કુન્દનિકાનો જન્મ સૌરાષ્ટ્રના લીમડી ગામે ઈ. ૧૯૨૭ના જાન્યુઆરી માસની ૧૧મી તારીખે થયો છે. પિતાનુ; નામ નરોત્તમદાસ. કુન્દનિકાનું ઉપનામ ‘સ્નેહધન‘ છે. મકરંદ દવે સાથે લગ્ન કરી હાલ વલસાડથી ધરમપુર જવાના રસ્તે ‘નંદિગ્રામ આશ્રમ‘ સ્થાપી બંને પતિ- પત્ની આદિવાસી સમાજની સેવા કરી રહ્યાં છે. તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ પંચમહાલ જિલ્લાના ગોધરા ગામે લીધું. ઈ. ૧૯૪૮માં ભાવનગરમાંથી બી. એ. થયાં. તેમના વિષયો હતા રાજકારણ અને ઇતિહાસ. શાળાજીવન દરમિયાન તેમને સાહિત્ય પ્રત્યે અનુરાગ હતો. પરિણામતઃ ઉચ્ચ શિક્ષણ લીધા બાદ તેઓ ‘યાત્રિક‘ અને ‘નવનીત‘ નામનાં સામયિકોનાં સંપાદક બન્યાં. સંપાદક તરીકે તેમણે સમજપૂર્વક કામગીરી બજાવી […]
પગના રક્ષણ માટે શોધાયેલ ‘પગરખા’માં અમધુનિક સમયે જાતજાતની વેરાયટી જોવા મળે છે. તમે સુંદર વસ્ત્રો પહેરો, અવનવી- એસેસરીઝ સાથે તૈયાર થાઓ, ત્યારે ફૂટવેર પણ શ્રેષ્ઠ કક્ષાના જ હોવા જોઈએ ને ! તમારા શૂઝ તમારા સમગ્ર વ્યકિતત્વને અનેરો નિખાર આપે છે. લગ્નની મોસમમાં તો શૂઝની ખરીદી પૂરબહારમાં ચાલતી હોય છે. સ્ટાઈલીશ એમ્બ્રોઈડરી કરેલા, રંગીન સ્ટોનથી શોભતા જૂતાની પસંદગી આ સમયમાં વધુ જોવા મળે છે, શૂઝ અનેક સ્ટાઈલમાં ઉપલબ્ધ હોય છે. હાઈહીલ ધરાવતા એમ્બેલીશડ બુટ, શોટ સ્કર્ટ પર વધુ સારા લાગે છે. પીળા, બ્લ્યુ અને પીંક જેવા બ્રાઈડ ફલોરેસન્ટ રંગો સાંજના સમયની […]
જાણો ભારતીય સંસ્કૃતિ વિશે.. * વેદ અને વેદાંગ : વેદ ચાર છે : (૧) ઋગવેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ અને (૪) અથર્વવેદ વૈદિક સાહિત્યની છ શાખાઓ વેદાંગ કહેવાય છે, જે આ મુજબ છે : (૧) શિક્ષા (૨) છંદ (૩) વ્યાકરણ (૪) નિઘંટુ (૫) કલ્પ અને (૬) જ્યોતિષ * ષડ્દર્શન : છ વિચાર પ્રણાલિકાઓ ષડ્દર્શન તરીકે ઓળખાય છે, જે આ મુજબ છે : (૧) સાંખ્ય (કપિલ) (૨) યોગ (પતંજલિ) (૩) ન્યાય (ગૌતમ) (૪) વૈશેષિક (કણાદ) (૫) પૂર્વ મીમાંસા (જૈમિની) અને (૬) ઉત્તર મીમાંસા (કુમારિલ ભટ્ટ) * પુરાણ : પુરાણ અઢાર છે […]
યજ્ઞોપવીત સંસ્કાર રક્ષાબંધન એટલે કે શ્રાવણી પૂર્ણીમાંના જ દિવસે જનોઈ ધારણ કરવાના સંસ્કાર પણ સંપન્ન કરવામાં આવે છે. આ સંસ્કારને યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવાનો ઉપનયન સંસ્કાર પણ કહેવમાં આવે છે. ઉપ એટલે નજીક અને નયન એટલે આરોહણ જેનાથી ભક્ત પ્રભુ પાસે અને શિષ્ય ગુરૂ તરફ આરોહણ કરે છે તે સંસ્કાર વિધી એટલે જ ઉપનયન સંસ્કાર આ ઉપનયન સંસ્કારોનો આદેશ આપણા વેદશાસ્ત્રોએ આપ્યો છે. જનોઈ ધારણ કરવાથી શિષ્યગુરૂ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરવા અને ભક્ત પ્રભુની ભક્તિ કરવા માટે વિધીવત્ રીતે યોગ્ય બને છે.
પ્રાચીન કાલથી વિવાહ સંસ્કાર ગૃહ્યસૂત્રોમાં દર્શાવેલા વિધિ-વિધાનો અનુસાર કરવામાં આવતો. આ વિધિવિધાન તત્કાલીન નીરસ કૃષિ પ્રધાન જીવનમાં આનંદ પ્રમોદ માટેનાં મુખ્ય સ્ત્રોત સમાન હતાં. વિવાહની વિધિઓ પણ લાંબા સમય સુધી ત્રણ ચાર દિવસ સુધી ચાલતી. પરંતુ ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને પાશ્ર્વાત્ય સંસ્કૃતિની અસરને પરિણામે આધુનિક યુગમાં વિવાહ સંસ્કારમાં કેટલાક પરિવર્તન થયાં છે. આજે અધિકાંશ વિવાહોમાં વિવાહવિધિ એક જ દિવસમાં પૂરો થાય છે. વિવાહના અવસર પર મુખ્ય સંબંધીઓ એકઠાં થાય છે. તેમાં પણ વિભિન્ન પરિવારના પ્રતિનિધિ તરીકે એકાદ બે વ્યકિત ઉપસ્થિત રહે છે. આમ પારિવારિક સંમેલનમાં કેન્દ્રના રૂપમાં વિવાહનું મહત્વ ઘટયું છે. […]
મલ્લિકા સારાભાઈ ભારતીય શાસ્ત્રીય નૃત્ય નાટ્યકલાના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ગુજરાતનું ગૌરવ વધારનાર મલ્લિકા સારાભાઈ જગમશહૂર નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ અને વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની પુત્રી છે. મલ્લિકા નાની હતી ત્યારે તેમના પિતા ડૉ. વિક્રમભાઈ તેમને વાતોમાં જાતજાતની જીવનઘડતરની વાતો કરતા. તેઓ કહેતા : \”છોકરીએ ભણવું તો જોઈએ જ. છોકરા જેટલી જ શક્તિ મેળવીને સ્વતંત્ર બનવું જોઈએ. પછી ભલે તે પરણેલી હોય.\” મલ્લિકાએ પોતાના પિતાની આ વાત બરાબર પોતાના જીવનમાં ઉતારી છે. મનોવિજ્ઞાનમાં એમણે ડૉકટરેટ કર્યું છે અને મેનેજમેન્ટમાં પણ અનુસ્નાતક છે. મલ્લિકાએ પોતાના પતિ બિપિનભાઈ સાથે મળીને ‘મપિન‘ નામની […]
હાસ્યસમ્રાટ જ્યોતીન્દ્ર દવે કહેવાય છે કે : ‘એક શોકસભા શોકસભાની રીતે ન ભરી શકાય જો મંચ પર શ્રી જ્યોતિન્દ્ર દવેની ઉપસ્થિત હોય તો !’ આવા હાસ્યસમ્રાટ લેખકનો જન્મ ૧૯૦૧માં સુરત ખાતે થયો હતો. કોઈપણ સમારંભમાં તેઓ ભાષણ માટે ઊભા થાય ત્યારે તેમના બોલતાં પહેલા હાસ્યનું એક મોજું શ્રોતાઓમાં ફરી વળે એટલી પ્રભાવક તેમની લોકપ્રિયતા હતી. એમ.એ નો અભ્યાસ પૂર્ણ કરી સુરતની કોલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. નિવૃત થયા પછી પણ કચ્છ માંડવીની કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. મુનશીના ‘ગુજરાત’ માસિક દ્વારા ઘણા લેખો લખ્યા. તેમણે […]
નં. વ્યકિત તેમના કાર્યો ૧. ગાંધીજી અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી ૨. અલિભાઇઓ ખિલાફત આંદોલન ચલાવ્યું ૩. અશોક મહેતા પારડી સત્યાગ્રહમાં નેતાગીરી સંભાળી ૪. એની બેસન્ટ થિયૉસોફીકલ સોસાયટીની સ્થાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં ૫. એ.ઓ. હ્યુમ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના કરી ૬. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનર્લગ્નની હિમાયત કરી ૭. કનૈયાલાલ મુનશી ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી ૮. ડૉ. કેશવ બ. હેડગેવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી ૯. ગોપાળકૃષ્ણ ગોખલે સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપાના કરી ૧૦. ભિક્ષુ અખંડઆનંદ ગુજરાતમાં સસ્તું સાહિત્યની સ્થાપના […]
સામ પિત્રોડા : ટેલિકૉમ્યુનિકેશન ક્ષેત્રેના પિતામહ સામ પિત્રોડા ભારતમાં ટેલિકૉમ્યુનિકેશન ક્ષેત્રની ઘણા લાંબા સમયની મંદતા અને તેની સામે પડેલ અનેકવધ ટૅકિનકલ રુકાવટોને ચપટીમાં દૂર કરી ગણત્રીનાં વર્ષોમાં જ સમગ્ર ભારતમાં ટેલિકૉમ્યુનિકેશન ક્ષેત્રે અદભુત ક્રાંતિ સર્જનાર સામ પિત્રોડાનો જન્મ : ઇ.સ. ૧૯૪૨માં ગુજરાત રાજયના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકામાં થયો છે. તેઓ એક ખૂબ જ સામાન્ય કુટુંબમાં અને સત્યભાઇ સુથારના સામાન્ય નામ સાથે જન્મેલા. નાનપણથી જ તેઓ અભ્યાસમાં તેજસ્વી હતા અને તેમનામાં રહેલા વિજ્ઞાની જીવે તેમને ટૅકિનકલ ક્ષેત્રમાં અસામાન્ય શોધખોળ કરવા પ્રેર્યા.
કુકણા બોલી કુકણા બોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા પૂર્વ સરહદના વિસ્તારમાં રહેતા કુકણા જાતિના આદિવાસીઓની બોલી છે. આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે, તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષાના પણ એકસરખા હોય છે. ગુજરાત રાજ્યમાં આ બોલી વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, ડાંગ જિલ્લા, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી તેમ જ તાપી જિલ્લામાં રહેતા કુકણા લોકો અંદરોઅંદરના સામાન્ય વહેવારમાં ઉપયોગ કરે છે. ડાંગ જિલ્લામાં આ બોલીનો ઉપયોગ ૯૫ ટકાથી પણ વધુ લોકો કરતા હોવાથી ડાંગી બોલી પણ કહેવાય છે. કુકણા બોલીના કેટલાક […]