સામગ્રી: ૨ નંગ દેશી અને કડક કાચા કેળા, ૫૦ ગ્રામ નાયલોન સાબુદાણા, ૫૦ ગ્રામ શીંગદાણા, ૨૦ ગ્રામ લીલવા દ્રાક્ષ, ૨૦ ગ્રામ બદામ, ૨૦ ગ્રામ કાજુ, સ્વાદાનુસાર ફરાળી મીઠું, ૩ ચમચી દળેલી ખાંડ, ૨ ચમચી શેકેલી વરીયાળી, ૨ નંગ લીલા મરચાં, ૪ થી ૫ નંગ મીઠા લીમડાના પાન, તળવા માટે તેલ. રીત : સૌ પ્રથમ તેલ ગરમ મૂકો. હવે કાચા કેળાની છાલ ઉતારો અને એક વાત ઘ્યાનમાં રાખો કે કેળાની છાલ છીણ કરતી વખતે જ ઉતારવી. નહિતર કેળા કાળા પડી જશે. હવે કેળાનું છીણ સીધું ગરમ તેલમાં જ પાડો અને ધીમે […]
સામગ્રી : ૬ શેકેલાં બટાકાં, ૨ મોટા ચમચા કિસમિસ, ૨ મોટા ચમચા દાડમના દાણા, ૧ કપ ઘટ્ટ દહીં, ૧ ચમચો ક્રીમ, ચપટી પાર્સલે, મીઠું અને મરી સ્વાદાનુસાર. રીત : બટાકાંને ઓવનમાં શેકી લો. દહીં અને ક્રીમ એકબીજા સાથે મિક્સ કરો. તેમને બરાબર ફીણી નાખો. બટાકાંનાં ગોળ પતીકાં કરો. દરેક ટુકડાંને દહીં-ક્રીમમાં ડિપ કરી ડિશમાં સજાવો. તેમાં કિસમિસ અને દાડમના દાણા નાખો. મીઠું મરી અને પાર્સલે નાખી ઠંડું સેલડ પીરસો.
સામગ્રી : ૨ કપ કાચું પપૈયું (છીણેલું), ૧ ટામેટું ઝીણું સમારેલું, ૨ ચમચા શેકેલી શિંગ (ખાંડેલી), ૧ લીલું મરચું (બી કાઢીને સમારેલું), ૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર. ડ્રેસિંગ માટેની સામગ્રી : મીઠું, ખાંડ, લીંબુનો રસ, મરચું. રીત : પપૈયાને એક મિનિટ સ્ટીમ આપો. પછી ચારણીમાં મૂકી પાણી નિતારી લો. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરો. ઉપર ડ્રેસિંગની સામગ્રી મિક્સ કરી સેલડ ડિશ તૈયાર કરો.
સામગ્રી : ૧ વાટકી નાના કદના સોયાબીન, ૧/૨ વાટકી વટાણા, ૧ ટામેટું, ૨-૩ લીલાં મરચાં, ૧/૨ ચમચી? છીણેલું આદું, મીઠું તથા મરી સ્વાદ મુજબ, ૩-૪ કાકડી, ૧ લીંબુ. રીત : સોયાબીન તથા વટાણામાં મીઠું અને મરી નાખીને ઓછા પાણીમાં તે પોચા પડે ત્યાં સુધી બાફી લો. હવે તેમાં ટામેટું અને લીલાં મરચાં સમારીને મિક્સ કરો. છીણેલું આદું અને લીંબુનો રસ પણ વટાણાના મિશ્રણમાં મિક્સ કરો. કાકડીને ધોઈ વચ્ચેથી તેનો માવો કાઢી તેને પોલી કરી નાખો. તેને ઝીણી ઝીણી સમારીને વટાણાના મિશ્રણમાં મિક્સ કરો. હવે કાકડીના પોલા ભાગમાં બધું મિશ્રણ ભરીને […]
સામગ્રી : ૧ કપ ફણગાવેલા મગ, ૧ કપ બાફેલા કાબુલી વટાણા, ૧/૨ કપ સમારેલી કાકડી, ૧ સમારેલું સફરજન, ૧ છોલેલી નારંગી, ૧/૨ કપ દ્રાક્ષ, ૧/૨ કપ બાફીને સમારેલાં બટાકાં, ૧ સમારેલું ટામેટું, ૧/૨ કપ સમારેલ કોબીજ, ૧ કપ દહીં, ૨ ચમચા ક્રીમ, ૧/૨ ચમચી મરી, ૧/૨ ચમચી મીઠું. રીત : દહીંને કપડામાં બાંધીને ૧/૨ કલાક સુધી લટકાવી રાખો. તેમાંથી જ્યારે બધું જ પાણી નીતરી જાય ત્યારે તેમાં ક્રીમ, મીઠું અને મરી નાખીને સારી રીતે ફીણી લો. તેમાં બધાં જ શાકભાજી અને ફળ, વટાણા, મગ નાખીને ઠંડા કરીને પીરસો.
સામગ્રી : ટામેટાં લાલ : ૧ કિલો, પાણી : ૪ કપ, કાળાં મરી, સાકર, મકાઈનો લોટ : ૧ ચમચી, મીઠું : જરૂરી પ્રમાણમાં, મલાઈ : ૧ ચમચો અને માખણ. રીત : એક વાસણમાં મલાઈ ગરમ કરી તેમાં ઝીણાં સમારેલાં ટામેટાં નાંખી પાણી નાખી ટામેટાં ધીમા તાપે સીજવા દો. પછી ગળી જાય ત્યારે બરાબર એકરસ કરો. (અથવા ઠંડા કરી મીક્ષ્ચરમાં ક્રશ કરો) પછી પ્લાસ્ટિકની ગળણીથી ગાળી લેવા. ૧ ચમચી પાણીમાં મકાઈનો લોટ મિક્સ કરી ધીમે ધીમે સૂપમાં નાખતા જવું અને સૂપ હલાવતા જવું, પછી સૂપ ઉકાળો. તેમાં એક ચમચો સાકર નાખવી. […]
સામગ્રી : મસૂર આખા 500 ગ્રામ, દૂધ 1 ટે. સ્પૂન. તળવા માટે તેલ, મીઠું, સંચળ ઉપર ભભરાવવા માટે, ચણાનો લોટ એકદમ ઝીણો 500 ગ્રામ, તેલ મોણ માટે 50 ગ્રામ, મીઠું સ્વાદ મૂજબ, સફેદ મરચું ઉકાળીને તેનું પાણી થોડું તળવા માટે તેલ. રીત : મસૂરને આગલે દિવસે ધોઈને પાણીમાં ડૂબાડૂબ પલાળવા. તેમાં એક નાની ચમચી દૂધ ઉમેરવું. બીજે દિવસે મસૂરને ચારણીમાં નીતારી કપડા પર કોરા કરવા. ગરમ તેલમાં ભભરાવીને થોડા થોડા તળવા, તેલ ઉભરાય નહીં તેનો ખાસ ખ્યાલ રાખવો. મસૂર તેલમાં ઉપર તરે ત્યારે નીતારીને કાઢી લેવા. ચણાના લોટમાં મીઠું, મોણ, […]
સામગ્રી : 1 કપ પીળી મગની દાળ 3/4 કપ ઘઉંના ફાડા 1 કપ બટાટા સમારેલા 1 કપ લીલા વટાણા 1 કપ ફલાવર 1 કપ કાપેલા કાંદા 1 ટેબલ સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ 1/2 ચમચી મરી 1/2 ચમચી હળદર 1 ચમચી મરચું સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે : 1 ટુકડો તજ, 3 લવિંગ, 1 ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, 3 ચમચા ઘી. રીત : સૌ પ્રથમ મગની દાળ અને ફાડાને ધોઈને 15 મિનિટ પલળવા દો. પાણી નિતારીને બાજુ પર મૂકો. હવે ચાર કપ પાણી ઉકાળીને રાખો. ત્રણ ચમચી ઘીને વઘાર માટે પ્રેશર […]
સામગ્રીઃ ૫૦૦ગ્રા. પાપડી, આદું, મરચાં, લીલું લસણ, હળદર, શાકનો મસાલો, તેલ, સંચોરો, કોથમીર, મીઠું, મરચું. રીતઃ પાપડીને છોલી નાખો. તપેલીમાં પાણી, મીઠું અને સંચોરો નાખી પાપડી ધોઈને નાખી દઈ, ચઢવા દો.ચઢ્યા પછી વાટેલાં આદું- મરચાં- લસણ- કોથમીર-મરચું- હળદર અને શાકનો મસાલો નાખી હલાવો. થોડીવાર રહેવા દઈ નીચે ઉતારો. (પાપડી- રીંગણ, પાપડી-રતાળું, પાપડી- મેથીના મૂઠિયાના મિશ્ર શાકો મનાવી શકાય છે.) પોષકતાઃ ૧૨૦૦ કેલરી છે. શિયાળામાં મળતા પાપડીના શાકમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોઈ, તે સારું પોષણમૂલ્ય ધરાવે છે.
સામગ્રીઃ ૫૦૦ ગ્રા. કારેલાં, ૨૫૦ ગ્રા. કાંદા, આદું, મીઠું, મરચાં, હિંગ, રાઈ, ખાંડ, ધાણા, હળદર, તેલ, જીરું. રીતઃ કારેલાંને ધોઈ, છોલીને લાંબા પાતળા કટકા કરી, મીઠું દઈને અડધો કલાક રહેવા દો.કાંદા છોલી સમારીને તેલમાં લાલાશ પડતાં સાંતળી લો.એક તપેલીમાં તેલ મૂકી રાઈ- હિંગનો વધાર કરી કારેલાં નિચોવીને વઘારી દો.ઉપર મરચું, હળદર, ખાંડ અને કાંદા નાખી ફરી હલાવો, મીઠું ચાખીને નાખો.પછી તેને ચઢવા દો. શાક બરાબર ચઢી જાય એટલે ધાણાજીરું નાખીને નીચે ઉતારી લો. પોષકતાઃ આમાં ૧૦૦૦કેલરી છે. કારેલાં લોહ અને વિટામીનથી ભરપૂર છે. ભાવમિશ્ર કારેલાંને કૃમિ મટાડનાર કહે છે. ડાયાબિટીસમાં […]