કચ્છનું આકર્ષણ જેસલ-તોરલ કથા જાણવા જેવી, રોમાંચક તેમજ જ્ઞાનયુક્ત અને પ્રેરક છે. લોકકથા કહે છે : ૧૪ મી સદીના મધ્ય સમયની વાત. જેસલ પ્રબળ પરાક્રમી ને શક્તિશાળી લૂંટારો-સ્વચ્છંદી અને નિરંકુશ. કારણે-અકારણે લોકોને રહેંસી નાખવા એ તેને મન રમત વાત. પરાક્રમના અભિમાને, શક્તિના ગર્વે, વિજયના કેફે તે ઉત્તરોત્તર બેફામ બનતો જાય છે. લૂંટારુઓ પણ જેની આમાન્ય રાખે તેવાં ધોરણોને પણ તે અહંકારના અંધાપામાં કોરાણે મૂકે છે – કુંવારી જાન લૂંટે છે, મોડબંધાને હણે છે, વનના મોરલા મારે છે – તેની આક્રમકતાનો કોઈ આરો નથી, કોઈ આડશ નથી. આ જેસલની ઈચ્છાને અંત […]
પંચ મહાલોના પ્રદેશ તરીકે ઓળખાતા પંચમહાલ જિલ્લામાં આવેલું આધશકિત પીઠ ધામ પાવાગઢ અને ગુજરાતની પ્રાચીન રાજધાની ગણાતી કિલ્લેબંધ નગરી ચાંપાનેર ઉપરાંત પ્રાચીન શિલ્પ-સ્થાપત્ય કલાને ઉજાગર કરતા પુરાતન મંદિરો અને તેના અવશેષો અકબંધ અને અડીખમ ઉભા ગુજરાતને ગૌરવ બક્ષે છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી ઉત્તરે આશરે ૭૦ કિ.મી. દૂર ખાનપુર તાલુકાના લવાણા ગામ પાસે આવેલ કલેશ્વરી ધામ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ પુરાતત્વવિદો અને પ્રાકૃતિક સૌંદર્યને માણનાર સહેલાણીઓમાં અનોખું આકર્ષણ જન્માવે છે. કલેશ્વરી કે કલેહેશ્વરી નાળ તરીકે જાણીતા આ વિસ્તારમાં ઇશુની ૧૦ મી સદીથી લઇને ૧૭મી સદી સુધીના શિલ્પ સ્થાપત્યો નિહાળવા મળે […]
ગુજરાતમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટ થી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે.અને આ ગામમાં અંબાજીનું મંદિર છે.આરાસુર ગામમાં મુખ્ય મંદિર,એની આસપાસ,ધર્મશાળાઓ મોદીની દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે.તેઓના ઝુંપડા દેખાય છે.યાત્રાળુનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે. તેની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ […]
જામનગર જિલ્લાની સરહદે દરિયા કિનારે આવેલું હરસિદ્ધ માતાનું પ્રાચીન મંદિર પોરબંદરથી ૨૨ કિ.મી. અને દ્વારકાથી લગભગ ૪૦ કિ.મી દૂર આવેલું છે.મૂળ મંદિર તો કોયલાના ડુંગર ઉપર આવેલું છે.પરંતુ લોક વાયકા એવી છે કે મૂળ મંદિરમાં સ્થાપિત થયેલી દેવી દ્રષ્ટિ સમુદ્ર પર જ્યાં પડતી તે જગ્યાએથી પસાર થતાં જહાજો ડૂબી જતાં હતાં.આથી ગુજરાતના દાનવીર શેઠ જગડુશાએ પોતાના કુટુંબનું બલિદાન આપીને પણ માતાજીનું સ્થાન ટેકરી નીચે પ્રસ્થાપિત કર્યું. બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજજૈન લઈ ગયાં.આમ માતાજીના વાસ દિવસ […]
પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે જેને પોતાની લીલાભૂમિ અને કર્મભૂમિ બનાવીને સકળ તીર્થોમાં શિરોમણી બનાવેલું છે,એ વડતાલ ગુજરાતનું એક નાનું ગામ છે. વડતાલ જેવા તીર્થ રાજ ક્ષેત્રના મહિમાનું આલેખન કરવું એ મહાસાગરના જળનું પ્રમાણ કાઢવા જેટલું અધરૂ કાર્ય છે. બગવાન શ્રી સ્વામિનારાયણનું જ્યાં પ્રાગટ્ય થયું હતું તે વડતાલ ગામ,મહી વાત્રક અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલું ચરોતર નામના અનુપમ પ્રદેશમાં આવેલું છે. આણંદથી આગળ મુખ્ય રેલ્વે લાઈનમાં ચાર માઈલ ઉપર બોરિયાવીનું સ્ટેશન આવે છે. ત્યાંથી ચાર માઈલ દૂર વડતાલ નામનું ગામ આવે છે.અથવા તો અત્યારના અમદાવાદ- વડોદરા હાઈવે ઉપર આણંદ પહેલા […]
જૂનાગઢ અત્યંત પ્રાચીન તેમજ ઐતિહાસિક શહેર છે. જૂનાગઢને લગતો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ચંદ્રગુપ્ત મોર્યનો છે. (ઈ. પૂ. ૩૨૨-૨૯૮) અશોકના ગિરનારના લેખમાં જણાવ્યા મુજબ તેના રાષ્ટ્રીય વૈશ્ય પુષ્યમિત્રે સુવર્ણસિકતા નદી પર બંધ બાંધીને સુદર્શન સરોવરનું નિર્માણ કર્યું હતું. અશોકના રાપાલે સુદર્શન સરોવર ઈ. ૧૫૦માં પુનઃ નિર્માણ કર્યું હતું. ઈસુની પ્રથમ સદીમાં અહીં ક્ષત્રપ રાજાઓએ ૪૦૦ વર્ષ રાજ કર્યું ત્યારે ગુજરાતમાં ગુપ્તવંશનું શાસન હતું. ત્યાર બાદ મૈત્રક વંશનું શાસન થયું. આ વંશનો સ્થાપક ભટ્ટારક હતો. આરબોએ આ વંશનો અંત આણ્યો. ત્યાર બાદ ૧૪૭૨ સુધી અહીં યાદવવંશી ચૂડાસમાઓનું રાજ્ય હતું પછી તો દિલ્હીથી […]
કષ્ટભંજન દેવનું મંદિર કે જે ગુજરાતના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું છે, તે સાળંગપુરના હનુમાન તરિકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. આ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩ કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સંતશ્રી સ્વામી સહજાનંદ ઘણું ખરું ગઢડામાં રહેતા હતા. તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુક્ત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી વડતાલથી ગઢડા પ્રવાસ કરતી વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા. સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર […]
તળાજા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં આવેલું એક નગર છે, જે સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી અને તળાજી નદીને કાંઠે વસેલું છે. તળાજા ગુજરાતના જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. પાછળથી તેઓ જુનાગઢમાં સ્થાયી થયા હતાં. પ્રાચિનકાળમાં તળાજા તાલધ્વજ નામથી પણ ઓળખાતું હતું. જૈન મંદિરો ઉપરાંત તેમાંની અત્યંત પ્રાચીન બૌદ્ધ ગુફાઓ. તે જોઈને હવે નજીકના જ સમુદ્રતીરે જઈએ ગોપનાથ. ગોપનાથ મદિર જયા નરસિંહ મહેતા કૃષ્ણલીલાનું સાક્ષાત દર્શન થયેલું.દરિયાકાંઠે રમણીય સ્થળ ને પ્રાચીન- સ્થાન પણ જીર્ણોદ્ધારિત એટલે નવું લાગતું વિશાળ શિવાલય. હવે તો સરકારી […]
વાઘેશ્વરી દરવાજાથી બહાર નીકળી ગિરનાર તરફ જતાં રસ્તામાં આવે છે સમ્રાટ અશોકનો શિલાલેખ. તેના પર જ ઈ. સ. ના બીજા શતકમાં ક્ષત્રપ સરદાર રુદ્રદમન અને સમ્રાટ ચંદ્રગુપ્તે પણ લેખો કોતરાવ્યા છે. અશોકે અહીં શિલાલેખ કોતરાવ્યો કારણ કે અહીં વિશાળ સુદર્શન તળાવ હતું. તેને કાંઠે આ સ્થળ તીર્થ ગણાતું. અહીંથી આગળ ભવનાથ છે. તેમાં હજુ પણ મેળો ભરાય છે, ખાસ કરીને આહીર લોકોનો. ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં અહીં જ આહીર લોકોનો મેળો ભરાતો. શ્રીકૃષ્ણ-બલરામ પણ તેમાં આવેલા. અર્જુન સાધુવેશે આવીને આ મેળામાંથી જ શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનું હરણ કરી ગયેલો. આગળ આવે છે. […]
કચ્છના પાટનગર, ભુજથી ઉત્તર પશ્ચિમે ૮૦ કિ.મી. દૂર આવેલા, માતાના મઢ ખાતે આવેલું આશાપુરા માનું મંદિર, વીતેલાં ૬૦૦ વર્ષમાં કચ્છના લોકોની આસ્થાનું જીવંત પ્રતીક બની ગયું છે. ઈસુની ૧૪મી સદીના પ્રારંભે લાખો ફુલાણીના પિતાના રાજદરબારમાં મંત્રી તરીકે રહેલા બે કરડ વાણિયાઓ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્યું હતું, જેને કચ્છમાં આવેલા ૧૮૧૯ના ભૂકંપમાં ભારે નુકસાન થયું હતું એ પછી પાંચ વર્ષના ગાળામાં, આ મંદિરને બ્રહ્મક્ષત્રિય સુંદરજી શિવજી અને વલ્લભાજીએ ફરી બંધાવ્યું હતું. લગભગ ૫૮ ફૂટ લાંબા, ૩૨ ફૂટ પહોળા અને ૫૨ ફૂટ ઊંચા એ પ્રાચીન મંદિરને કચ્છમાં ઈ. સ.૨૦૦૧ માં […]