ત્રિક્ સ્થાનો : એક અભિનવ ર્દષ્ટિકોણ જન્મકુંડળીમાં છઠ્ઠા, આઠમા અને બારમા સ્થાનોને કનિષ્‍ઠ સ્થાનો તરીકે જોવામાં આવે છે. શાસ્ત્રીય ર્દષ્ટિએ ૧-૪-૭-૧૦ એ સ્થાનો કેન્દ્ર-સ્થાનો છે. ૨-૫-૮-૧૧ એ પણ-ફર સ્થાનો છે અ ને ૩-૬-૯-૧૨ એ આપોકિલમ સ્થાનો છે. એટલે આઠમું સ્થાન પણ ફર અને છઠું-બારમું આપોકિલમ સ્થાનો થયાં. વળી, સ્થાનોની જે ઉપચય- અનુપચય એવી સંજ્ઞાઓ છે, તે મુજબ છઠ્ઠું સ્થાન ઉપચય-સ્થાન અને આઠમું-બારમું અનુપચય-સ્થાનો છે. સ્થાનોમાં આ શાસ્ત્રીય વિભાજનો ઉપરથી સ્પષ્‍ટ થાય છે કે છઠ્ઠાં, આઠમાં અને બારમાં સ્થાનોને તદ્દન અલગ તારવવામાં આવ્યાં નથી. જો કે ષષ્‍ઠાષ્‍ટમાંત્યાનિ ત્રિકસંજ્ઞાનિ એવું એક સૂત્ર […]

સંત ભોજા ભગત ‘ચાબખા’ નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કરનારા ‘ગુજરાતના કબીર’ ભોજા ભગતનો જન્મ તા. ૭-૫-૧૭૮૫ના રોજ વૈશાખી પૂર્ણિમાએ જેતપુર પાસેના દેવકીગાલોલ ગામમાં થયો હતો. આર્થિક દ્રષ્ટિએ સામાન્ય પરંતુ આંતરિક સમૃદ્ધિ અને ભક્તિએ અસામાન્ય હતા. બાલ્યબાળમાં ઈશકૃપાએ સર્જેલા ચમત્કારોથી અસંખ્ય શ્રદ્ધાળુ તેમના દર્શન આવવા લાગ્યા. ગાયકવાડી પ્રાંત અમરેલી પાસેના ફતેપુર ગામમાં આવી આશ્રમ બાંધ્યો. અમરેલીના દીવાન વિઠ્ઠલરાવ પણ તેમના શિષ્ય બન્યા હતા. તેમને સંબોધીને તેમણે ગાયેલા પદો ગુજરાતી સાહિત્યમાં ‘ચાબખા’નામથી જાણીતા છે. જેમાં ધારદાર અને બળુકી વાણીમાં અંધશ્રદ્ધા, પાખંડ અને દંભી વ્યવહારો પર ભારે પ્રહારો કર્યા છે. […]

બહુશ્રુત પંડિત આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ ઈ. ૧૮૬૯માં રાજકોટ મુકામે થયો હતો. અભ્યાસકાળ દ‍રમિયાન જ પિતાએ તેમને ઉત્તર ભારતના પંડિતો પાસે હિંદુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો હતો. એમ.એલએલ.બી. થઈ એમણે ગુજરાત કોલેજના સંસ્કૃતના અધ્યાપકનું સ્થાન શોભાવ્યું. પોતાની તેજસ્વી કલમ વડે ‘વસંત’ ને ગુજરાતની સંસ્કારિતાનું પ્રતિનિધિ બનાવ્યું. ધીમે ધીમે તે જ દિશામાં આગળ વધતા ભારતભરની તત્વજ્ઞાન પરિષદનું પ્રમુખસ્થાન તેમને પ્રાપ્ત થયું. પછીથી બનારસ યુનિવ‍ર્સિટીનું સંચાલન સંભાળી તેને સુવ્યવસ્થિત કરી. હિંદુ ધર્મ, નીતિ રક્ષણ, રામાનુજભાષ્ય(અનુવાદ) વગેરે ગુજરાતી ભાષામાં લખાયેલા તેમના મૂલ્યવાન ગ્રંથો છે. જિંદગીના આખરી મહિનામાં પોતાનું મહામૂલ્યવાન પુસ્તકાલય વર્નાક્યુલર સોસાયટીને ભેટ આપ્યું. […]

નામ : ચંન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી જન્મ : 20- ઓગસ્ટ- 1932 -પાલનપુર કુટુંબ : પત્ની – બકુલા– પુત્રી – રીવા અભ્યાસ : એમ.એ., એલ.એલ.બી. વ્યવસાય : વેપાર, અધ્યાપન, પત્રકાર – યુવાન વયે જીવન ઝરમર આધુનિક ગુજરાતી ગદ્ય સાહિત્યના બેતાજ બાદશાહ-19 વર્ષની નાની ઉમ્મરે કોઇ જાતની ઓળખાણ વગર અને કલકત્તામાં રહ્યા છતાં, ‘કુમાર’ જેવા લબ્ધ પ્રતિષ્ઠીત માસિકમાં પ્રથમ વાર્તા છપાઇ� સાહિત્ય પરિષદનો ઇલ્કાબ ન સ્વીકારનાર વિરલ વ્યક્તિ મુંબાઇ યુનિ. માં વર્ષો સુધી ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક સેન્ટ ઝેવીયર્સ કોલેજ, મુંબાઇના આચાર્ય થોડાક સમય માટે મુંબાઇના શેરીફ ‘પેરેલીસીસ’ નો 19 ભાષાઓમાં અનુવાદ થયેલો […]

રાષ્‍ટ્રીય સ્‍તરે ગુજરાતી સાહિત્‍યના એક પ્રતિનિધિનું નામ આપવાનું હોય તો નિ:શંક અને નિર્વિવાદપણે એ નામ ઉમાશંકરનું જ હોય. તેજસ્‍વી અને શીલભદ્ર વિદ્યાપુરુષ શ્રી ઉમાશંકર જોષીનો જન્‍મ ઈડરના બામણા ગામ તા. ૨૧-૭-૧૯૧૧ના રોજ થયો હતો. અભ્‍યાસ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના વાતાવરણનો અને કાકાસાહેબના અંતેવાસી થવાનો લાભ મળ્યો. ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ એ તેમનું પ્રથમ કાવ્‍ય અને ‘વિશ્વશાંતિ’ એ તેમનો પ્રથમ કાવ્‍યસંગ્રહ. સ્‍વભાવે તેઓ નાગરિક હતા. એશિયાઈ દેશોના સંસ્‍કાર પ્રવાસે પણ તેઓ નીકળ્યા હતાં. એમના સઘળાં કાવ્‍યોનો સંગ્રહ ‘સમગ્ર કવિતા’ નામે પ્રગટ થયો છે. ઉપરાંત ‘સાપના ભારા’ જેવાં નાટકો, ‘વિસામો’ જેવા નવલિકા સંગ્રહો, […]

વિશ્વ વિખ્યાત ઓલરાઉન્ડર અને જામનગરના પનોતાપુત્ર વિનુ માંકડનો જન્મ ૧૨-૪-૧૯૧૭ના રોજ જામનગર ખાતે થયો હતો. જાણીતા ક્રિકેટર દુલીપસિંહજીએ શાળાઓ વચ્ચે ચાલતી એક મેચમાં વિનુ માંકડની શક્તિ પારખી અને ત્‍યારથી એ કિશોરનું ભાગ્ય પલટાયું. ટેસ્ટમાં બે હજાર અને સો વિકેટોની સિધ્ધિ મેળવી હતી. માંકડના જીવનનો યાદગાર ટેસ્ટ ઈ. ૧૯૫૨. ઈંગ્લેન્ડ ખાતેના ઓવલના મેચ દરમિયાન બોલીંગ અને બે‍ટીંગમાં જે શાનદાર દેખાવ કર્યો તે હતો. આખું મેદાન ક્રિકેટ રસિકોથી ખીચોખીચ ભરેલું હતું. જેમાં એક ખાસ મહેમાન ઈંગ્લેન્ડના રાણી ઈ‍લીઝાબેથ પણ હાજર હતા. ચાના સમયે તેમણે માંકડને રૂબરૂ બોલાવી અભિનંદન આપતા કહ્યું કે મેં […]

