ગુજરાતમાં ઊજવાતા તહેવારો અક્ષયતૃતિયા (અખાત્રીજ) : વૈશાખ સુદ 3 વર્ષફળ અને ભૌગોલિક સમૃદ્ધિના એંધાણનો આ દિવસ ઊજવાય છે. બળેવ : શ્રાવણ સુદ ૧૫ નો આ દિવસ ‘શ્રાવણી‘, ‘નાળિયેરી પૂનમ‘, ‘બ્રહ્મસૂત્ર‘ જનોઈ બદલવાના દિવસ તરીકે ઊજવાય છે. નાગપંચમી : શ્રાવણ વદ ૫ મીએ નાગદેવતાનું પૂજન થાય છે. શીતળા સાતમ : શ્રાવણ વદ ૭ શીતળામાતાની કૃપા મેળવવાનો આ દિવસ ગુજરાતી સ્‍ત્રીઓમાં મુખ્‍યત્‍વે ઊજવાય છે.   ગોકુલાષ્‍ટમી : શ્રાવણ વદ ૮ ભગવાન શ્રીકૃષ્‍ણનો જન્‍મદિવસ ઠેરઠેર મેળાઓના આયોજન સાથે ઊજવાય છે. ગણેશચતુર્થી : ભાદરવા સુદ ૪ ગણપતિનું પૂજન થાય છે. મહારાષ્‍ટ્રમાં આ દિવસ ખૂબ […]

ગુજરાતની સફરે દાંડી: ૬ એપ્રિલ, ૧૯૩૦ના રોજ નવસારીથી પશ્ચિમે દક્ષિ‍‍ણ ગુજરાતના દરિયાકાંઠે આવેલ દાંડીના સમુદ્રતટે ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું, સવિનય કાનૂન ભંગ કર્યો અને બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી ગઈ. બારડોલી : સુરતથી ૩૪ કિમી દૂર પૂર્વમાં આવેલું આ ઐતિહાસિક સ્‍થળ સરદાર પટેલના ‘ના-કર‘ સત્‍યાગ્રહની સ્‍મૃતિઓ સંગ્રહીને બેઠું છે. અહીંના ‘સરદાર સ્‍વરાજ આશ્રમ‘માં ગાંધી વિચારધારાને લગતી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંની સહકારી પ્રવૃત્તિઓએ દેશને નવીન માર્ગ ચીંધ્‍યો છે. વેડછી : બારડોલીની પૂર્વમાં આવેલા વેડછીમાં ગાંધીજીના અંતેવાસી જુગતરામભાઈનો આશ્રમ દર્શનીય છે. ત્‍યાં તેમણે આદિવાસી અને પછાત પ્રજાના શિક્ષણ અને ઉત્‍થાનની પ્રવૃત્તિ આરંભી […]

ગુજરાત રાજ્યની સ્થાપના ૧/૫/૧૯૬૦ ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે કરવામા આવી હતી. હાલ ગુજરાતની રાજ્ધાની ગાંધીનગર છે. સમગ્ર રાજ્યને, વહીવટી સરળતા માટે ૨૫ જીલ્લાઓ, ૨૨૬ તાલુકાઓ, ૧૮૬૧૮ ગામો અને ૨૪૨ શહેરો ત્થા શહેરી વિસ્તારોમા વહેચી શકાય.ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર ૧.૯૬ લાખ ચોરસ કિ.મી. છે, જે ભારતના વિસ્તારના ૬.૧૯% જેટલો છે.ગુજરાતની વસ્તિ હાલમા લગભગ સાડા પાંચ કરોડ છે.ગુજરાત ઉપરાંત ભારતમા મહારાષ્ટ્ર, અને વિદેશમા અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, અને આફ્રિકા સહિત લગભગ પચાસ લાખ ગુજરાતી ગુજરાત બહાર વસે છે.ગુજરાત પાસે ભારતભરનો સૌથી લાંબો દરિયા કિનારો છે, જે લગભગ ૧૬૦૦ કિ.મી. છે.ગુજરાતની પ્રજા […]

ઈ. સ. ૧૮૫૭ માં અંગ્રેજ શાસન સામે શરુ થયેલ આઝાદીના બળવાના પડઘા ગુજરાતમાં પણ પડયા. ગુજરાતમાં નાંદોલ,દાહોદ,ગોધરા,રેવાકાંઠા તથા મહીકાંઠાનો કેટલોક પ્રદેશ ક્રાંતિમાં જોડાયો. ગુજરાતમાં સિપાઈઓએ સૌપ્રથમ અમદાવાદમાં માથું ઊંચક્યું. રાજપીપળા, લુણાવાડા, ડીસા, પાલનપુર, સિરોહી અને ચરોતરમાં બળવો થયો. ગુજરાતમાં ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોઈ બળવો વ્‍યાપક બની શકયો. નહીં. ક્રાંતિ પછી દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગ્રત કરવાનું કામ કર્યું. કવિ નર્મદે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ફાળો આપ્‍યો. સ્‍વામી દયાનંદ સરસ્‍વતીએ આર્ય સમાજ પ્રસરાવ્‍યો. સ્‍વામી સહજાનંદે પછાત જાતિઓમાં જાગૃતિ આણી. નર્મદ, દલપતરામ વગેરેએ પ્રજાનું માનસ […]

ગુજરાત દિલ્‍લીના સુલતાનોના હાથમાં ગયું. દિલ્‍લીના શાસકો અહીં સૂબાઓ નીમતા. સૂબાઓ જુલમ કરીને પૈસા ઉઘરાવતા. સૂબાઓનું રાજ્ય સોએક વર્ષ ચાલ્‍યું. દિલ્‍લીમાં ગાદી માટે કાવાદાવા ચાલતા હતા ત્‍યારે ગુજરાતના સૂબા ઝફરખાંએ દિલ્‍લીનું આધિપત્‍ય ફગાવી દીધું અને ગુજરાતના પ્રથમ સુલતાન તરીકે મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું. મુઝફ્ફર શાહના ઉત્તરાધિકારી તેમના પૌત્ર અહમદ શાહે ઈ. સ. ૧૪૧૧ માં સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો નાખ્‍યો. અમદાવાદ વસ્‍યું એટલે કર્ણાવતીના લોકો ત્‍યાં આવીને વસ્‍યા. પાટણની વસ્‍તી ઓછી થવા લાગી. અમદાવાદ વધવા લાગ્‍યું. કાંકરિયા તળાવ અહમદ શાહના દીકરા કુતુબુદ્દીને બંધાવ્‍યું. ઈ. સ. ૧૪૪૨ માં અહમદ શાહ […]

ભગવાન શ્રીકૃષ્‍ણની કથા પછી ગુજરાતના ઇતિહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. ત્રણેક હજાર વર્ષના ગાળામાં શું બન્‍યું તે આધારિત કશી માહિતી પ્રાપ્‍ત નથી. ઈ.સ. પૂર્વે 319 માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્‍ત મૌર્યે ચક્રવર્તીત્‍વનો ધ્‍વજ ફરકાવ્‍યો. ગુજરાત – સૌરાષ્‍ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્‍યાં.ચંદ્રગુપ્‍ત મૌર્યે પુષ્‍યમિત્ર નામના સૂબાની સૌરાષ્‍ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી. પુષ્‍યમિત્રનો શાસનકાળ ઈ. સ. પૂર્વે 294 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો હતો.ચંદ્રગુપ્‍તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેરઠેર કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે. આ શિલાલેખ પરનો લેખ બ્રાહ્મી લિપિ‍માં છે કે જે ગુજરાતી […]

ગુજરાતને પોતાનાં સંસ્‍કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ છે. એનો ઇતિહાસ પુરાતન છે. એની સંસ્‍કૃતિ સમૃદ્ધ છે. આરંભ પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ પ્રદેશ તે આજનું ગુજરાત. આનર્તનો પુત્ર રેવત કુશસ્‍થલી (આધુનિક દ્વારિકા)નો શાસક હતો. ભગવાન શ્રી કૃષ્‍ણે કંસવધ પછી જરાસંઘ અને કાલયવન સાથે સંઘર્ષ કરી વ્રજ છોડીને સૌરાષ્‍ટ્રના સાગરતીરે વેરાન પડેલી જૂની રાજધાની કુશસ્‍થલીનો જીર્ણ દુર્ગ સમારાવી ત્‍યાં નવી નગરી વસાવી તે દ્વારકા, દ્વારિકા કે દ્વારામતી કહેવરાવી.દ્વારકામાં શ્રીકૃષ્‍ણે યાદવોનું રાજ્ય સ્‍થાપ્‍યું. પણ પછી સત્તા, શક્તિ અને સંપત્તિથી પ્રમત્ત યાદવો વિલાસી થયા અને અંદરોઅંદર કપાઈ મર્યા – યાદવાસ્‍થળી […]

નામઃકનૈયાલાલ માણેકલાલ મુનશી જન્મ:ડિસેમ્બર ૩૦,૧૮૮૭ ભરૂચ કુટુંબઃ માતાનું નામ :તાપીબા પિતાનું નામ : ,માણેકલાલ લગ્ન:અતિલક્ષ્મી,લીલાવતી અભ્યાસ:બી.એ. એલ.એલ.બી. જીવનઃવકીલાત,સાહિત્યકાર ૧૯૦૪- ભરૂચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના ૧૯૧૨ – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના ૧૯૧૫-૨૦ \’હોમરુલ લીગ’ ના મંત્રી ૧૯૧૫- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા. ૧૯૨૨- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન ૧૯૨૫- મુંબઇ ધારાસભામાં ચુંટાયા ૧૯૨૬- ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણના ઘડવૈયા ૧૯૩૦- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ ૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ ૧૯૩૩- કોંગ્રેસના બંધારણનું ઘડતર ૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન ૧૯૩૮- ભારતીય વિદ્યાભવનની […]

નામઃ ભકતકવિ દયારામ જન્મ:૧૮ ઓગસ્ટ ૧૭૭૭માં વડોદરા જિલ્લાના ચાંદોદ ગામ કુટુંબ પિતા – પ્રભુરામ કે પ્રભાશંકર માતા – રાજકોર જીવન વિશેષઃ પંદર વર્ષની ઉંમરે માતાપિતાનું અવસાન થયું. આથી તેઓ પોતાના મોસાળ ડભોઇ જઇને રહ્યાં એ અપરિણીત રહ્યા ને પછી રતનબાઈ નામની વિધવા સ્ત્રીનો પરિચય થતાં જીવન પર્યંત તેની ભક્તિભરી સેવા છોછ વિના લીધી..શરીરે દેખાવડા હતાં અને ગળામાં મીઠાસ, તેઓ સારું ગાઇ શકતા અને સિતાર પણ વગાડતાં. બાર વર્ષ સુધી વિવિધ વ્યાધી ભોગવી હતી. કવિ નર્મદના મતે તેમને ત્રણ ભગંદર, તાવ, પરમિયો, સારણગાંઠ, અંતર્ગળ, મૂત્ર-કચ્છનો રોગ હતા. સમગ્ર ભારતની ત્રણ વાર […]

નર્મદા : ગુજરાતની જીવાદોરી સમી ધ્યાનાકર્ષક નદી તે નર્મદા-ઋક્ષ પર્વતમાંથી નીકળી તે ‘રેવા‘ નામે વિંધ્યના અમરકંટકમાંથી નીકળી બંને માંડલ નજીક સંગમ પામી એક બીજીના પર્યાયરૂપ બની જાય છે. મહાભારતના અરણ્યક પર્વમાં પાંડવોની તીર્થયાત્રામાં પયોષ્‍ણી પછી વૈડૂર્ય પર્વત પછી નર્મદાને ગણાવી છે. સ્કંદપુરાણમાં નર્મદા-રેવા ઉપરનાં તીર્થસ્થળોનાં ગુણગાન કર્યાં છે. જૈન સાહિત્યમાં પણ ‘નર્મદા‘નો ઉલ્લેખ થયેલો મળે છે. આચાર્ય હેમચન્દ્રના દ્વયાશ્રય કાવ્યમાં, ‘પ્રબંધચિંતામણિ‘માં, ‘વિવિધ તીર્થકલ્પ‘માં એનો નિર્દેશ જોવા મળે છે. એની ઊંડાઈને કારણે ઘણે ઊંડે સુધી વેપાર માટે એનો પ્રાચીન સમયથી ઉપયોગ થતો રહ્યો છે. મહી : મહાભારતના આરણ્યક પર્વમાં ચર્માણ્યવતી પછી […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors