ભારતનો સૌથી મોટો જહાજતોડવાનો વાડો ભાવનગરથી ૫૦ કિ.મી. દૂર અલંગમાં છે જેને લીધે શહેરમાં અનેક ઉદ્યોગો વિકસ્યા છે. ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં થઈ. મૂળ ગોહિલવાડ તરીકે પ્રસિદ્ધ દેશી રાજ્યની રાજધાની અગાઉ પશ્ચિમે ૨૨ કિ. મી. દૂર શિહોરમાં હતી. તે સમયના રાજપૂત રાજા ભાવસિંહજી પહેલા (૧૭૦૩-૧૭૬૩) એ રાજધાની શિહોર વડવા ગામે ખસેડી અને ભાવનગરનાં તોરણ બંધાયાં. એ નાનકડું વડવા આજના શહેરના અસલ વિસ્તારનો મહત્વનો ભાગ બની ગયું છે. ભાવનગર રાજ્યને પ્રજાવત્સલ રાજવીઓ તથા કાબેલ, પ્રતિભાસંપન્ન દીવાનોની પરંપરા મળી જેને લીધે તેની એકધારી ઉન્નતિ થઈ. રાષ્ટ્ર આઝાદ થયું ત્યારે ભારતીય સમાવાયસંઘમાં વિલીન થનારાં […]
માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે અને ભુજથી લગભગ ૬૦ કી.મી નાં અંતરે આવેલું છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. અહિંનો સુંદર સાગર કીનારો, ૨૦ જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદીર જોવાલાયક છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. બ્રીટીશ રાજ્યના જમાના નો વિજયવિલાસ મહેલ પણ જોવાલાયક છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે. માંડવી શહેર જૈનધર્મના ભવ્ય શહેર તરીકે પણ જાણીતું છે. અહીં ૭૨ […]
એ તકલીફ છેક બાલ્યાવસ્થાથી જ શરુ થતી રહી છે.આપણૅ નાના હતા ત્યારે કેટલાક નિર્ણયો હકીકતમાં આપણે જ લેવા જોઈતા હતા.તે માટેની અનુકુળતા માબાપે કરી આપવી જોઈતી હતી પણના,માબાપને તે મંજુર ન હતુ.તેઓ આપણને ભુલ કરતા અટકાવતા હતા.ને એ રીતે તેઓ આપણૂં એક સ્વાતંત્ર્ય છીનવી લેતા.એ સ્વાતંત્ર્ય હતુ ભુલ કરવાની સ્વાતંત્રતા .કારણ?હુ ભુલ કરીશ તો કંઇ નવું શીખી શકીશ જો હુ ભુલજ ના કરુ તો કયાથી કંઈ પણ શીખી શકુ?તે માટે મને એટલી સ્વાતંત્રતા મળવી જ જોઈએ, પણા મારાથી કશી ભુલ થાય તે વડીલોને મંજુર ન હતુ.તેઓ તે વેળા મારા કરતા […]
કિશનસિંહનો જન્મ ઈ. ૧૯૦૪ના નવેમ્બર માસની ૧૭મી તારીખે વડોદરામાં ક્ષત્રિય રાજપૂત કુળમાં થયો હતો. પિતાનું નામ ગોવિંદસિંહ હતું. કિશનસિંહે માધ્યમિક શિક્ષણ વડોદરામાં લઈ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. શાંતિનિકેતનમાં પણ થોડો સમય શિષ્યભાવે રહ્યા હતા. થોડો મુંબઈની એક હાઈસ્કૂલમાં નોકરી કરી એકાદ વર્ષ પૉંડીચેરી આશ્રમાં ગાળ્યું હતું. અમેરિકામાં પ્રિંટિંગ પ્લાંટ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ શીખી વડોદરા આવી ‘સાધના‘ મુદ્રણાલય શરૂ કર્યું હતું. પછીથી આ પ્રેસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને અર્પણ કર્યું હતું. ‘ક્ષત્રિય‘ માસિકના તંત્રી તરીકે તેમજ ‘નવગુજરાત‘ના સહતંત્રી તરીકે તેમણે સેવાઓ આપી હતી. અનેક આધ્યાત્મિક સંસ્થાઓ સાથે તેઓ ગાઢ […]
નિરંજન નરહરિભાઈ ભગતનો જન્મ અમદાવાદમાં એમને મોસાળ ઈ. ૧૯૨૬ના મે માસની ૧૮મી તારીખે થયો હતો. માતાનું નામ મેનાબહેન. તેમના દાદા તેજાનાનો વેપર કતા તેથી મૂળ અટક ગાંધી હતી પરંતુ દાદા ઉત્તરજીવનમાં ભજન-કીર્તન કરવા લાગ્યા આથી ભજનમંડળીઓમાં તે ‘ભગત‘ તરીકે ઓળખાતા. નિરંજનભાઈને આ રીતે ‘ભગત‘ અટક દાદા તરફથી વારસામાં મળી છે. પિતા નરહરિભાઈ અમદાવાદના સંસ્કારી અને ધનાઢ્ય કસ્તુરભાઈની પેઢીમાં કામ કરતા. નિરંજનભાઈએ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં જ મેળવ્યું. ઈ. ૧૯૪૨ની સ્વાતંત્ર્ય – ચળવળમાં જોડાવાની એમની તીવ્ર ઇચ્છા હોવા છતાં કૌટુંબિક પરિસ્થિતિને કારણે તેમણે એ ચળવળથી અલિપ્ત રહેવાનું નક્કી કર્યું. ગાંધીજીએ […]
દેશભરના ઉદ્યોગપતિઓમાં અગ્રસ્થાન મેળવી કસ્તૂરભાઈ લાલભાઈએ ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યું અને અમદાવાદના કાપડઉદ્યોગમાં પોતાની કુશાગ્ર બુદ્ધિ, કુનેહ અને પ્રતિભાથી મિલોનું માતબર સંકુલ સ્થાપ્યું. ઈ. ૧૮૯૪ની ૧૯મી ડિસેમ્બરે અમદાવાદમાં એમનો જન્મ થયો. ગર્ભશ્રીમંત પરિવારમાં તેઓ બીજા પુત્ર હતા. દાદા દલપતભાઈ ભનુભાઈ ઉદ્યોગક્ષેત્રે અગ્રેસર હતા. પિતા લાલભાઈ સ્થાનિક જૈન સમાજના મોવડી હતા. લાલભાઈ શિસ્તના કડક આગ્રહી હતા અને બાળકો પાસે પણ એવી જ અપેક્ષા રાખતા. ધર્મમાં શ્રદ્ધાવાન એમના પરિવારમાં ધાર્મિક નીતિઓનું ચુસ્ત પાલન થતું. ધર્મના પૂરા સંસ્કારો માતા મોહિનીબહેને પુત્રમાં ઉતાર્યા હતા. મેટ્રિકનો અભ્યાસ પૂરો કરી કસ્તૂરભાઈ કૉલેજમાં બેઠા ત્યાં જ પિતાનો સ્વર્ગવાસ […]
ગીરની તળેટીમાંથી સમુદ્ર સુધીના દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વિસ્તરેલું ગીરનું જંગલ વિખ્યાત જંગલોમાંનું એક છે. ત્રિભુવન કવિએ ‘ગાજે જંગલ ગીર તણાં‘ કહી જેનું મસ્ત વર્ણન કરેલું તે અત્યંત સઘન અડાબીડ વિશાળ જંગલ તો હવે ઓછું થઈ ગયું – કુદરત અને મનુષ્ય બંનેના વાંકે. પણ હજી તે જંગલ તરીકે જોવાલાયક છે. તોતિંગ વૃક્ષોની છાયામાં ઊછરેલાં અનેક વન્યપશુઓ સાથે સૌરાષ્ટ્રના માલધારીઓનાં પણ અહીં થાણાં છે. જ્યારે સૌરાષ્ટ્રમાં દુકાળ પડે છે ત્યારે તો માલધારીઓ પોતાનાં ઢોરઢાંખર લઈ ગિરનારને જ ખોળે જાય છે, એટલે માલધારીઓ તો તેને ‘ઢાંક્યું સાંપડ‘ માને છે. સિંહની વસ્તી હવે તો […]
ADDRESSES OF GUJARATI SAMAJ: rajasthan ગુજરાતી સમાજ,રાજસ્થાન Rajasthan Back to Address Sr.No Samaj Name Address Office Phone Email 1 1/1923 motilal tejawat nagar, dewali, udipuar Designation : Association City : Udaipur State : Rajasthan Country : India 0294-2457224 pinakin.shikari@gmail.com 2 Shree Gujarati Samaj Chhitod Designation : Association City : Chhitod State : Rajasthan Country : India – – 3 BIKANER GUJARATI SAMAJ BIKANER GUJARATI SAMAJ,C/O HIMAT MEDICAL AGANCY, INSIDE KOTA GATE, BIKANER, RAJASTHAN. Designation : Association City : BIKANER State […]
ADDRESSES OF GUJARATI SAMAJ: Maharashtra ગુજરાતી સમાજ,મહારાષ્ટ્ર Maharashtra Back to Address Sr.No Samaj Name Address Office Phone Email 1 ROOM-19,2ndFL.,BHAVSAR BHUVAN,IRANI WADI NO.4 KANDIVALI WEST City : MUMBAI State : Maharashtra Country : India ramdas1951@rediff.com 2 6, Nagda Niketan, Hansoti Road, Cama Lane, Ghatkopar ( West ) Mumbai City : Mumbai State : Maharashtra Country : India 022-25132571 mahesh_shah3@yahoo.com 3 4th Lane, Darukhana, Reay Road, City : Mumbai State : Maharashtra Country : India 23718398 hitesh@solution4u.com 4 23,T.J.Bldg.,Kharkar Ali,Thane(west) City : Thane State : Maharashtra Country : India […]
ADDRESSES OF GUJARATI SAMAJ: Haryana ગુજરાતી સમાજ,હરિયાણા