંધ-કેટલાંક પુસ્તકોમાં આ શ્લોક પાછળ થી ઉમેરાયો છે,એમ ટીકાકારો માને છે,જો આ શ્લોક નો ઉમેરો કરવામાં આવે તો ગીતાના કુળ શ્લોકો ની સંખ્યા ૭૦૧ ની થશે.એટલે આ શ્લોક ને નંબર આપ્યો નથી) ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે । એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ॥ ૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ ભગવાન કહે: હે કોંતેય !આ દેહ “ક્ષેત્ર ‘કહેવાય […]
કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ | કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન || ||૩૯|| ગુજરાતી ભાષાંતરઃ પરન્તુ હે જનાર્દન, આપણે લોકો તો કુળનો નાશ કરવામાં દોષ જોઇ સક્યે છીએ, આપણે આ પાપથી નિવૃત્ત કેમ ન થવું જોઇએ? (અર્થાત આ પાપ કરવાથી બચવું જોઇએ). કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ | ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત || ||૪૦|| ગુજરાતી ભાષાંતરઃ કુળનો નાશ થઇ જવાથી કુળનો સનાતન (સદિયોથી ચાલી રહેલ) કુલધર્મ પણ નષ્ટ થઇ જાય છે. અને કુળનો ધર્મ નષ્ટ થવાથી બધા પ્રકારનાં અધર્મ વધવા લાગે છે. અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ | સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ || ||૪૧|| ગુજરાતી […]
ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે | ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ || ||૩૦|| ગુજરાતી ભાષાંતરઃ મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય પડવામાં છે, અને મારી બધી ત્વચા માનો આગમાં સળગી ઉઠી છે. હું અવસ્થિત રહેવામાં અશક્ત થઇ ગયો છું, મારૂં મન ભ્રમિત થઇ રહ્યું છે. નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ | ન ચ શ્રેયોઽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે || ||૩૧|| ગુજરાતી ભાષાંતરઃ હે કેશવ, જે નિમિત્ત છે તેમાં પણ મને વિપરીતજ દેખાય રહ્યું છે, કારણકે હે કેશવ, મને પોતાનાંજ સ્વજનો ને મારવામાં કોઇ પણ પ્રકારનું કલ્યાણ દેખાતું નથી. ન કાઙ્ક્ષે વિજયં કૃષ્ણ ન […]
સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ | નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ || ||૧૯|| ગુજરાતી ભાષાંતરઃ શંખોના આ મહાધ્વનિથી આકાશ અને પૃથ્વિ ગુંજવા લાગ્યા તથા ધૃતરાષ્ટ્રનાં પુત્રોનાં હૃદય બેસી ગયા. અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ | પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ || ||૨૦|| હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે | અર્જુન બોલ્યા: સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેઽચ્યુત || ||૨૧|| યાવદેતાન્નિરિક્ષેઽહં યોદ્ધુકામાનવસ્થિતાન્ | કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે || ||૨૨|| ગુજરાતી ભાષાંતરઃ ત્યારે ધૃતરાષ્ટ્રનાં પુત્રોંને વ્યવસ્થિત જોઇ, કપિધ્વજ (જેમના ધ્વજ પર હનુમાનજી વિરાજમાન હતા) શ્રી અર્જુને શસ્ત્ર ઉઠાવી ભગવાન હૃષિકેશને આ વાક્ય કહ્યાં.હે અચ્યુત, મારો રથ બન્ને સેનાઓની મધ્યમાં […]
તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક અર્જુન બોલ્યા: જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન | તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ ||૧|| ગુજરાતી ભાષાંતરઃ હે કેશવ, જો આપ બુદ્ધિને કર્મથી અધિક માનતા હો તો મને આ ઘોર કર્મમાં શા માટે નિયોજીત કરો છો? વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મેં | તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોઽહમાપ્નુયામ્ ||૨|| ગુજરાતી ભાષાંતરઃ ભળતા વાક્યોથી મારી બુદ્ધિ શંકિત થઇ રહી છે. માટે મને એ એક રસ્તો દેખાડો જે નિશ્ચિંત પ્રકારે મારા માટે ઉત્તમ હોય. શ્રીભગવાન બોલે લોકેઽસ્મિન્દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ | જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનામ્ || ૩ || ગુજરાતી […]
દ્રાદશ અધ્યાય: ભક્તિયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૦ અથૈતદપ્યશક્તોઽસિ કર્તું મદ્યોગમાશ્રિતઃ । સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન્ ॥ ૧૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ જો મને ઉદ્દેશીને કર્મો કરવામાં પણ તું અશક્ત હોય તો મારા યોગ નો આશ્રય કરી- મનનો સંયમ કર,અને અનન્ય ભાવે મારા શરણે આવી,સર્વ કર્મો નાં ફળ નો ત્યાગ કરી દે.॥ ૧૧॥ શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાજ્જ્ઞાનાદ્ધ્યાનં વિશિષ્યતે । ધ્યાનાત્કર્મફલત્યાગસ્ત્યાગાચ્છાન્તિરનન્તરમ્ ॥१२॥ ગુજરાતી ભાંષાન્તરઃ અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં કર્મ ના ફળ નો ત્યાગ શ્રેષ્ઠ છે કારણકે કર્મફળ ના ત્યાગથી શાંતિ શ્રેષ્ઠ છે. આ રીતે […]