ADDRESSES OF GUJARATI SAMAJ:ASSAM  

જૂનાગઢથી સતાધાર  થઈને ગીરનાં ચારે તરફ ફરતા જંગલમાં આવેલ તુલસીશ્‍યામ ૧૨૩ કિ.મી. નાં રોડ રસ્‍તે છે. તેમજ વેરાવળ કોડીનાર ઉના થઈને ૧૯૬ કિ. મી. નાં રોડ રસ્‍તે તુલસીશ્‍યામ આવે છે. આ માર્ગમાં પ્રભાસ, સોમનાથ, પ્રાચી, ગોરખમઢી વિગેરે તિર્થનાં દર્શન થઈ શકે છે.પુષ્‍પો અને હરિયાળીથી શોભતા કુદરતનાં ભવ્‍ય સાનિધ્‍યમાં તુલસીશ્‍યામનું સ્‍થાનક છે. જૂની પૂરાણ કથા એવી છે કે દિતીનો પુત્ર તલ નામનો અસુરરાજ મ‍હર્ષિ‍ ચ્‍યવન ઋષિ પાસેથી આ ક્ષેત્રમાં આવેલ તપ્‍તીકુંડમાં સ્‍નાનનો મહિમા જાણી પોતાના સાથીઓ સાથે નહાવા આવ્‍યો. અહિં સ્‍નાન કરીને તલરાજા વનની શોભા જોતો હતો ત્‍યાં એક સાલના વૃક્ષન […]

ઈસુ સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્‍ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે. આ સમયે પ્રર્વતેલા દુષ્‍કાળથી કચ્‍છ અને સિંધમાંથી દુકાળગ્રસ્‍ત માનવ સમુદાય સૌરાષ્‍ટ્રમાં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્‍થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી, નાતજાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્‍યાને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશો આપી ગયા છે. જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સતાધાર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતા જાગતા સ્‍થાન […]

ભગવાન શ્રી દ્વારકાધીશ ની રાજધાની દ્વારકા ભગવાન રણછોડરાયની રાજધાની દ્વારકા રેલ્‍વે રસ્‍તે રાજકોટ ઓખા લાઈન ઉપર આવે છે. દ્વારકા અને હરદ્વાર ઉત્તરાંચલ રેલ સેવાથી સીધા જોડાયા છે. સોમનાથ થી દ્વારકાની સીધી બસ સેવા મળે છે. જૂનાગઢ થી પોરબંદર, હર્ષદ થઈ દ્વારકા ૨૩૦ કિલોમીટર દૂર છે. જામનગરથી ૧૪૦ કિલોમીટર દુર છે. તથા દરેક મુખ્‍ય શહેરથી એસ. ટી. બસની સેવા મળે છે. સૌરાષ્‍ટ્રની ફરતે પશ્ચિમથી દક્ષીણ અને પૂર્વમાં મહાસાગરના પાણીનો કિલ્‍લો રચાયો છે, ઉત્તરનો ખૂણો સૌરા્ષ્‍ટ્રનો ભૂમિ માર્ગ છે. ત્રણ બાજુ મહાસાગરના નિર્મળ નીર રાષ્‍ટ્રને આથડે છે. તેમાં થઇ પ્રવેશ કરવાનો દરિયાઈ […]

રામ નામમે લીન હૈ, દેખત સબમેં રામ તાકે પદ વંદન કરૂ, જય જય જલારામ જલારામ ભગતનું વીરપુર માનવસેવાનું ધર્મનું આ જાગતુસ્‍થાન જૂનાગઢથી પ૦ કિલોમીટર છે. રાજકોટ – જૂનાગઢનાં માર્ગ ઉપર ગોંડલ પાસે આવેલ છે. જૂના સમયની આ વાત છે. ગરવો ગઢ ગિરનાર સાધુસંતોનું સિદ્ધક્ષેત્ર છે, તેથી અનેક મહાત્‍માઓની વીરપુરના આ ઈષ્‍ટમાર્ગે આવ – જાવ થતી રહેતી હતી. આ સાધુસંતો ગામમાં કોઈને કોઇ શ્રદ્ધાવાન ગૃહસ્‍થ પાસે સીધુ-સામાનની માંગ કરતા. એ સમયે યાંત્રિક વાહનો હતા નહી, માત્ર પગે ચાલીને જ લોકો યાત્રા પ્રવાસ કરતા હતા. ત્‍યારે આજથી બસો વર્ષ પહેલા સોરઠની આ […]

આવી પૂણ્યભૂમિમાં હજારો વર્ષ પહેલાં એક શિવભક્ત બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવપ્રિય, પ્રિયમેઘ, સુકૃત અને સુવ્રત નામના ચાર પુત્રો હતા. આ પાંચેય બ્રાહ્મણો અગ્નિહોત્રી અને વેદપાઠી હતા અને પોતાની શિવભક્તિ તેમ જ ધ‍ર્મનિષ્‍ઠા માટે ખૂબ મોટી ખ્યાતિ ધરાવતા હતા. બાજુમાં આવેલ જંગલમાં રત્નમાળ નામના પર્વત ઉપર દૂષણ નામનો એક રાક્ષસ રહેતો હતો. તે ઘણો અભિમાની અને ઈર્ષાળુ હતો અને બ્રાહ્મણોની ચોમેર ફેલાએલી ‍કીર્તિથી ઘણો અકળાતો હતો. છેવટે તેણે પોતાની તાંત્રિક વિદ્યા અજમાવીને બ્રહ્માજીની ઉપાસના કરી અને તેમની પાસેથી વરદાન મેળવીને મૃત્યુલોકમાં પાછો ફર્યો અને પોતાના રાક્ષસદળ સાથે આ વિસ્તારમાં ઘૂસીને […]

ગુજરાતની સફરે દાંડી: ૬ એપ્રિલ, ૧૯૩૦ના રોજ નવસારીથી પશ્ચિમે દક્ષિ‍‍ણ ગુજરાતના દરિયાકાંઠે આવેલ દાંડીના સમુદ્રતટે ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું, સવિનય કાનૂન ભંગ કર્યો અને બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી ગઈ. બારડોલી : સુરતથી ૩૪ કિમી દૂર પૂર્વમાં આવેલું આ ઐતિહાસિક સ્‍થળ સરદાર પટેલના ‘ના-કર‘ સત્‍યાગ્રહની સ્‍મૃતિઓ સંગ્રહીને બેઠું છે. અહીંના ‘સરદાર સ્‍વરાજ આશ્રમ‘માં ગાંધી વિચારધારાને લગતી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંની સહકારી પ્રવૃત્તિઓએ દેશને નવીન માર્ગ ચીંધ્‍યો છે. વેડછી : બારડોલીની પૂર્વમાં આવેલા વેડછીમાં ગાંધીજીના અંતેવાસી જુગતરામભાઈનો આશ્રમ દર્શનીય છે. ત્‍યાં તેમણે આદિવાસી અને પછાત પ્રજાના શિક્ષણ અને ઉત્‍થાનની પ્રવૃત્તિ આરંભી […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors