સામગ્રી : ૨ મોટાં રીંગણ, ૧/૨ કપ દહીં, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ખાંડેલી શિંગ, ૧ ચમચો કોથમીર સમારેલી, મીઠું અને મરી સ્વાદાનુંસાર. રીત : રીંગણ ધોઈને વચ્ચેથી બે ભાગમાં કાપો. દરેક ભાગમાંથી સ્કૂપ વડે વચ્ચેથી ગર કાઢો, પણ રીંગણનું એક સે.મી. જેટલું જાડું પડ રહેવા દો. તેને ચીકણું કરી સ્ટીમ કરો. રીંગણના માવાને પકાવો અને મસળી નાંખો. તેમાં દહીં, લીંબુનો રસ, મીઠું-મરી મિક્સ કરો. આ તૈયાર મિશ્રણને ખાલી રીંગણમાં ભરો અને છેલ્લે કોથમીરથી સજાવીને પીરસો.
પેટ તથા હ્રદય માટે ઉતમ,પૌષ્ટિક પપૈયું પપૈયું બારે માસ મળતું મધુર ફળ છે. તે ઘરને આંગણે વાવીને બારે માસ મેળવી શકાય છે. તેની ખેતી પણ થાય છે. પપૈયું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, પચવામાં ભારે, સહેજ ચીકણું, મળને સાફ લાવનાર, વાત અને કફકર તથા પિત્તનાશક છે. કાચું પપૈયું ગરમ છે અને પિત્તકર છે. જેમનો જઠરાગ્નિ મંદ હોય, બીમારી પછી અશક્તિ આવી ગઈ હોય, ખોરાક ખાઈ શકતા કે પચાવી શકતા ન હોય તેવી વ્યક્તિ પપૈયામાં મીઠું-મરી ભેળવી ખાઈ શકે. પપૈયાના બી પેટના કૃમિને મારે છે. રોજ પાંચથી સાત પપૈયાના બીનો ભૂકો ખાવો. […]
શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક દ્રાક્ષ દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. તાસીરે તે ઠંડી, પચવામાં ભારે, સહેજ ચીકણી, મળને સાફ લાવનાર, વાતકર અને પિત્તશામક છે. દ્રાક્ષ પેશાબ સાફ લાવનાર, આંખો માટે સારી, વીર્ય વધારનાર, લોહી બગાડ અને પિત્તપ્રકોપના રોગી માટે સારી છે. તે બલ્ય, પોષક, રોચક અને દાહશામક છે. મોંની કડવાશ, ઉધરસ, થાક, તરસ, દમ, અવાજ બેસી જવો, ક્ષયરોગ, કમળો, તાવ, વાતરક્ત, પેશાબની રૂકાવટ, બળતરા વગેરેમાં દ્રાક્ષ સારી છે. અમ્લપિત્ત, લોહી બગાડ, કબજિયાત, ચામડીના રોગો, શરીર […]
તાસીરે ગરમ શિયાળુ ફલ બોર શિયાળાનો આ સસ્તો મેવો ત્રણ પ્રકારનો હોય છે – અજમેરી બોર, સામાન્ય બોર અને ચણી બોર. મોટા બોર સ્વાદે મીઠા, તૂરા અને ખાટા હોય છે. તાસીરે ગરમ પચવામાં ભારે, સહેજ ચીકણા, ઝાડાને સાફ લાવનાર, વાત-પિત્તશામક અને કફકર છે. તેને વીર્યવર્ધક, પોષક, સ્વાદિષ્ટ અને પથ્ય કહ્યાં છે. સામાન્ય બોર ભારે, ગ્રાહી, રોચક, ત્રિદોષ પ્રકોપક છે. ચણી બોર ખાટા તૂરા, થોડા મીઠા, ભારે, ચીકણા, વાત – પિત્તનાશક છે. હરસ, ઝાડા, અવાજ બેસી જવો, ખાંસી, ક્ષય, તરસ, લોહી બગાડ, મરડો, પ્રદર વગેરેમાં આ બોર સારા છે. બોરના ઠળિયાની […]
અમ્રુત ફળ પાકી કેરી પાકી કેરી જો મીઠી હોય તો તેની લિજ્જત જ કંઈ ઓર હોય છે. દુનિયાના દેશોને ભારતની કેરીનું અનેરું આકર્ષણ છે. પાકી કેરી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી પચવામાં ભારે, ચીકણી, અગ્નિદીપક, મળભેદક, વાત- પિત્તનાશક અને કફકારક છે. તે વીર્યવર્ધક, બળવર્ધક, સુખકારક, શરીરનો રંગ સુધારનાર અને રોચક છે. પાકી કેરીને બરાબર ધોઈ, સારી રીતે ઘોળી અને ચૂસીને ખાવી જોઈએ, જેથી તે તરત પચી જઈને શરીરને પોષણ અને શક્તિ આપે છે. પાકી કેરીનો રસ પાણીમાં મેળવી તેનાથી શરીરે ચોળીને નહાવાથી અળાઈ મટે છે. કેરીની ગોટલી શેકીને તેનો ઉપયોગ કરવો. […]
તન-મનને તરબતર કરતાં તરબૂચ ઉનાળુ ફળ તરબૂચ – ટેટી નદીના રેતાળ પ્રદેશમાં વાડા કરીને ઉગાડાતાં આ ઉનાળુ ફળો છે. ધોમધખતા તાપમાં તન-મનને આ બંને ફળો તરબતર કરે છે. બંને ફળો સ્વાદે મીઠા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, સહજ ચીકાશયુક્ત, પેટ સાફ લાવનાર, પિત્તશામક, વાત-કફકર છે. વળી તેઓ મૂત્રલ હોઈ પેશાબ સાફ લાવે છે. સાકર ટેટી સાકર જેવી મીઠી લાગે છે. તે ખરજવા માટે ખૂબ લાભ કર છે. ખરજવાના રોગીએ તેનું નિત્ય સેવન કરવું જોઈએ. બંને ફળો મૂત્રલ છે. તે પેશાબ સાફ લાવે છે અને પેશાબના રોગો મટાડે છે. પેશાબની બળતરા અને […]
શક્તિ, સ્ફુર્તિ વધારનાર ફળ ફણસ – ફાલસા ફણસ સૌથી મોટું ફળ. ફાલસા ચણીબોર જેવડા નાનાં ગોળ. ફણસ સ્વાદે મધુર, સહેજ તૂરાશ પડતું હોય છે. તે તાસીરે ઠંડું, પચવામાં ભારે, ચીકાશયુક્ત, વાતકર, કફકર, પિત્તશામક, મંદાગ્નિ કરનાર, મેદવર્ધક અને દાહશામક છે. તે રોચક, બળવર્ધક, વીર્યવર્ધક, હ્રદ્ય, ભ્રમહર, વિષધ્ન, માંસવર્ધક, ક્ષય, ક્ષત, વ્રણનાશ વગેરેમાં સારું છે. ફાલસા ખટમીઠા, ઠંડા, હલકાં, લૂખા, અગ્નિવર્ધક, મળને રોકનાર, વાત-કફનાશક અને પિત્તકર છે. તે પ્રમેહ, તાવ, આમવાત, ક્ષય વગેરેમાં સારા છે. ફાલસાનું શરબત બળતરા, પિત્તવિકાર, તરસ, થાક વગેરે મટાડે છે. ફાલસાના મૂળનો લેપ ડૂંટીથી પેડું વચ્ચે કરવાથી ગર્ભપાત […]
કોઇપણ ખોરાક જ્યારે વધારે પ્રમાણમાં લેવાય ત્યારે… વધારે પ્રમાણ માં ખવાયેલું મીઠું આંખનાં, ચામડીનાં અને લોહીવિકારનાં રોગો કરે છે. વધારે પ્રમાણમાં ખવાયેલું દહીં શરીરનાં સ્ત્રોતોનો અવરોધ કરીને કબજીયાત, લોહી વિકાર, ચામડીનાં રોગો અને સોજા લાવે છે. વધારે પ્રમાણમાં લેવાયેલ ક્ષાર પુરૂષત્વ અને દ્રષ્ટિને હાની કરે છે, અકાળે વૃદ્ધત્વ લાવે છે. વધારે પ્રમાણમાં ખવાયેલી શિંગ (મગફળી), બટાટાં અને કેળાં પેટમાં વાયુ કરે છે, અજીર્ણ કરે છે અને કબજિયાત કરે છે. વધુ પ્રમાણમાં પિવાયેલા ચા અને બીડી- સિગારેટ ભૂખને મારી નાંખે છે અને ફેફસાંને નબળાં કરે છે. દાંતને નુકશાન કરે છે, ઊંઘને […]
સામગ્રી : ૨ લિટર દૂધ, ૫૦૦ ગ્રામ પૌવા, ૨૦૦ ગ્રામ ખાંડ, થોડાં ટીપાં ગુલાબજળનાં, ૪૦ ગ્રામ કાજુ, ૩૦ ગ્રામ બદામ. રીત : પૌવાને પાણીમાં પલાળો. દૂધમાં ખાંડ નાખી ઉકાળો. તે પછી પૌવા અને ગુલાબજળ ઉમેરો, તે પછી બે મિનિટ ચડવા દો. પછી કાજુ અને બદામ મિક્સ કરો અને ગાર્નિશ પણ કાજુ, બદામ મિક્સ કરો. હવે સર્વ માટે તૈયાર છે. દૂધપૌવાની વધુ લહેજત માણવા તેને શરદપૂર્ણિમાની ઠંડી ઠંડી રાતમાં ઠંડા કરો, પછી ખાવાનાં ઉપયોગમાં લો.
જરૂરી સામગ્રી : (૧) પાણી : ૩ કપ (૨) ગુલાબનો રંગ અને એસેન્સ (૩) ખાંડ : ૨ કપ. બનાવવાની રીત : એક વાસણમાં ખાંડ અને પાણી ભેગાં કરી તેની ચાસણી બનાવવા ગેસ ઉપર મૂકવાં. ૧ તારની ચાસણી થયા બાદ એકદમ ઠંડું થવા દેવું. ઠંડી ચાસણીમાં ગુલાબનો રંગ અને એસેન્સનાં થોડાં ટીપાં નાખવા. બરાબર હલાવીને એક બાટલીમાં ભરી લેવું.