ભીમનાથ મહાદેવ-ધંધુકા-ગુજરાત

ભીમનાથ મહાદેવ-ધંધુકા-ગુજરાત ધંધુકા તાલુકાના ભીમનાથ ગામે પાંડુપુત્ર ભીમના હસ્તે સ્થાપિત થયેલું ભીમનાથ મહાદેવ આવ્યું છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન ભીમનાથ મહાદેવની હાલ જગ્યા છે ત્યાં આવેલા. એવી કથા છે કે ભીમને ભૂખ લાગી હતી,પણ અર્જુનનો નિયમ હતો કે શિવલિંગનાં દર્શન કર્યા પછી જ જમવું. જંગલમાં ક્યાંય શિવલિંગ હતું નહીં એટલે ભીમે એક પથ્થર લઈને તેના ઉપર જંગલનાં ફુલો ગોઠવી દીધાં અને અર્જુનને કહ્યું કે,ભાઈ આ શિવલિંગ હતું નહીં એટલે ભીમે એક પથ્થર લઈને તેના ઉપર જંગલનાં ફુલો ગોઠવી દીધાં અને અર્જુનને કહ્યું કે,ભાઈ આ શિવલિંગ રહ્યું. અર્જુને શિવલિંગનાં દર્શન કરી ભીમ […]

ગાંધીનગરમાં આવેલું અદ્ભુત સાંસ્કૃતિક તીર્થ અક્ષરધામ

ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ એ માત્ર સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલાંનુ જ સાંસ્કૃતિક તીર્થ નથી તે તો હિંદમાં વસતા દરેક હિંદુસ્તાની માટે છે. તે એટલું અદ્ભુત છે કે તેના માટે દરેક હિંદીભાષીને ગર્વ થાય. ગાંધીનગરમાં આવેલા આ અક્ષરધામમાં મંદિરના ભોંયતળિયે પ્રમુખસ્વામી મહારાજે રચેલું સ્વામીનારાયણ સંપ્રદાય સૌથી પ્રથમ તથા આધુનિક સંગ્રહસ્થાન તથા મ્યુઝિયમ છે.અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે. અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. ભગવાન સહજાનંદ સ્વામીએ ઉપયોગમાં લીધેલાં વસ્ત્રો, પાવડી (ચાખડી)થી માંડીને […]

ગરુડેશ્વર મહાદેવ રાજપીપળા – તીર્થ સ્થાનો

નર્મદા જિલ્લામાંથી ઉત્તર તરફ વહેતાં પુણ્ય સલિલા મા નર્મદાના પાવન તટે અનેક ઋષિ-મુનિઓએ તરસ્યા કરી છે. આ પાવનભૂમિ પર ભગવાન શંભુની આરાધના કરી હતી. અને પ્રસન્ન થયેલાં ભગવાન શિવે ગરુડજીને પ્રસન્ન થઈ વરદાન આપ્યું અને શિવજીએ જાતે શિવલિંગની સ્થાપના કરી હતી જેથી આ તીર્થસ્થાન ગરુડેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત બન્યું છે. આ સ્થળે ગામ વસ્યું જે આજે ગરુડેશ્વરના નામથી ઓળખાય છે. નર્મદા જિલ્લામાં આવેલાં ગરુડેશ્વર ખાતે રાજપીપળા અને વડોદરા તરફથી જઈ શકાય છે. રાજપીપળાથી ગરુડેશ્વરનું અંતર ૧૭ કિમી જયારે વડોદરાથી ૮૦ કિમી છે.

ઘેલા સોમનાથ જસદણ

દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિર ઉપર અનેકવાર આક્રમણ થયું એ દરમિયાન સોમનાથ મહાદેવનું જયોતિર્લિંગ ક્યાં છે તે હજુ સુધી કોઈને ખબર નથી, પણ ઈતિહાસ એવું કહે છે કે રાજકોટના જસદણથી થોડે દૂર આવેલા ઘેલા સોમનાથ મહાદેવનું જયોતિર્લિંગ છે. આજુબાજુ કોઈ ગામ નથી. તેમ છતાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભક્તોના હૃદયમાં સોમનાથ મહાદેવ જેટલી જ શ્રદ્ધા આ ઘેલા સોમનાથ મહાદેવની છે. વિક્રમ સંવત ૧૪૫૭ની આસપાસ ગુજરાત ઉપર સુલતાન જાફર મહંમદનો ડોળો હતો. ઘેલા વાણિયાએ શિવલિંગની રક્ષા કાજે જાનની આહુતિ આપી હતી. તેથી આ શિવલિંગનું નામ સોમનાથમાંથી ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું.

ઉદવાડા – પારસી ધાર્મિક સ્થળ

પારસી તીર્થધામોમાં ઉદવાડા અને સંજાણમાં છે. વલસાડમાં પારડી તાલુકાના ઉદવાડા ગામમાં પારસીઓનો પવિત્ર આતશ બહેરામ સદીઓથી અખંડ પ્રજવલિત રહ્યો છે. જરથોસ્તી-પારસી યાત્રાળુ માટે આ સૌથી પવિત્ર યાત્રાધામ છે. નવસારીમાં પણ પવિત્ર આતશ બહેરામ ઉપરાંત પાંચ પારસી અગિયારીઓ છે. ઈરાન છોડીને ભારત આવી પારસીઓ સંજાણના રાજાનો આશ્રય મેળવી રહ્યા એટલે આ સ્થળનું ધાર્મિક મહત્વ છે. સંજાણ ઉમરગામ તાલકામાં છે.

છબીલા સાગર હનુમાનજી

આશરે ૧૨૦૦૦ વર્ષ પૂર્વે પાલનપુર અને ગામના એક સ્થાને હનુમાજીની મૂર્તિ ધરતીમાંથી પ્રગટ થયાના એંધાણ પ્રાપ્ત થયા હતા. આજે પણ જે જગ્યાએથી આ વિશાળ મૂર્તિ મળી આવી હતી ત્યાં મોટો ખાડો છે. જયાં ખાડો પડી ગયેલ છે ત્યાં આજે પણ મૂર્તિ પૂજનની પૂર્ણ વિધિ કરી તેલ સિંદૂર ચઢાવાય છે. આ કારણે હનુમાનજીનું નામ છબીલા સાગર હનુમાન રાખવામાં આવ્યું છે. ચૌધરી પરિવારના માણસો બળદગાડામાં મૂર્તિ લઈને ઉત્તર ગુજરાત તરફ આવતા હતા ત્યાં દિવસ આથમી જતા જંગલમાં જ રાત્રિરોકાણ કરવું પડ્યું. પરોઢિયે બ્રહ્મ મૂહૂર્તમાં હનુમાનજીને લઈને પ્રયાણ કરતા રસ્તામાં જ બળદગાડું થંભી […]

વડોદરાનું ઐતિહાસિક ખંડેરાવ મંદિર

મહારાષ્ટ્રીયનોના કુળદેવતા શ્રીમલ્હાર મ્હાળસાંકાંત (ખંડોબા)નું મંદિર વડોદરામાં આવ્યું છે. આ મંદિર લગભગ ૨૩૦ વર્ષ જૂનું અને ઐતિહસિક છે. અહીંયા બે મંદિર છે. એક જૂનું એક નવું. વર્ષો પેહલાંની વાત છે. મહારાષ્ટ્રના જેજુરીના પર્વતોમાં બે રાક્ષસ રહેતા હતા. એમનું નામ મણિ તથા મલ હતું તે સાધુ, સંતો તથા નગરજનોને બહુ ત્રાસ આપતા હતા. નગરજનો તેમના ત્રાસથી કંટાળી શિવને આરાધે છે. શિવ પ્રસન્ન થાય છે. તેમણે બંનેનો નાશ કરવા ખંડોબાનો અવતાર ધારણ કર્યો સફેદ ઘોડા પર હાથમાં તલવાર, માથે પીળી પાઘડી, પીળી શાળ તથા પત્ની સાથે રાક્ષસોનો વધ કરવા નીકળ્યા. રસ્તો ભૂલી […]

સુખકર્તા, દુઃખકર્તા સમ્યક દૃષ્ટિદેવ યક્ષરાજ બટુકભૈરવ

કચ્છ-માંડવીથી ૧૫ કિ.મી. બિદડા ગામે હાઈવે ઉપર યક્ષરાજ બટુકભૈરવ દેવનું શિખરબંધ મંદિર છે. તે માનવમંદિર નામથી પ્રચલિત છે. મુનિ દિનેશચંદ્રજી મ.સા.ની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદથી સં.૨૦૬૨ મહા સુદ છઠ્ઠ તા. ૧૭ ફેબ્રુઆરી-૨૦૦૫ના માનવ મંદિરની ધન્ય ધરા પર વિધિવિધાપૂર્વક પ્રતિષ્ઠા કરી સ્થાપના કરવામાં આવી છે. દીન-દુખિયાના સુખકર્તા દુઃખકર્તા, ઈચ્છાપૂર્તિ કરનારા દેવોમાં યક્ષરાજ બટુકભૈરવનું નામ પ્રથમ છે. બટુકભૈરવની માનતા કરવાથી કામ સિદ્ધ થાય છે. ભાવિકભકતો મનમાં સંકલ્પ કરે છે, દર મહિનાની સુદ છઠ્ઠની યાત્રા માને છે. મુંબઈ સહિત દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માનવમંદિર આવી સોના-ચાંદીનાં આભૂષમો છત્ર ચડાવી તથા સુખઢી ધરાવી બાધા માનતા […]

વૃંદાવન

વૃંદાવન : વૃંદાવન ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લાનું શહેર છે. વૃંદાવન મથુરાથી છ માઈલ દુર છે. રેલ્વે રસ્તે એનું અંતર નવ માઈલ જેટલું છે. લગભગ ૫૦૦૦ વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને અહી લીલા કરી હતી. વૃંદાવનમા અનેક કુંડો, મંદિરો, નદીના ઘાટો, વગેરે આવેલા છે. લગભગ દરેક વૃક્ષ પર શ્રી રાધા લખ્યુ હોય છે. અત્રેના કેટલાંક મંદિરોમાં બાંકે બિહારી મંદિર, રંગજી મંદિર, ગોવિંદ દેવ મંદિર અને મદન મોહન મંદિરનો સમાવેશ થાય છે. અત્રેનું ઇસ્કોન મંદિર વધારે જૂનું નથી અને તેમાં મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો શાંતિ અને જ્ઞાનપ્રાપ્તિ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors