બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ કેળાં કેળાં બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ છે. તેની ઘણી જાતો છે. તેમાં માંસલ ભાગ ખૂબ હોય છે અને છાલ સહેલાઈથી છૂટી કરી શકાય છે. પાકેલાં કેળાં સારાં. તે જેમ વધુ પાકે છે તેમ છાલ પાતળી થતી જાય છે. કેળાં સ્વાદે મીઠા, સહેજ તૂરા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, ચીકણા, ઝાડાને બાંધનાર, પિત્તશામક અને કફકર છે. તે વીર્યવર્ધક, ધાતુવર્ધક, સ્વાદિષ્ટ અને પથ્ય છે, રક્તપિત્ત, બળતરા, ક્ષત, ક્ષય, તરસ, આંખના રોગ, પેશાબના રોગ, પથરી, નિર્બળતા, દૂબળાપણું વગેરેમાં સારા છે. બાળક કે કોઈપણ વ્યક્તિ […]
સામગ્રી : ૨ કાકડી (મધ્યમ આકારની), ૧ નાની સાકરટેટી, ૧ કાચી કેરી, ૧ ૧/૨ મોટી ચમચી આખો ગરમ મસાલો. (લવિંગ, તજ, મરી, એલચો) ૧/૨ કપ પાણી, ૧ કપ ખાંડ, ૨ નાની ચમચી સંચળ, ૩/૪ કપ સરકો. રીત : કાકડી, સાકરટેટી અને કાચી કેરીની છાલ ઉતારીને જુદા જુદા આકારના ટુકડા કરો. ખાંડ, પાણી, સરકો, મિક્સ કરીને એક ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો. તેમાં આખા ગરમ મસાલા નાખી ધીમા તાપે ૮-૧૦ મિનિટ સુધી રહેવા દો. પછી મીઠું અને બધા ટુકડા નાખી મિશ્રણને બરાબર હલાવી ૧૦ મિનિટ ઢાકીને આંચ ઉપર રહેવા દો. પછી […]
સામગ્રીઃ ૫૦૦ગ્રા. બટાટા, ૧૦૦ગ્રા. તેલ, ૧૦ ગ્રા. આમલી, ૫ગ્રા. લીલા મરચાં, રાઈ, ૦ll ચ.મેથી, મીઠું, હિંગ,મરચું રીતઃ બટાટાને છોલી તેના અડધા ઈચના ટુકડા કરી, ધોઇ પાણી કાઢી નાખી તેમાં મીઠું નાખી ૧૦ મિનિટ રહેવાદો.બટાટા ને તેલમાં શેકી, સોનેરી ભૂરા રંગના થાય ત્યારે તાપ પરથી ઉતારી લો.મરચું, હિંગ, રાઈ અને મેથી થોડા તેલમાં શેકી, તેમાં આમલીનો રસ ભેળવી બરાબર વાટી નાખો.વાટેલ મસાલાને શેકેલા બટાટામાં ભેળવી અને તરત પીરસો. પોષકતાઃ આમાં ૧૨૦૦ કેલરી છે. આપણે બટાટા શાક તરીકે વાપરીએ છીએ, ખોરાક તરીકે નહિ. બટાટા લેવાથી જિંદગી અને શકિત ટકી રહે છે.
સામગ્રીઃ ૪૫૦ગ્રા. પરવળ, ૨૨૫ગ્રા.બટાટા, ૩૦૦ગ્રા. ચણા-લોટ, ૧૫ગ્રા. લીલાં મરચાં, ૫૦ ગ્રા કાંદા, મીઠું,કોપરું,રાઈ, લીબું, કોથમીર, હળદર, મરચું. બનાવવાની રીતઃ પરવળને ધોઈ આખા અથવા બે ટુકડા કરી અર્ધા ચઢે તેમ બાફો.બટાટા બાફી, છાલ કાઢી, છૂંદો કરો. કાંદા- આદું- મરચાં વાટી નાખો.તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી વઘાર થાય ત્યારે તેમાં છૂંદેલા બટાટા, વાટેલ મસાલો, હળદર, મીઠું – મરચું – લીંબુનો રસ નાખી રહેવા દો અને આ માવા વડે પરવળ ભરો.થોડું પાણી, મીઠું અને ચણાનો લોટ ભેળવી તૈયાર કરો.આ મિશ્રણમાં ભરેલા પરવળ બોળી, ગરમ તેલમાં તળો અથવા શાકની જેમ થવા દો. પોષકતાઃ […]
સામગ્રી : મેથીની ભાજી (બારીક સમારેલી )-૧ ઝૂડી લીલાં મરચાં-૨ નંગ તલ -૧ ચમચી હળદર -પા ચમચી બાજરીનો લોટ -૨૫૦ ગ્રામ મીઠું -સ્વાદ મુજબ દહીં -જરૂર મુજબ રીત : મેથીની ભાજીનાં પાનને બારીક સમારી પાણીમાં સારી રીતે ધોઇ,નિતારીને કાઢી લો. પછી તેમાં લીલાં મરચાંની પેસ્ટ,તલ,હળદર,મીઠું ઉમેરીને મસળો જેથી મેથીનાં પાન એકદમ કુમળાં થઇ જશે. હવે બાજરીના લોટમાં દહીં ભેળવી જરૂર પૂરતું પાણી ઉમેરી કણક બાંધો. તેના પોચા હાથે લૂઆ બનાવી થેપલાં વણો. લોઢી ગરમ કરી બંને બાજુએ સહેજ તેલ મૂકી આછા બ્રાઉન રંગનાં શેકી લો.
સામગ્રી : ૩ કાચાં કેળાં, ૪ લાલ ટામેટાં, ૧/૨ વાટકી લીલા વટાણાના દાણા, ૧/૪ વાટકી ઝીણી સમારેલી ફણસી, ૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી, ૨ ચમચી ધાણાજીરું વાટેલું, ૧/૨ ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર, ૧/૨ ચમચી જીરું, ૨ ચમચા તેલ, ૨ ચમચી ગરમ મસાલો. રીત : વટાણા અને ફણસીને વરાળથી બાફી લેવાં. ટામેટાં ઝીણાં સમારી લેવાં. કેળાંની જાડી છાલ ઉતારી છોલી લેવી. છાલેલાં કેળામાં ઊભો ચીરો કરી તેમાં બધો મસાલો મિક્સ કરીને ભરો. પછી કેળાંને ગોળ ગોળ ૧ ઇંચ જાડા કાપી લો. જો મસાલો ભરતાં વધે […]
જરૂરી સામગ્રી : કચોરી માટે (આશરે 60 કચોરી થશે) (1) મેંદો : 1 કિલો (2) ચણાનો લોટ : 300 ગ્રામ (3) આખા ધાણા : 2 ચમચા (4) ઘી : બે મોટા ચમચા (5) વરિયાળી : 2 ચમચા (6) આંબલીનો ઘટ્ટ રસ 2 ચમચા જેટલો (7) મોટા લાલ મરચાં : નંગ 18. બનાવવાની રીત : મેંદાના લોટમાં ઘીનું મોણ નાખી અડધી ચમચી મીઠું નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. ચણાનો લોટ કોરો શેકવો. તેમાં ઘટ્ટ આંબલીનું પાણી અને પ્રમાણસર મીઠું નાખી લોટને તરત ચોળી નાંખો. પછી વરિયાળી, ધાણા, મરચાં તેલમાં શેકીને […]
સામગ્રીઃ ૫૦૦ગ્રા.ફુલેવર, પ૦ગ્રા. મરચાં, ૨૫૦ગ્રા. વટાણા, ૩૦૦ગ્રા. ટમેટાં, ૨૫૦ગ્રા. કાંદા, કોથમીર, તેલ,મીઠું. રીતઃ ફુલેવરના જુદા કરેલા ટુકડા અને ટમેટાને વરાળથી બાફી લો. ટમેટમને બાફી ક્રશ કરી લો.ફોલેલાં વટાણાં, મરચાં, કોથમીર, મીઠુંવાટીને નાખો. કાંદો સમારો.તપેલીમાં તેલ મૂકી કાંદા સાંતળી, લાલાશ પડતા થાય ત્યારે કાઢો. ટમેટાના રસામાં બાફેલ ફુલેવર, વટાણાનો વાટેલ મસાલો નાખી તાપ ઉપર મૂકો.જરા ઘટ્ટ થવા આવે ત્યારે ઉતારી, તેના ઉપર કોથમીર અને કોપરાનું છીણ ભભરાવો.પોષકતાઃ આમાં ૨૫૦૦કેલરી છે. ફુલેવરમાં વિટામિન ‘બી’અને ‘સી’ની અધિકતા છે. વળી લોહનું તે સારું સાધન છે. કોબીજ કરતાં ફુલેવર પચવામાં સરળ છે.
સામગ્રીઃ ૨ નંગ કાચા કેળાં, ૧૦૦ગ્રામ કોપરું, ૫ લાલ કાંદા, કોથમીર, હળદર, લીલાં મરચાં,લીમડાનાં પાન, ૧ll ચમચી છાશ, રાઈ, જીરું, મીઠું. બનાવવાની રીતઃ કેળાની છાલ ઉતારી તેના ૨ ઈંચ લાંબા ટુકડા કરો. તેને છાશમાં સાફ કરો, હળદર – મરચાં વાટી લો.વાટેલાને કેળાં પર છાંટી, તેમાં મીઠું અને પાણી નાખી ચડવા મૂકી પાણી બળી જાય, કેળાં ચડી જાય ત્યારે તાપ ધીમો કર.કોપરું તથા જીરાને વાટી કેળામાં નાખો. ઉકાળો નહિ.ગરમ કરતી વખતે તેને હલાવતા રહી પછી ચૂલા પરથી ઉતારી લો.પોષકતાઃ આમાં ૧૦૦૦ કેલરી છે. અતિ ઉપયોગી ખનીજ- તત્વો, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ, તાંબુ, […]
મકાઈ સૂપ સામગ્રી : મકાઈનાં ડોડાં : ૬ મોટા, સોયાસોસ : અડધી ચમચી, ખાંડ : દોઢ ચમચો, આજીનો મોટો પાઉડર : પોણી ચમચી, મકાઈનો લોટ : ૨ ચમચા, મીઠું : પ્રમાણસર. રીત : મકાઈને છીણી લેવી પણ થોડા દાણા આખા રાખવા. તેમાં છ કપ પાણી મેળવી પ્રેસર કૂકરમાં બાફવા મૂકી દેવું. બે કપ પાણીમાં મકાઈનો લોટ ભેળવીને બાફેલી મકાઈ સાથે ભેળવો. ખાંડ, મીઠું અને આજીનો મોટો પાઉડર ભેળવી બાફેલી મકાઈ સાથે ભેળવો. ૨૦ થી ૨૫ મિનિટ ઉકાળો. પછી સોયાસોસ અને ચીલીસોસ (મરચાંનો સોસ) સાથે પીરસવાથી લિજ્જતદાર લાગે છે. ************************************** કેળાંના […]