ખુશ્બુ ગુજરાતની દાંડી: 6 એપ્રિલ, 1930ના રોજ નવસારીથી પશ્ચિમે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલ દાંડીના સમુદ્રતટે ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું, સવિનય કાનૂન ભંગ કર્યો અને બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી ગઈ. બારડોલી : સુરતથી 34 કિમી દૂર પૂર્વમાં આવેલું આ ઐતિહાસિક સ્થળ સરદાર પટેલના ‘ના-કર‘ સત્યાગ્રહની સ્મૃતિઓ સંગ્રહીને બેઠું છે. અહીંના ‘સરદાર સ્વરાજ આશ્રમ‘માં ગાંધી વિચારધારાને લગતી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંની સહકારી પ્રવૃત્તિઓએ દેશને નવીન માર્ગ ચીંધ્યો છે. વેડછી : બારડોલીની પૂર્વમાં આવેલા વેડછીમાં ગાંધીજીના અંતેવાસી જુગતરામભાઈનો આશ્રમ દર્શનીય છે. ત્યાં તેમણે આદિવાસી અને પછાત પ્રજાના શિક્ષણ અને ઉત્થાનની પ્રવૃત્તિ આરંભી […]
* બોલે તેના બોર વહેચાય * ના બોલવામાં નવ ગુણ * ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન * ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે * સંપ ત્યાં જંપ * બકરું કઢતા ઉંટ પેઠું *રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં * સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય * બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો * લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે * અધૂરો ઘડો છલકાય ઘણો * ખાલી ચણો વાગે ઘણો * પારકી મા જ કાન વિંધે * જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે […]
ગુજરાતના મ્યુઝિયમો (૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા. આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે. (૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા. આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે. (૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ. ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા. આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે. (૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા. તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે. (૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા. મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે. (૬) […]
* માનવ અધિકારોનાં મૂળ નૈસર્ગિક કાયદામાંછે.નૈસર્ગિક કાયદો માણસના કેટલાક જન્મજાત કે નિસર્ગદત્ત અધિકારોને માન્ય રાખે છે. * મનુષ્ય નિસર્ગનું ઉત્કૃષ્ટ સર્જન છે .કુદરતે જ માણસને કેટલાક અંતર્નિહિત અધિકારો બક્ષ્યા છે.તેથી માણસ આવા અધિકારો ભોગવે તે સાવ કુદરતૂ ગણાયું છે. * મનુષ્ય બધે એક સમાન અને વિશ્વવ્યાપી હોવાથી આ નૈસર્ગિક અધિકારો સર્વ સ્થળે રહેલા માણસના નૈસર્ગિક અધિકારો છે. * મનુષ્યનું જીવન કુદરતની મહાન ભેટ છે.તેથી તે જીવનનો આ અધિકાર ધરાવે છે.સાથે તે જીવનના અન્ય અંગભૂત તત્વો; જેવા કે વિકાસ, શિક્ષણ, આરોગ્ય, કલ્યાણ, સલામતી, સ્વાતંત્ર્યો, પર્યાવરણ; વગેરે પરવ્તે પણ અધિકાર ધરાવે છે. […]