સામગ્રી: એક વાટકી તુવેરની દાળ 100 ગ્રામ ગોળ પાંચથી છ કોકમ અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું એક ચમચી સિંગદાણા 4 ચમચી તેલ વઘાર માટે બે-ત્રણ લવિંગ,તજ અડધી ચમચી રાઈ હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું. ઢોકળી માટે: ઘઉંનો લોટ એક વાટકી, પા ચમચી હળદર, મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે. બે ચમચી તેલ મોણ માટે. રીત : સૌ પ્રથમ તુવેરની દાળને બાફી એમાં સંચો ફેરવી એકરસ કરવી.એમાં છ કપ ગરમ પાણી નાખવું. હવે ગોળ, કોકમ, હળદર, મરચું, મીઠું અને સિંગદાણા નાખીને ઊકળવા દો. બે ચમચા તેલ વઘાર માટે મૂકી એમાં તજ, […]

૪ થી ૬ વ્યકિત માટે લો પાવર લેવલ = ૦૦ – ૪૦ % મઘ્યમ પાવર લેવલ = ૪૦ – ૯૦ % માઇક્રો = ૧૦૦ % સામગ્રી : ૧ કપ ચણાનો લોટ, ૩ કપ ખાટી છાસ, મીઠુ સ્વાદ મુજબ, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરુ, અડધી ચમચી હળદર, ૨ થી ૩ લીલાં મરચા, વઘાર માટે તેલ, રાઇ, કોથમીર, સફેદ તલ. રીત : સૌ પ્રથમ તેલ લગાડેલાં એક બાઉલમાં ચણાનો લોટ, છાસ, મીઠું, મરચું, ધાણાજીરુ, હળદર આ બધુ જ નાખીને એકસરખુ હલાવી ૧૫ મિનિટ માટે માઇક્રો કરો કરો. વરચે બે વખત […]

સામગ્રીઃ નાના બટાટા ૫૦૦ ગ્રામ, મીઠું પ્રમાણસર, હિંગ ચપટી, જીરું વધાર માટે, તેલ પ્રમાણસર, કોપરાનું ખમણ. સુશોભન માટે સામગ્રીઃ સમારેલી કોથમરી એક ઝૂડી, ફોલેલું લસણ એક ગાંઠિયો, દાળિયા ૫૦ ગ્રામ, લાલ મરચું ૧ ચમચી, બે લીંબુનો રસ, મીઠું પ્રમાણસર, કોપરાનું ખમણ ૫ ચમચી, ખાંડ ૧ ચમચી . રીતઃ બટાટાને બધકચરા બાફવા. પછી તેને છોલી નાખવા અને વચ્‍ચેથી એક કાપો મૂકવો. પછી ચટણીની બધી સામગ્રી લઈને ચટણી વાટી નાખવી અને તેમાં લીંબુનો રસ નાખવો. પછી બટાટામાં આ ચટણી ભરીને બટાટા તૈયાર કરવા. પછી એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરું, હિંગનો વઘાર […]

સામગ્રીઃ ૧/૨ વાટકી બદામનો બારીક ભૂકો, ૧/૨ વાટકી પિસ્‍તાનો કરકરો ભૂકો, ૧/૨ વાટકી ખાંડ, ૧/૪ વાટકી પિસ્‍તાના બારીક ટુકડા, ૧/૪ વાટકી ખાંડ, ત્રણ ચાર ટીપા બદામનું એસેન્‍સ, પ્રમાણસર કેશર, પિસ્‍તાની કતરી રીતઃ ૧/૨ વાટકી ખાંડમાં ૧/૨ પાણી નાંખી એક તારની ચાસણી બનાવો. ચાસણી થઈ ગયા બાદ નીચે ઉતારી તેમાં બદામનો ભૂકો અને બદામનું એસેન્‍સ નાંખી બરાબર મીકસ કરો.૧/૪ ખાંડ તથા ૧/૪ પાણી મીકસ કરી એક તારની ચાસણી કરો. તૈયાર થઇ ગયા બાદ નીચે ઉતારી તેમાં પિસ્‍તા પાઉડર અને પિસ્‍તાના ટુકડા નાખવા બરાબર મીકસ કરવું બદામના પુરણમાંથી થોડું પૂરણ લઈ પુરીની […]

સામગ્રીઃ ચોખા ૨૦૦ ગ્રામ, પાણી પ્રમાણસર, મીઠા લીમડાનાં થોડાક પાન, એલચીનાં છોડાં પ્રમાણસર, તમાલપત્ર થોડાંક. રીતઃ ચોખાને પાણીથી ધોઈ નાખવાં, પછી ચોખાની ઉપર ત્રણ આંગળ પાણી રહે તેમ રાખી તપેલી ચૂલા ઉપર ચડાવવી. પછી ચોખા ખદખદે એટલે એને ધીમા તાપ ઉપર રાખવા એટલે તે બરાબર સીઝાઈને ફૂલી જશે. પછી તેને ઉતારીને ઓસાવી સેવા. જો આ ભારતે સુગંધિત બનાવવો હોય તો તેમાં થોડાંક મીઠા લીમડાનાં પાન, તમાલપત્રના કટકા અને એલચીનાં છોડાં નાખવાં.

સામગ્રી : મેથીની ભાજી (બારીક સમારેલી )-૧ ઝૂડી લીલાં મરચાં-૨ નંગ તલ -૧ ચમચી હળદર -પા ચમચી બાજરીનો લોટ -૨૫૦ ગ્રામ મીઠું -સ્વાદ મુજબ દહીં -જરૂર મુજબ રીત : મેથીની ભાજીનાં પાનને બારીક સમારી પાણીમાં સારી રીતે ધોઇ,નિતારીને કાઢી લો.પછી તેમાં લીલાં મરચાંની પેસ્ટ,તલ,હળદર,મીઠું ઉમેરીને મસળો જેથી મેથીનાં પાન એકદમ કુમળાં થઇ જશે. હવે બાજરીના લોટમાં દહીં ભેળવી જરૂર પૂરતું પાણી ઉમેરી કણક બાંધો. તેના પોચા હાથે લૂઆ બનાવી થેપલાં વણો. લોઢી ગરમ કરી બંને બાજુએ સહેજ તેલ મૂકી આછા બ્રાઉન રંગનાં શેકી લો.

સામગ્રી : ૫૦૦ ગ્રામ ચણાદાળ, નારિયેળનું ખમણ, આદું-મરચાં, હિંગ-રાઈ, કોથમીર તેલ, મીઠું, ખારો. રીત : રાત્રે ચણાની દાળને પલાળી, સવારે વાટી તેમાં તેલ અને ખારો નાખી ખૂબ ફીણો. બાદ તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું નાખી આથો લાવો. થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી, વરાળથી બાફો અને ઠંડા પડે ટુકડા કરો. તેલ ગરમ કરી રાઈ-હીંગ વગેરેનો વઘાર કરી તેમાં ટુકડા નાખી હલાવો. તૈયાર થયે સમારેલ કોથમીર-મરચાં અને કોપરાનાં છીણને ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો. ખમણની ચટણી બનાવવા માટે: ૨૦૦ગ્રામ ખમણનો ભૂકો, ખાંડ, રાઈ, કોથમીર, તેલ, ૧૦૦ ગ્રામ અડદ-દાળ, લીમડો, કોપરું અને દહીં તૈયાર […]

સામગ્રીઃ ૪૫૦ગ્રા. ભીંડી, ૫૦ગ્રા. તેલ, હળદર, મરચું, લીલાં મરચાં, ધાણાજીરું, મીઠું, રાઈ,હિંગ. બનાવવાની રીતઃ ભીંડીને ભીના કપડાથી સાફ કરી, સુધારી તેના નાના ટુકડા કરો.તેલ અથવા ઘી ગરમ કરી, તેમાં રાઈ અને હિંગનો વઘાર કરી તેમાં ઘીંડી નાખી સિઝવા દો. બાદ મસાલો નાખો.બાદ તેને હલાવી ઢાંકી દઈ, ધીમા તાપે ૨૫ મિનિટ સુધી પકાવો. પોષકતાઃ આમાં ૧૦૦૦ કેલરી છે. ભીંડામાં કેલ્શિયમ પ્રચુર પ્રમાણમાં છે અને શરીરમાં તેનો સંપૂર્ણ ઉપયોગ થાય છે.

સામગ્રી : વાટેલાં લીલાં મરચાં સ્વાદ અનુસાર, 500 ગ્રામ પાપડી, આદુની પેસ્ટ અડધી ચમચી, 200 ગ્રામ રતાળુ, કોથમીર સો ગ્રામ, 200 ગ્રામ શક્કરિયાં, લીલું લસણ 50 ગ્રામ, 200 ગ્રામ બટાકા, ધાણા પાઉડર 2 ટેબલ સ્પૂન, 100 ગ્રામ રીંગણ (નાનાં), મીઠું સ્વાદ અનુસાર, 3 નંગ પાકાં કેળાં, અધકચરા વાટેલા તલ 50 ગ્રામ, 100 ગ્રામ લીલા વટાણા (વાટેલા), 500 ગ્રામ લીલા કોપરાનું ખમણ, બે ચમચી ખાંડ, એક ચમચી અજમો, એક ચપટી સોડા બાયકાર્બ, અડધી ચમચી શાકનો ગરમ મસાલો. રીત : સૌ પ્રથમ વાટેલા લીલાં મરચાં, જરા વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, […]

સામગ્રી – નારંગીનો રસ 400 મિલી.લી, લીંબૂનો રસ દોઢ કપ ખાંડ, નારંગી રંગના થોડાક ટીપા, મોસંબીનું એસેંસના કેટલાક ટીપા, કેએમએસ એક ચપટી. વિધિ – મોસંબીનો ગાળી લો. ખાંડમાં થોડુ પાણી નાખીને 2 તારની ચાસણી બનાવો. તેમાં લીંબૂનો રસ ભેળવી ગાળી લો. ચાસણીમાં ધીરે ધીરે નારંગીનો રસ ભેળવો, એક મિનિટ ઉકાળ્યા પછી ઉતારી લો. આમાં થોડુ શરબત કાઢી લો અને તેમા કેએમએસ સારી રીતે ભેળવી બધામાં મિક્સ કરો. એસેંસ અને નારંગી રંગ પણ ભેળવો. એસેંસ અને નારંગી રંગ પણ ભેળવો અને બોતલમાં ભરો. સ્વાદિષ્ટ શરબત તૈયાર છે

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors