ADDRESSES OF GUJARATI SAMAJ:ANDHRA PARADESH
હિન્દુ – તીર્થધામ ભારતના ચાર ધામ : ૧.દ્વારિકા ૨.જગન્નાથપુરી ૩.બદરીનાથ ૪.રામેશ્વર હિમાલય ના ચાર ધામ : ૧.યમુનોત્રી ૨.ગંગોત્રી ૩.કેદારનાથ ૪.બદરીનાથ હિમાલયના પાંચ કેદાર : ૧.કેદારનાથ ૨.મદમહેશ્વર ૩.તુંગનાથ ૪.રુદ્રનાથ ૫.કલ્પેશ્વર ભારતની સાત પવિત્ર પુરી : ૧.અયોધ્યા ૨.મથુરા ૩.હરિદ્વાર ૪.કાશી ૫.કાંચી ૬.અવંતિકા ૭.દ્વારિકાદ્વાદશ જ્યોતિલિંગ : ૧.મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ) ૨. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત) 3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ) ૪. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર) ૫. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) ૬. ભીમાશંકર (મહારાષ્ટ્ર) ૭. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) ૮. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત) ૯. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ) ૧૦. રામેશ્વર (તમિલનાડુ) ૧૧. કેદારનાથ (ઉત્તરાંચલ) ૧૨. […]
ભગવાન શ્રી દ્વારકાધીશ ની રાજધાની દ્વારકા ભગવાન રણછોડરાયની રાજધાની દ્વારકા રેલ્વે રસ્તે રાજકોટ ઓખા લાઈન ઉપર આવે છે. દ્વારકા અને હરદ્વાર ઉત્તરાંચલ રેલ સેવાથી સીધા જોડાયા છે. સોમનાથ થી દ્વારકાની સીધી બસ સેવા મળે છે. જૂનાગઢ થી પોરબંદર, હર્ષદ થઈ દ્વારકા ૨૩૦ કિલોમીટર દૂર છે. જામનગરથી ૧૪૦ કિલોમીટર દુર છે. તથા દરેક મુખ્ય શહેરથી એસ. ટી. બસની સેવા મળે છે. સૌરાષ્ટ્રની ફરતે પશ્ચિમથી દક્ષીણ અને પૂર્વમાં મહાસાગરના પાણીનો કિલ્લો રચાયો છે, ઉત્તરનો ખૂણો સૌરા્ષ્ટ્રનો ભૂમિ માર્ગ છે. ત્રણ બાજુ મહાસાગરના નિર્મળ નીર રાષ્ટ્રને આથડે છે. તેમાં થઇ પ્રવેશ કરવાનો દરિયાઈ […]
સતાધાર વીરપુર અને પરબની જગ્યા જેવી સેવા ધર્મનો સંદેશો ફેલાવતી સોરઠની શોભા છે આપા ગીગા ભગતનું સતાધાર. જૂનાગઢથી ૫૬ કિલોમીટર રોડ રસ્તે છે. તેમજ જૂનાગઢ દેલવાડાના રેલ્વેમાર્ગથી સતાધાર જવાય છે. એસ.ટી. બસની સેવા દર કલાકે મળે છે. રોડ માર્ગથી જતા રસ્તામાં બીલખા પાસે ચેલૈયાનો ખાંડણીયો અને શેઠ સગાળશાની પ્રસિદ્ધ જગ્યાના દર્શન થઈ શકે છે. અહીં બાજુમાંજ દક્ષિણામુર્તિ પૂજ્ય શ્રીમદ્ આચાર્ય નથુરામ શર્માનો આનંદાશ્રમ છે. એસ. ટી. બસ આ બંને જગ્યાએ તથા સતાધારના મંદિર પાસેજ ઉભી રહે છે. જુની હકીકત મુજબ કાઠિયાવાડના કાઠીકુળના સંતાનો સૂરજને ઈષ્ટદેવ માને છે. પાંચાળમાં સૂરજદેવળની સ્થાપના […]
પર્યાવરણ બચાવવા માટે અત્યારે બાળકોને સૌથી વધારે આગ્રહ કરવામાં આવે છે. કારણ કે આજની પેઢી આવતી કાલનું ભવિષ્ય સુધારશે. આસપાસનાં વૃક્ષો-બગીચાઓથી માંડીને તમામ પર્યાવરણના પ્રશ્ર્નો સુધીની દરેક વાતો બાળકો સાથે કરવી જોઇએ. કુદરતને ખરેખર મન અને આંખોથી જોતાં અને અનુભવતાં બાળકોને શીખવીએ. તેમને ખેતરોમાં, હરિયાળા બાગ-બગીચાઓમાં ફુવારા પાસે, પહાડોની ગોદમાં ફરવા લઇ જઇએ. ઊભેલા પાક અંગેની જાણકારી પણ તેમને ઉપયોગી થઇ પડશે. પાણીની વપરાશ અને અગત્ય અંગે તેમને ઊંડી સમજણ આપીએ. જીવન ઉપયોગી પાણી, હવા, વૃક્ષોને નુકસાન ન પહોંચે અને તેમનું જતન થાય તે માટે કયા રસ્તા અપનાવવા તે બાળકોને […]
જાણો બ્રહ્માંડ વિશે ઉત્પતિ : વર્તમાન પૂર્વે આશરે ૧૪ અબજ વર્ષ આયુષ્ય : આશરે ૯ અબજ વર્ષ વિસ્તાર : ૪૧,૨૫૩ ચો.અંશ.આશરે ૧૫ અબજ પ્રકાશવર્ષ ની ત્રિજીયાસુધી તેની સીમાનો વ્યાપ
ગુજરાતી વ્યાકરણ વિશે 1. ગુજરાતી ભાષામાં વ્યાકરણનું મહત્વનું એક અંગ એટલે અલંકાર અલંકાર સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકિય તત્વોને અલંકાર કહેવામાં આવે છે. અલંકારના મુખ્ય બે પ્રકાર છે. નીંદા વડે વખાણ અને વખાણ વડે નીંદા કરવામાં આવે તેને વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે. દાઃત- અહો! શું તમારા દાંત જાણે પીળી લસણની કળી. (૫) રૂપક અલંકારઃ ઉપમેય અને ઉપમાનને બંને એક જ હોય એ રીતે વર્ણવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. દાઃત-સંસાર સાગર અસાર છે. – ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો. (૬) અનન્વય અલંકારઃ ઉપમેયની સરખામણી કરવા […]
ગુજરાતની પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય અને તેને વિકાસની પૂરતી તકો મળે તે માટે વિવિધ ક્ષેત્રે સ્વાયત્ત સંસ્થાઓની સ્થાપના ગુજરાત રાજય દ્વારા થયેલી છે. આવા કેટલાક અગત્યના નિગમો નીચે પ્રમાણે છે : ૧. ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ(GIDC) ૨. ગુજરાત ઔદ્યોગીક મૂડી રોકાણ નિગમ(GIIC) ૩. ગુજરાત ખનિજ વિકાસ નિગમ(GMDC) ૪. ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ(GWRDC) ૫. ગુજરાત ડેરી વિકાસ નિગમ(GDDC) ૬. ગુજરાત મત્સયદ્યોગ વિકાસ નિગમ(GFDC) ૭. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ(GFCSC) ૮. ગુજરાત રાજય વનવિકાસ નિગમ(GSFDC) ૯. ગુજરાત રાજય હસ્તઉદ્યોગ વિકાસ નિગમ(GSHCDC) ૧૦. ગુજરાત રાજય હાથસાળ વિકાસ નિગમ(GSHDC) ૧૧. ગુજરાત લઘુઉદ્યોગ નિગમ(GSIC) ૧૨. […]
ખટમીઠા રસથી ભરપૂર દાડમ દાડમના સફેદ, રસાળ, ચમકતા, એકબીજાને અડીને યોઠવાયેલા, ખટમીઠા રસથી ભરપૂર દાણા જ દાડમનું આકર્ષણ છે. દાડમ સ્વાદે મીઠા, ખાટા અને સહેજ તૂરા હોય છે. તાસીરે સહેજ ગરમ, સહેજ ચીકણું, પચવામાં હલકું, અગ્નિદીપક, ગ્રાહી, ત્રિદોષનાશક અને પથ્ય છે. કંઠરોગ, ઊલટી, મંદબુદ્ધિ, દાહ, તાવ, તરસ, મોંની દુર્ગંધ, હ્રદયરોગ વગેરેમાં દાડમ સારા છે. દાડમની છાલ મુખપાકને મટાડે છે. લીલી કે સૂકી દાડમની છાલ મોંમાં રાખી મૂકવાથી મોંના ચાંદાં અને છાલા મટે છે. દાડમના ફૂલને પાણીમાં પીસી, ગાળીને નાકમાં ટીપાં મૂકવાથી નસકોરી મટે છે. દાડમનાં ફૂલ, ફટકડી અને માયાફળને મિશ્ર […]
સૌરાષ્ટ્રના વિખ્યાત લોકગાયક અને લોકસંગીતનિયોજક લોકગીતોની સૂરાવલિમાં સમાયેલું સૌંદર્ય છતું થાય એવી હલકથી ગાવાની ક્ષમતા ધરાવતા અને કથાનકમાં રહેલા વીર કે કરુણ રસને બહેલાવે એવો કંઠ ધરાવતા હિંમતદાન ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે ઈ. ૧૯૨૯ના સપ્ટેમ્બર માસની ૮મી તારીખે થયો હતો. પછીથી તેઓ ‘હેમુ‘ નામના લાડીલા ઉપનામથી ઓળખાતા હતા. લોકસાહિત્યની ગીત-કથાઓ, વારતાઓ વગેરેને લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર આ ગાયક અને કથા-નિવેદક સૌરાષ્ટ્રના પડધરી ગામે કોળી મહિલાઓનાં ગીતોનું ધ્વનિ-મુદ્રણ કરી રહ્યા હતા ત્યારે જ ઈ. ૧૯૬૫ના ઑગસ્ટ માસની ૨૦મી તારીખે કાયમી વિદાય લઈ પરલોક સિધાવ્યા. પિતાનુ; નામ નાનુભા. […]