પાંઉભાજીનો મસાલો સામગ્રીઃ આખા ધાણા ૨ ચમચી, જીરૂ ૧ ચમચી, આખા લાલ મરચા ૩-૫ નંગ, હળદર પા ચમચી, આમચુર ૧ ચમચો, લવિંગ ૫-૬ નંગ, એલચી ૧ નંગ, મરી ૨-૩ નંગ, તજ ૧ નાનો, ટુકડો,ચણાની દાળ ૧ ચમચી, સુંઠનો પાવડર પા ચમચી, હિંગ પા ચમચી રીતઃ કડાઈમાં હિંગ,ચણાની દાળ્,આખા ધાણા,જીરૂ,લાલ મરચા,એલચી,લવિંગ,વ અને તજને શેકો.પચી તેનેગેસ પરથી ઉતારીને ક્રશ કરી લો.તેમાં હળદર,સુંઠનો પાવડર અને આમચુર ભેળવો.પાંઉભાજીનો મસાલોનો મસાલો તૈયાર છે. શાકનો મસાલો સામગ્રીઃ હિંગ પા ચમચી, આખા ધાણા ૨ ચમચી, વરિયાળી ૧ ચમચો, જીરૂ ૧ ચમચી, આમચુર ૧ ચમચી, મેથી […]
સામગ્રી – ૨ ડુંગળી, ૧ ગાજર, ૨-૩ ટામેટાં, ૧ કેપ્સિકમ મરચું, ૨-૩ લીલા મરચાં, ૭-૮ સેવ પુરી, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી જીરું પાવડર, ૧ ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચુર પાવડર, ૨ ચમચી સેવ, સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી કોથમીર. બનાવવાની રીત – એક વાટકામાં કાપેલાં ડુંગળી, ગાજર, લીલા મરચા અને કેપ્સિકમ મરચું લઇ તેમાં મીઠું, લાલ મરચું, ચાટ મસાલો, જીરું પાવડર, આમચુર પાવડર સારી રીતે મિક્સ કરો. ટામેટાને સ્લાઇસમાં કાપો અને એક પ્લેટમાં બે-ચાર સ્લાઇસ ફેલાવી દો. હવે તેમારા હાથથી સેવ મસળો અને વાટકામાં બધા શાકભાજી […]
સામગ્રી : કન્ડેન્સ્ડ મિલ્ક ૪૦૦ ગ્રામ, સમારેલી કિસમિસ ૧ ચમચી, બદામના ટુકડા 1 ચમચી, છીણેલું કોપરું ૪ કપ, એલચીનો ભૂકો અડચી ચમચી. રીત : સૌ પ્રથમ એક તપેલી ગરમ કરી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક રેડો. એ સાઈડ પરથી છૂટું પડે ત્યાં સુધી હલાવતાં રહી થવા દો. ગેસ પરથી ઉતારી ઠંડું કરો. તેમાં કિસમિસ, બદામનાં ટુકડા અને એલચી પાવડર મિક્સ કરો. એ મિશ્રણના નાના નાના ભાગ કરી લાડુ વાળો. એક પ્લેટમાં છીણેલું કોપરું લઈ તેમાં લાડુ રગદોળી પીરસો.
સામગ્રી : બટાટા ૧ કિલો, સાબુદાણા ૨૫૦ ગ્રામ, કોથમીર ૧ ઝૂડી, ૬ વાટેલાં લીલાં મરચાં, ૧ લીંબુનો રસ, તજ ૪ ટુકડા, લીલા નાળિયેરનું ખમણ ૫૦ ગ્રામ, લવીંગનો ભૂકો ૨ ચમચી, મીઠું પ્રમાણસર રીત : સૌપ્રથમ બટાટાને બાફીને તેની છાલ ઉતારીને તેનો છૂંદો કરવો. ત્યારબાદ સાબુદાણાને ધોઈને બે કલાક પલાળી રાખવા. સાબુદાણા ફૂલી જાય એટલે તેને ચાળણીમાં કાઢીને કોરા કરવા. ત્યારબાદ બટાટાના માવામાં સાબુદાણા, મીઠું વાટેલાં મરચાં, ઝીણી સમારેલી કોથમીર, કોપરાનું ખમણ, લવીંગનો ભૂકો અને તજનો ભૂકો નાંખીની મિક્સ કરવું. પછી સહેજ તેલવાળો હાથ કરીને તેના ગોળા વાળી લેવા. હવે એક […]
સામગ્રી : લીલી મકાઈ ૫૦૦ ગ્રામ, લીલાં મરચાં ૧૦ નંગ, કોથમીર ૫૦ ગ્રામ, લીંબુ ૧ નંગ, મેંદો ૨૫૦ ગ્રામ, મીઠું-હળદર, ધાણા-જીરું સ્વાદ મુજબ, તળવા માટે તેલ, ૧ ચમચી તલ, ૧ ચમચી વરિયાળી, ૫૦ ગ્રામ કોપરાની છીણ, તળવા માટે તેલ રીત : સૌપ્રથમ મકાઈનાં છોતરાં ઉખાડી આખાને આખા મકાઈ દાણા સાથે કૂકરમાં ચાર સીટી મારી બાફી લો. ઠંડા પડે એટલે ચાકુ વડે દાણા ઉતારી લેવા. તે દાણા પાણીમાં નીતારી નાંખવા, જેથી સફેદ રેસા છૂટાં પડી જશે. ત્યારબાદ દાણા મિક્સરમાં વાટી લેવા. લીલાં મરચાં, કોથમીર અલગથી વાટી રાખવાં. મેંદાના લોટમાં મીઠું અને […]
સામગ્રી : રવો 250 ગ્રામ, દળેલી ખાંડ 250 ગ્રામ, ઘી 150 મિલી, કાજુ 30 ગ્રામ, કિસમિસ 30 ગ્રામ, એલચી 10 ગ્રામ. રીત : સૌપ્રથમ રવાને આછો બદામી રંગનો શેકીને મિક્સરમાં દળી લો. તેમાં ખાંડ અને એલચી મિક્સ કરો. હવે થોડા ઘીમાં કાજુના ટૂકડા અને કિસમિસ સાંતળીને રવાના મિશ્રણમાં નાંખો. બાકી રહેલું ઘી ગરમ કરીને ઓગળે એટલે રવના મિશ્રણમાં નાંખી દો. મિશ્રણને બરાબર એકરસ કરો જેથી લાડુ વાળતી વખતે તે છૂટું ન પડી જાય. જરૂર પડે તો થોડું વધુ ઘી લઈ શકાય. આ રીતે રવાના લાડુ તૈયાર કરો.
સામગ્રી : બટાટા 500 ગ્રામ, તલ 30 ગ્રામ, કાજુ 50 ગ્રામ, લાલ મરચું 2 ચમચી, મીઠો લીમડો 3-5 પાન, બુરુખાંડ ર ચમચી, શીંગદાણા 100 ગ્રામ, વરિયાળી 30 ગ્રામ, મીઠું પ્રમાણસર, લીલા મરચાં 2 નંગ, તળવા માટે તેલ, લીંબુના ફૂલ એક ચપટી. રીત : સૌપ્રથમ બટાટાને છોલીને છીણી નાંખવા, તે પછી બટાટાના છીણને પાણીમાં નાંખીને કોરા કપડાં પર પાથરી દેવું. ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ ગેસ પર ગરમ કરવા મૂકવું. તેમાં બટાટાના છીણને તળી લેવું. છીણ તળાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેવું. ત્યારબાદ એ જ તેલમાં શીંગદાણા, લીલા મરચાંના […]
સામગ્રી : તાજા રસીલા આંમળાં ૨.૨૫ કિલો, મધ ૨૦૦ ગ્રામ, ખાંડ ૩.૫ કિલો વાંસકપૂર ૫૦ ગ્રામ, એલચી ૫ ગ્રામ, આસન ૫ ગ્રામ, બદામ ૧૦ ગ્રામ, બરાસપૂર ૫ ગ્રામ, તજ-લવિંગ ૫-૫ ગ્રામ, તમાલપત્ર ૫ ગ્રામ, અવક, ચિપ્રક ૫-૫ ગ્રામ. કેસર ૨ ગ્રામ બનાવવાની વિધિ : પહેલાં તો આમળાને ધોઇ લો. ત્યારબાદ તેમાં વાંસની સળી કે સ્ટીલના કાંટા વડે કાણાં પાડી લો. અને તેને ૧ રાત માટે ચૂનાના નિતર્યા પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે તેને પાણીથી ધોઇ લો. અને પ્રેશર કૂકરમાં બાફી લો. અધકચરા બફાઇ જતાં બહાર કાઢીને ઠંડા પાડો અને તેના […]
સામગ્રી ૧ કપ સાબુદાણા ૫૦૦ ગ્રામ બટાકા ૪ ટેબલ સ્પુન સીંગદાણાનો ભૂકો 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચા ૪-૫ મીઠો લીમડાના પત્તા ૩ ટેબલસ્પુન ખાંડ ૧ નંગ લીંબુ ૧ ચમચી આખુ જીરુ ૩ ટેબલ સ્પુન તેલ વઘાર માટે ૨ ચમચા સમારેલી કોથમીર ૨ ચમચો કોપરાનું છીણ ૧ ચપટી હીંગ મીઠું સ્વાદ પ્રમાણે રીત :- સાબુદાણાને સાફ કરી ધોઈને એક વાસણમાં સાબુદાણા ડૂબે તેટલું પાણી અને ચપટી મીઠું નાખી ત્રણ ચાર કલાક પલળવા દો. પલાળેલા સાબુદાણા એકબીજાથી છૂટા રહેવા જોઈએ. હવે બટાકાને બાફીને ઝીણા સમારી લો. એક વાસણમાં તેલ ગરમ કરી […]
સામગ્રીઃ ૧કીલોગાજર,૧ લીટરદુધ,૪૫૦ ગ્રામખાંડ,૩ ચમચાદેશી ઘી,૧૫૦ગ્રામ કાજુ કાપેલાઅને.થોડો કાજુનો ભુકો ૧/૪ ચમચી એલચી પાવડર,૧૦ -૧૨નંગ બદામ બનાવવાની રીતઃ ૧ કીલો ગાજર ખમણી એક વાસણ મા નાંખવા, ત્યારબાદ તેમાં ૧લીટર દુધ ઉમેરવુ,તેને મધ્યમ તાપે ગેસ પર ૫થી૭ મિનિટ રાખવુ, ત્યાર બાદ, ૪૫૦ ગ્રામ ખાંડ નાંખી તે ઓગળી ન જાય અને દુધ પુરુ શોષાય નહિ… ત્યાં સુધી ધિરે ધિરે હલાવતા રેહવું, ત્યાબાદ,૩ મોટા ચમચા દેશી ઘી તેમાં નાંખવુ અને તેને ૨થી ૩ મિનિટ હલાવવુ. કાજુ કટકા અને તેનો ભુક્કો તેમાં નાખી અને ઝડપથી હલાવવું., ત્યારબાદ ૧/૪ ચમચી એલચી પાવડર નાખવો….અને મિક્ક્ષ થયા […]