હેમચંદ્રાચાર્ય : સિદ્ધહૈમ, કાવ્‍યાનુશાસનનરસિંહ મહેતા : હારમાળા, રાસસહસ્ત્રપદી, ગોવિંદગમન, સુદામાચરિતપદ્મનાભ : કાન્‍હડદે પ્રબંધ શ્રીધર વ્‍યાસ : રણમલ્‍લ છંદ ભાલણ : કાદંબરી, દશમસ્‍કંધ, નળાખ્‍યાનઅખો : અનુભવબિંદુ, અખેગીતા, છપ્‍પા પ્રેમાનંદ : નળાખ્‍યાન, મામેરુ, સુદામાચરિત, ઓખાહરણ, દશમસ્‍કંધશામળ : સિંહાસનબત્રીસી, સૂડા બહોતરી, મદનમોહન, અંગદવિષ્ટિદયારામ : રસિક વલ્‍લભ, પ્રેમરસગીતા, અજામિલાખ્‍યાન, ગરબીઓદલપતરામ : દલપતકાવ્‍ય, ફાર્બસવિરહ, મિથ્યાભિમાન, લક્ષ્‍મીનાટકનર્મદ : મારી હકીકત, નર્મદગદ્ય, નર્મકવિતા, નર્મકોશનવલરામ : ભટનું ભોપાળું, નવલગ્રંથાવલીનંદશંકર : કરણઘેલોમણિલાલ દ્વિવેદી : કાન્‍તા, ગુલાબસિંહ, આત્‍મનિમજ્જનગોવર્ધનરામ ત્રિપાઠી : સરસ્‍વતીચંદ્ર ભાગ 1 થી 4, સ્‍નેહમુદ્રાનરસિંહરાવ દિવેટિયા : કુસુમમાળા, હ્રદયવીણા, નુપૂરઝંકાર, સ્‍મરણસંહિતારમણલાલ નીલકંઠ : ભદ્રંભદ્ર, રાઈનો પર્વત, કવિતા અને સાહિત્‍ય […]

જન્મઃઅઠ્ઠાવીસમી સપ્ટેમ્બર, ૧૯૨૦ સાવલી(વડોદરા ) આખું નામઃ નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે. અભ્યાસઃ ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૨ મ. સ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. ૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ વિષેશઃ ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭ થી ૧૯૫૭ સુધી ગાર્ડા કૉલેજ, નવસારીમાં તથા ૧૯૫૭થી આર્ટસ કૉલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮ થી ૧૯૮૦ સુધી આચાર્ય. ૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ. ૧૯૭૬ માં યુરોપ-કૅનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. પ્રસૂન, નેપથ્યે,આર્દ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી વગેરે એમના […]

જન્મઃ ૯-૫-૧૯૧૬ના રોજ પેટલી અભ્યાસઃ  માધ્યમિક શિક્ષણ પેટલી મલાતજ અને સોજિત્રામા. ૧૯૩૫માં મૅટ્રિક વડોદરાની પુરુષ અધ્યાપનશાળામાં તાલીમ લઈ, ૧૯૩૮માં ઉત્તમ પદની પદવી મેળવી એવોર્ડઃ૧૯૬૧માં રણજિતરામ સુવર્ણંચંદ્રક. રચનાઃ ગ્રામીણ સમાજ એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓએ એમને સાહિત્યક્ષેત્રે આગવું સ્થાન અપાવ્યું છે. એમની પ્રથમ છતાં યશોદાયી નવલકથા ‘જનમટીપ’ (૧૯૪૪)માં મહીકાંઠાના ખેડ-ઠાકરડાની પછાત કોમનાં પાત્રો અને તેમના લોકવ્યવહારની સાથે કથાનાયિકા ચંદાની ખુમારી અને છટાનું પ્રભાવક રીતે નિરૂપણ થયું છે. એમની શ્રેષ્ઠ ગણાયેલી નવલકથા ‘ભવસાગર’ (૧૯૫૧)માં ગ્રામીણ સમાજની સાથે માનવીના આંતરમનની સંકુલ વાસ્તવિકતાનું કરુણ અને સ્પર્શક્ષમ આલેખન થયું છે. ‘પંખીનો મેળો’ […]

આલ્બર્ટ આઈસસ્ટાઈને કહ્યુછે કે વિજ્ઞાન એ ઝીણવટપુર્વકની ખોજ અને મજાનોવિષય છે પણ ખુબ ઓછી શાળાઓમાં આ વિષયને અપીલીગ બનાવી ભણાવાય છે એટલુ જ નહિ પણ બાળાકોને તેના માતાપિતા પણ વિજ્ઞાનને લગતી માહિતી ગમ્મત સાથે જ્ઞાનના ધોરણે આપતા નથી.પરંતુ મોટાભાગના બાળકો એવું માનવા પ્રરાય છે કે વિજ્ઞાનએ આઈસ્ટાઈન જેવા પ્રખર બુધ્ધિશાળી વ્યક્તિઓમાટેનો વિષય છે. શૈશવકાળથી પસાર થતા બાળકને આખી દુનિયા અચંબા ભરી લાગે છે તેની નાનકટી આખોમાં દરેક વસ્તુ જોઈને વિસ્મય ઉભરાય છે અને તે તેની જિજ્ઞાસા સંતોષવા તેના નાનકડા મગજથી મથે છેને છેવટે ન સમજાય એટલે પાસે રહેલા મોટા પર […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors